ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પુસ્તકનું રૂપવિધાન: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
'''પાઇકા બ્લૅક એટલે જાડા કદનો પાઇકા; પૃષ્ઠપંક્તિઓમાં તે તરી આવે એવાં પેટામથાળાં માટે આ સ્મૉલ બ્લૅક ટાઈપ જેવો સુંદર મરોડનો આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ''' | '''પાઇકા બ્લૅક એટલે જાડા કદનો પાઇકા; પૃષ્ઠપંક્તિઓમાં તે તરી આવે એવાં પેટામથાળાં માટે આ સ્મૉલ બ્લૅક ટાઈપ જેવો સુંદર મરોડનો આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<poem>'''અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઇકા બ્લૅક'''</poem>'''}} | |||
{{center|<poem><big>આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેઈટે પ્રાઈમર બ્લૅકના કરતાં તો</big> | {{center|<poem><big>આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેઈટે પ્રાઈમર બ્લૅકના કરતાં તો</big> | ||
<big><big>આ સુડોળ અઢાર પૉઈન્ટ ગુજરાતી વધારે રૂપાળો</big></big> | <big><big>આ સુડોળ અઢાર પૉઈન્ટ ગુજરાતી વધારે રૂપાળો</big></big> | ||
Latest revision as of 06:50, 10 January 2026
૧ રૂપરચના અને બીબાં
આ પહેલાંના ત્રણ હપતાઓમાં આપણે પુસ્તકના દેહઘડતર વિષે જરૂરની બાબતો ટૂંકામાં જોઇ ગયા. હવે તેના રૂપવિધાન વિષે થોડું વિચારીએ. ઘરવખરીની કોઇ મામૂલી ચીજ ખરીદવી હેાય છે તોપણ આપણે તે બજારમાંથી સારામાં સારી મેળવવાની ચીવટ રાખીએ છીએ. ત્યારે પુસ્તક એ તો પોતાનું સર્જન. ગ્રંથકાર તેના પ્રત્યેના અપત્યપ્રેમને કારણે તેને ઉત્તમ રૂપમાં પ્રકટ થએલું જોવા ઈંતેજાર હોય એ સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે આપણે ત્યાં ગ્રંથનું સુઘડ ને મનોગમ મુદ્રણ કરી આપનારાં છાપખાનાં બહુ જ ઓછાં–આંગળીને વેઢે ગણી શકાય એટલાં છે. આથી પોતાના ગ્રંથના રૂપવિધાન માટે આતુર ગ્રંથકારને ઘણીવાર નિરાશા થાય છે. સુંદર, ઉઠાવદાર, સુઘડ ગૌરવવાળાં અંગ્રેજી પુસ્તકો રાતદિવસ એના હાથમાં આવ્યા કરતાં હોય છે, અને પોતાનું પુસ્તક પણ એવા આકર્ષક દેખાવ સાથે બહાર પડે એવી હોંશ હોય છે. પણ ઉપર જણાવેલી પરિસ્થિતિમાં એ બર લાવવી દુષ્કર જણાય છે. આવા સંજોગોમાં, ગ્રંથકારને પોતાને જ જો કાંઇક ચંચુપ્રવેશ એ બાબતમાં હોય તો કોઇ પણ પ્રામાણિક ઉત્સાહી છાપખાનદાર પાસે, સંપૂર્ણ રીતે મન માન્યું નહિ તોપણ સંતોષકારક કામ તે કરાવી શકે. ગ્રંથના દેહઘડતર જેટલું જ વિસ્તારી તેના રૂપવિધાનનું પણ શાસ્ત્ર છે; પરંતુ આ ટૂંકા લેખમાં તો થોડાં માર્ગદર્શનો કરીને જ સમેટવું પડશે. પુસ્તકની એ રૂપરચનામાં આટલી વસ્તુઓ મુખ્યત્વે સધાવી જોઇએઃ સુડોળ અને યોગ્ય બીબાંની પસંદગી; પૃષ્ટાકૃતિમાં તેની પ્રમાણબદ્ધ રચના; બરોબર એકબીજાની પાછળ જ છપાએલાં પૃષ્ઠોની સુગ્રથિત-સુખચિત પૃષ્ટરચના; મનોરમ ઉઠાવ આપતી ચોતરફની કોરી જગ્યાની વહેંચણી; સુઘડ મુદ્રણ; પુસ્તકની જ ભાવના પ્રગટ કરતાં યોગ્ય સુશોભનો અને ચિત્રાલેખનો તથા આંખને રંજક અને સુમેળવાળી રંગરચના. એ બધાં એક પછી એક જોઈએ. ગ્રંથવિધાનનું મોટામાં મોટું અંગ તે બીબાં, જે વડે પુસ્તકનો દેહ આકૃતિ પામે; એટલે એ દેહના રૂપનો વિચાર કરતાં પહેલો જ વિચાર બીબાંનો કરવાનો રહે. ઈંગ્લંડ–અમેરિકામાં તો અનેક રૂપ, મરોડ, ઘાટ, ડોળ, વલણ અને ઉઠાવનાં બીબાં હયાતી ધરાવે છે ને દર વર્ષે તેમાં વધારો થતો જાય છે, એટલે ત્યાં તો ગ્રંથના વિષયના પ્રકાર તથા તેની ભાવનાના પ્રમાણમાં બીબાંની પસંદગી કરવામાં આવે છે. આપણે ત્યાં, દુર્ભાગ્યે, આ ધંધાની શરૂઆત થઇ હશે ત્યારથી બીબાંના જે મરોડ, કદ અને ઘાટ મુકરર થયાં તેમાં ભાગ્યે જીવ જેવો સુધારો કે વધારો થયો છે. એટલે, પસંદગીનું ક્ષેત્ર મર્યાદિત હોવાથી જુદા જુદા ઉદ્દેશ માટે જરૂરનાં વિવિધ ભાવવહન કરતાં બીબાંના અભાવને લીધે કામ સારવામાં અતિશય મુશ્કેલી પણ વેઠવી પડે છે. આપણે ત્યાં બીબાંનાં જે કદ તથા પ્રકાર છે તેની નામવાર ઓળખ આ લેખમાળાના પહેલા જ હપતામાં અપાઈ ગઈ છે; છતાં અહીં તેનાં ઘાટ-રૂપ અને વપરાશના ગુણધર્મ વિષે વિગતે વિચાર કરવાનો હોવાથી આ નીચે તે ફરીથી બતાવ્યાં છે. પ્રત્યેક લીટી જુદા બીબામાં છે, અને તે લીટીમાં-જ તે બીબાનું નામ તથા તેની ઉપેાગિતાનું સૂચન (બની શક્યું ત્યાં) દર્શાવ્યું છે. એ ઉપયોગિતાના મહત્ત્વના પ્રમાણમાં આપણે તેને તપાસીશું. જેને પુસ્તકના body-type કહે છે તે, સમગ્ર ગ્રંથદેહમાં વાપરવામાં આવતાં બીબાંનાં તો આપણે ત્યાં તો મુખ્ય બે જ કદ અને રૂપ છે. એક પાઈકા; બીજો તેનાથી સહેજ મોટો સવાઈ પાઈકા, અથવા ઈંગ્લિશ પાઇકા. ટાઇપોનું કદ સમજવા માટેના પરિમાણને અંગ્રેજીમાં પૉઈન્ટ કહે છે. એક પૉઈન્ટ એટલે એક ઈંચનો ૭૨મો ભાગ. આ ૫રિમાણના માપે ટાઇ૫ જેટલો ઊંચો હોય તેટલા પૉઈન્ટનો કહેવાય. પાઈકા ટાઈપ ૧૨ પૉઈન્ટનો અને સવાઈ પાઇકા ટાઈ૫ ૧૪ પૉઇન્ટનો હોય છે. એટલેકે પાઈકાથી લગભગ સવાયો માટે સવાઈ પાઇકા. પણ આ જ સવાઇ પાઇકા ૧૨ પૉઇન્ટના કદમાં પણ પાડેલો આવે છે; એટલે કે એનો face–મ્હોરો-સવાઇ પાઈકાનો, પણ ઊંચાઇમાં તેનું કદ પાઈકાનું. આ જાતને ‘પાઇકા-નંબર ટુ’ કહે છે. નજીક નજીક લીટીઓવાળું ભર્યુંભર્યું ગીચ લખાણ લેવું હોય, બીબાં મોટાં વાપરવા છતાં લખવાની વધારે લીટીઓ પૃષ્ટમાં લેવી હોય ત્યારે આ ટાઈપ વપરાય છે. ‘કુમાર’નાં પહેલાં પાનાં ઉપર આવતાં કાવ્યો સવાઈ પાઈકામાં આવે છે; ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના અગ્રલેખ બધા ‘પાઈકા-નંબર ટુ’ માં આવતા હતા. એ બંનેની સરખામણી કરવાથી લીટીઓ વચ્ચેની જગ્યાનો તફાવત સમજાશે. ફુટનોટોમાં સ્મૉલ પાઇકા કરતાં આ લાઁગપ્રાઇમર ટાઇપ વાપરવો વધુ ઉચિત છે અવતરણો અને પરિશિષ્ટો માટે ઉપયેાગી આ સ્મૉલ પાઈકા ટાઈપ દેખાવે ગ્રંથદેહ માટે સર્વ કામમાં સર્વમાન્ય થએલો આ પાઈકા ટાઇપ એક જ છે પાઇકા બ્લૅક એટલે જાડા કદનો પાઇકા; પૃષ્ઠપંક્તિઓમાં તે તરી આવે એવાં પેટામથાળાં માટે આ સ્મૉલ બ્લૅક ટાઈપ જેવો સુંદર મરોડનો આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ
અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઇકા બ્લૅક
આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેઈટે પ્રાઈમર બ્લૅકના કરતાં તો
આ સુડોળ અઢાર પૉઈન્ટ ગુજરાતી વધારે રૂપાળો
મથાળાં માટે આ ટુલાઈન ટાઈપ ઉપયો
થ્રી લાઈન તો એમાં જવલ્લે
ફોર લાઇન ટાઇપનો
નાનાં બાળકો (૧૪-૧૫ વર્ષની વય સુધીનાં)ને માટેનાં પુસ્તકોમાં સવાઈ પાઇકા બીબાં વાપરવાં હિતકર છે. બાળકોની કુમળી દૃષ્ટિશક્તિ તથા વાચન ૫ર હજુ સ્થિર થતી આવતી નજરને માટે એનો ગોળ દેખાવડો મરોડ અને મોટું કદ યોગ્ય છે. અથવા તો ઓછું ભણેલા પ્રાકૃત વર્ગ અને લોકસમાજના વાચન માટેનાં પુસ્તકો (ભજનોની ચો૫ડીઓ, ગુટકા વગેરે જેવાં) માટે એ બીબાં જરૂરનાં છે. આ ઉપરાંત કોઇ એાછા લખાણવાળી પણ સુંદર રૂપઘડતરવાળી મોટા કદની ચો૫ડીની edition-de-lux (જેને આપણે અમીરી આવૃત્તિ કહી શકીએ) તૈયાર કરવા માટે એ સુડોળ ઘાટનો ટાઇ૫ સારો પડે. સુંદર મરોડનો એેવો જ એક બીજે ટાઇપ છે; તે અઢાર પૉઈન્ટ ગુજરાતી. ‘નવજીવન પ્રકાશન મંદિર’ના સમયથી આ લખનારે ત્યાંથી પ્રથમ તે ચાલુ કર્યો તે પહેલાં તે તદ્દન ખૂણે પડેલો હતો અને જવલ્લે જ કોઈ છાપખાનામાં પણ મળતો. આજે તો તેણે પોતાનું યોગ્ય સ્થાન સર્વ સ્થળે પ્રાપ્ત કરી લીધું છે. તેની પહેલાં વપરાતા લગભગ તેના જ કદના (૧૬ પૉઇન્ટના) અને જોડીદાર ‘ગ્રેઈટ પ્રાઇમર’ તથા ’ગ્રેઈટ બ્લૅક’ કરતાં તે સુડોળ, રેખાઉતાર અને સહેજ મોટા દેખાવનો છતાં પાતળો હોવાથી વધુ આકર્ષક છે અને ૬ થી ૧૨ વર્ષ સુધીનાં બાળકોનાં પુસ્તકોના body-type તરીકે તેણે નામના મેળવી છે. આ સિવાયનાં બીજાં બધાં કામ માટે પાઈકા ટાઈપ વપરાય છે. સવાઇ પાઇકા કરતાં પાતળા તથા ઊભા ઘાટનો, પણ સુંદર રેખાનો અને સામાન્ય વાચકની નજરને ગમે તેટલા વાચનથી પણ નુકસાન ન પહોંચાડે એવા સુવાચ્ય કદનો એ ટાઇપ, બીજો કોઈ નવો અને વધારે સારો જોડીદાર એની આવેજીએ શોધાય ત્યાં સુધી તો આપણે માટે સોનાનો છે. ગુજરાતી ભાષાના લગભગ સમસ્ત મુદ્રણકાર્યમાં તે વપરાય છે. પાઇકાથી બે પૉઈન્ટ નાનો તે સ્મૉલ પાઈકા. દેખાવમાં તે સારો છે; પરંતુ ઝીણો હોવાથી સમગ્ર ગ્રંથદેહમાં વાપરવો હિતાવહ નથી. મોટા ગ્રંથોમાં અવતરણો તથા પરિશિષ્ટો જે ચાલુ પાઈકા લખાણથી ગૌણ રૂપે તથા જુદાં તરી આવે તેમ છાપી બતાવવાં હોય તેમાં, એનું યોગ્ય સ્થાન છે. એ સિવાય ગજવામાં રાખી શકાય તેવી ગુટકા ઘાટની પુસ્તિકાઓની સુંદર આવૃત્તિમાં એના સુડોળઘાટને લીધે એ ‘બૉડી ટાઇપ’ તરીકે માન પામે તેવો છે. ફુટનોટો—ચાલુ વાંચનમાં પૃષ્ટ નીચે મૂકવામાં આવતી પાદનોંધો કે ટીપો–માં પણ આજ સુધી સામાન્યતઃ એ સ્મૉલ ટાઈપ વપરાતો આવ્યો છે; પરંતુ તેનું કદ પાઈકાથી માત્ર બે જ પૉઈન્ટ ઓછું હોવાથી તે ખાસ જુદો તરી આવતો નથી. એને માટે તો પાઈકા જેવા જ લગભગ ઊભા કદનો અને તેથી ત્રણેક પૉઇન્ટ નાનો-પોણા માપનો લાઁગ પ્રાઇમર ટાઇપ વધારે યોગ્ય છે. તે પાઇકાની લાથે રૂપમાં સુમેળ રચતો છતાં, કદમાં નાનો હોવાથી પૃષ્ટરચનામાં અવતરણ અથવા પાદનોંધ તરીકે વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરીને તરી આવે. આપણે ત્યાં આ પ્રકારે તેનો ઉપયોગ થયો બહુ જાણમાં નહોતો, કેમકે રૂપવિધાનના આ મુદ્દાઓ પર કોઇએ તનો વિચાર નહિ કર્યો હોય, આથી એ રીતે તેને ચાલુ કરવાનો ઇરાદો હતો; ત્યાં તો આ વર્ષમાં પૂનાથી પ્રકટ થવા માંડેલા ગુજરાતી ‘હરિજનબંધુ’માં તેનો એ પ્રકારનો વાપર શરૂ થએલો જોયો, અને આનંદ થયો. સૌને એ જોવાથી લાઁગ-પ્રાઈમર ટાઈપની એ વિશિષ્ટતાની ખાતરી થશે. એ જ પ્રકારે સ્મૉલ ટાઈપ જો સવાઇ પાઇકાની સાથે વપરાય તો બંને મળીને સુગ્રથિત પૃષ્ટરચના કરે. મોટો ટાઇ૫ ગ્રંથદેહમાં અને નાનો પાદનોંધ અથવા અવતરણમાં વ૫રાય તે જ પ્રકારે, એથી ઉલટા ક્રમમાં, ઝીણો ટાઇપ જ્યાં ગ્રંથદેહમાં વ૫રાયો હોય ત્યાં તેનો જોડીદાર એ મોટો ટાઈપ મથાળા તરીકે વાપરવાથી પણ એટલો જ શોભી નીકળે. સ્મૉલ ટાઈપના સળંગ લખાણમાં પેટો-મથાળા તરીકે સવાઈ પાઇકાને વાપરવાથી બહુ સુરાગી રચના થશે. શ્રી બલવન્તરાય ઠાકોરના તાજેતરમાં બહાર પડેલા ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં છેડે ’મનનિકા ટીકા’માં આ રીતનો ઉપયોગ થયો છે તે સુંદર લાગે છે. પાઈકાની સાથે સવાઈ પાઈકા એક સ્થળે વાપરવાથી બહુ સુમેળ સાધે છે. તે તેની પૃષ્ટપંક્તિઓ (જેને ફિગરલાઈન અથવા પેઈજલાઈન કહે છે તે)માં. પ્રત્યેક પૃષ્ટને મથાળે આવતી, તે તે પૃષ્ટનો અંક તથા તેમાંના વિષય કે પ્રકરણનું નામ અને ગ્રંથનામ ધરાવતી આ લીટીઓ કોઈ વાર સ્મૉલ બ્લૅકમાં, કોઈ વાર પાઈકા બ્લૅકમાં અથવા ઘરેડિયાં છાપખાનાંમાં તો વચ્ચે આવી06:16, 10 January 2026 (UTC)સર્પાકારી લીટી મૂકીને ચાલુ પાઇકા ટાઇપમાં જ મૂકી દેવામાં આવે છે; તેને બદલે સવાઈ પાઇકામાં તે લીટી લેવાથી બ્લૅક ટાઇપોની પેઠે કાળા જાડા રૂપમાં આગળ ખેંચાઈ ન આવતાં પૃષ્ટદેહનાં બીબાંની સાથે સુરાગ રચતી છતી જુદી તરી આવશે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ હમણાં જ બહાર પાડેલા ‘વીર નર્મદ’ નામના પુસ્તકમાં આ રચના જોવા મળશે. હવે મથાળાંનાં બીબાં વિષે. પુસ્તકના પૃષ્ઠનું કદ મોટું હોય—ક્રાઉન આઠ પેજી (‘કુમાર’નું કદ) અથવા ડેમી ચાર પેજી (‘સ્ત્રી શક્તિ’નું કદ) હોય—તો પૃષ્ઠપંક્તિઓમાં પાઈકા બ્લૅક અને ચાલુ પૃષ્ઠદેહનાં પેટાંમથાળામાં સ્મૉલ બ્લૅક માફકસર આવી રહે. સ્મૉલ બ્લૅક નાનો, સુડોળ ગોળાકૃતિનો અને ઘેરો–ઘાટો હોવાથી ચાલુ પાઇકાના લખાણમાંથી સારો તરી આવે છે, અને પાઈકા બ્લૅક જ્યાં મોટો પડે ત્યાં તે બહુ જ સુંદર રીતે બંધ બેસે છે. પણ તેનો ઉપયોગ બહુ વિવેકદૃષ્ટિથી કરવો જોઇએ. અહીં એક રમૂજી દૃષ્ટાંત યાદ આવે છે. બૃહદ્ ગુજરાતના એક માસિકના તંત્રી-મિત્રને એ પ્રકારે એ ટાઈપનો ઉપયોગ કરવાનું એકવાર કહેલું, કે પાઇકા ટાઇપના ભર્યા પૃષ્ઠમાંથી કોઈ નાની કવિતા તરી આવે એવી રીતે છાપવી હોય તો સ્મૉલ બ્લેક ઉપયોગનો છે. પણ ત્યારની એ માસિકની બધી જ કવિતાઓ–ગમે ત્યાં લેવાય છતાં–સ્મૉલ બ્લૅકમાં જ આવ્યા કરે છે! સવાઈ બ્લૅક, ૧૮ પૉઈન્ટ અને ટુલાઈન એ, વિષય કે પ્રકરણનાં મથાળાં માટે ઉપયોગનાં બીબાં છે, પણ તેના વપરાશમાં રૂપદૃષ્ટિ અને વિવેકબુદ્ધિ ન વપરાય તો, કાં તો મથાળું માથાભારે થઈ જાય છે, અથવા બહુ પાતળું પડી જઇ વ્યક્તિત્વહીન થઇ રહે છે. આના નિર્ણયનો મુખ્ય આધાર પૃષ્ઠ-દેહના કદ ઉપર તથા મથાળાના પ્રકાર ઉપર રહે છે. સામાન્યતઃ બધાં પુસ્તકો ક્રાઉન સોળ પેજી (‘તણખા’ના કદનાં) હોય છે, કે ક્વચિત આ પુસ્તકના (ડેમી આઠ પેજી) કદનાં હોય છે. એ કદમાં એક જ લીટીનું અને માફકસરનું ટૂંકું વિષય–મથાળું હોય (દાખલા તરીકે વાર્તાનું નામ કે વિષયનું નામ) તો ટુલાઈન ટાઇ૫ સપ્રમાણ રીતે વાપરી શકાય. પરંતુ ‘પ્રકરણ પહેલું–જૂનો અને નવો જમાનો’ એવું બે પ્રકારનું અને લાંબું મથાળું હોય તો ટુલાઇન ટાઇપ માથાભારે થઇ પડે. આવા દાખલાઓમાં સવાઈ બ્લૅક અને ૧૮ પૉઇન્ટને—અથવા ગ્રેઇટ પ્રાઇમર કે ગ્રેઇટ બ્લૅકને—પરસ્પર બંધબેસતા આવે એવા રૂપમાં ગોઠવી લેવાથી સારી રચના થાય છે. માત્ર સંભાળવાનું એટલું કે મથાળું પાતળું ન પડી જતાં તેને તેનું વ્યક્તિત્વ મળી રહે ને છતાં તે માથાભારે ન થઈ જતાં સપ્રમાણ ગોઠવાઇ રહે. ઉપરાંત બે પ્રકારનાં મથાળાંમાં ચડાઊતરી વપરાતો ટાઈપ તે તે લીટીના મહત્ત્વ અનુસાર વપરાય. ‘પ્રકરણ પહેલું’ એને સવાઇ બ્લૅકમાં અને તેની નીચે ૧૮ પૉઇન્ટમાં ’નવો અને જૂનો જમાનો’ એ રીતે લેવાથી આ અર્થ સરશે. ‘વીર નર્મદ’ નામના પુસ્તકમાં આ રચના જોઇ શકાશે. રૉયલ આઠ પેજી કે ક્રાઉન આઠપેજી જેવા કદનાં પુસ્તકોમાં આ જ પ્રકારે ટુલાઈન સાથે ગ્રેઇટ બ્લૅક કે ૧૮ પૉઇન્ટનો ટાઈપ વાપરી શકાય. થ્રીલાઇન ટાઇપનો ઉપયોગ ગ્રંથમાં તો માત્ર અગ્રપૃષ્ઠ–ટાઈટલ પેઇજ–ઉપર જ થઈ શકે એવું છે. ફોરલાઇન ટાઇ૫ પણ મોટા કદનાં પુસ્તકોમાં એવા ઉપયેાગમાં આવે. પણ તે ઉપરાંત તેનો ખરો ઉપયોગ તો પ્રકરણ કે વિષયની શરૂઆતમાં પ્રથમાક્ષર તરીકે મૂકવા માટેનો છે. તેની ઊંચાઈ બરોબર પાઇકા ટાઇપની બે લીટીના માપની હોવાથી તેના પેટામાં એ લીટીઓ બંધબેસતી આવી રહે છે, પૃષ્ઠ નાનું હોય કે મોટું પણ પાઈકા ટાઇપની ગમે તે પૃષ્ઠાકૃતિમાં ઘણા ઔચિત્યપૂર્વક એ શોભી રહે છે. આ લેખની શરૂઆતમાં તે એ રીતે વપરાયો છે એ જોવાથી આ હકીકત સ્પષ્ટ સમજાશે. ટાઇપોના વાપરનાં ઉપર બતાવ્યાં તે માર્ગદર્શન તો માત્ર પ્રાથમિક સમજણ પૂરતાં છે. તેનો આધાર લઇ સારી રૂપદૃષ્ટિ ધરાવનાર કોઈપણ માણસ અવનવી યોજનાઓ ઉઠાવી શકે. ગ્રંથદેહની રૂપાકૃતિ સરજવામાં બીજી એક અગત્યની વસ્તુ તે art of spacing. બીબાંવાળી અને કોરી, એ બે પ્રકારની જગ્યાઓનાં મૂલ્ય સમજી તુલનાપૂર્વક તથા વિવેકદૃષ્ટિથી તેની રચના કરવી અને પૃષ્ઠભાગ પરના એ કાળા અને ધોળા બે સમૂહ એકબીજાને પડછે પરસ્પરને અનુષંગી સોહી રહે એમ વહેંચવા એ ઠરેલી કલાદૃષ્ટિ માગી લે છે. પૃષ્ઠના કદના પ્રમાણમાં તેની ચારે તરફના માર્જિન કેટલા કોરા મૂકવા, પ્રકરણને મથાળે કેટલી કોરી જગ્યા રાખવી, પ્રકરણનાં નામ અને લખાણની શરૂઆત વચ્ચે કેટલી જગ્યા છોડવી, પૅરેગ્રાફ કેટલે આધૂરેથી શરૂ કરવા, મુખ્ય લખાણ અને ફુટનોટો વચ્ચે કેટલી જગ્યા કોરી મૂકવી, આ બધી બાબતો ગ્રંથદેહની રૂપાકૃતિ સરજતી વેળા ખ્યાલમાં રાખવી જોઈએ. એમાં સૌથી વધારે અગત્યની અને હમેશ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબત એ કે બીબાંવાળા ભાગની આકૃતિ—એ સમૂહ, એટલો ભર્યોભર્યો અને બીબાંથી સુખચિત–પ્રમાણસર ઠાંસેલો–હોવો જોઇએ કે સહેજ દૂરથી જોતાં પૃષ્ઠ એક સળંગ કાળા સમૂહ જેવું જ લાગે. પશ્ચિમના ગ્રંથવિધાનના માન્ય કલાકારોનો એ મત છે. તેઓ તો આદર્શ તરીકે જૂનાં પુસ્તકો નિરખવાનું કહે છે. આપણા પૂર્વના દેશોની હસ્તલિખિત પોથીઓ જુઓ કે પશ્ચિમના પુરાણા ગ્રંથો જુઓ; પ્રાચીન શિલાલેખો કે તામ્રપત્રો જુઓ,– બધે જ આ પદ્ધતિ જણાશે. એકધારા સુડોળ અક્ષરે, શબ્દો વચ્ચે તદ્દન ઓછી કોરી જગ્યા મૂકીને કરેલું, પૅરગ્રાફો કે કોરી જગ્યાના કોઇપણ ગાળા વિનાનું સળંગ લખાણ ધરાવતા એ ગ્રંથ કે પોથીનું કોઇપણ પૃષ્ઠ તમને એટલું સુગ્રથિતને ભર્યુંભર્યું લાગશે કે જરા દૂર મૂકીને જોતાં સમગ્ર પૃષ્ઠાકૃતિ, ચોમેર સપ્રમાણ વહેંચાએલી કોરી જગ્યા વચ્ચે કોઇ ચિત્ર આવી રહ્યું હેાય તેવી સોહામણી જણાશે. આ જ ધોરણ નજર આગળ રાખીને આપણા ગ્રંથેની પૃષ્ઠરચના થવી જોઈએ. આમ હોવાથી, શબ્દો અને લીટીઓ વચ્ચે કોરી મૂકવાની જગ્યા એ ગ્રંથના રૂપવિધાનમાં ઘણી અગત્યની વસ્તુ છે. તેનું મહત્ત્વ જો બરોબર સમજાઈ જાય તો પૃષ્ઠદેહનું રૂપ અને પ્રમાણ ઘડવામાં બહુ સરળતા થઈ પડે. એટલે ટાઈપની એાળખની સાથે સાથ કોરી જગ્યાઓ નાખવાનાં સાધનોની ઓળખ પણ જરૂરની છે. બે શબ્દો વચ્ચે છુટી જગ્યા પૂરવાનાં સાધનોને ‘સ્પેઈસ’ કહે છે; અને બે લીટીઓને છુટી કરવા માટે વપરાતા સાધનને ‘લેડ’ કહે છે. આ સ્પેઈસ અને લેડની જાડાઈ તથા પહોળાઈનાં મા૫ માટે પરિમાણ તો ઉપર જાણી ગયા તે ‘પૉઈન્ટ’નુંજ. ટાઇપનું માપ જેમ ઊંચાઈથી ઠરે, તેમ સ્પેઇસનું માપ તેની જાડાઇથી. પાતળામાં પાતળો સ્પેઈસ બે પૉઈન્ટનો અને જાડામાં જાડો ૧૨ પૉઇન્ટનો હોય છે. વળી પહોળાઈમાં ૧૨ પૉઇન્ટ એ ટાઇપ-લીટીની લંબાઇ માપવાનું પણ એક પરિમાણ છે. તેને ‘એમ’ કહે છે. ૧૨ પૉઇન્ટનો એક ‘એમ’; અને છ ‘એમ’નો એક ઇંચ; એ બે પરિમાણો સિવાય લાંબું કોષ્ટક એમાં નથી. છાપખાનદારો અને કારીગરો આ ‘એમ’ના વિભાગોના નામથી સ્પેસ તથા લેડને ઓળખે છે. બે પૉઈન્ટ એ એક ‘એમ’નો છઠ્ઠો ભાગ એટલે તેવા સ્પેઇસને તેઓ ‘છવાળા’ સ્પેઈસ કહે છે; એટલેકે એક એમમાં જે છ સમાય તે સ્પેઈસ. આ રીતે ત્રણ પૉઈન્ટ પહોળા સ્પેઈસને ચારવાળા, ચાર પૉઈન્ટ પહોળા સ્પેઈસને ત્રણવાળા અને છ પૉઈન્ટ સ્પેઈસને અરધો એમ કહે છે. આ જ રીતે ૧ પૉઈન્ટ જાડા લેડને બારવાળા, ૧.૫ પોઈન્ટ જાડા લેડને આઠવાળા; બે પૉઈન્ટના લેડને છવાળા, એમ ઓળખે છે. લેડ પાતળામાં પાતળો ૧ પૉઈન્ટનો અને જાડામાં જાડો ત્રણ પૉઈન્ટનો આવે છે. જેને loose compose કહે છે તેવું, વચ્ચે કોરી જગ્યાની નદીઓ વહેતી હેાય એવું ઢીલું વેરવિખેર ટાઈપકૉમ્પોઝ રૂપદૃષ્ટિએ દૂષિત ગણાય છે. આજે સામાન્ય નિયમ એ ગણાય છે કે શબ્દો વચ્ચે ત્રણવાળા અને અરઘા ‘એમ’ના સ્પેસ વપરાય, અને એક વાક્ય પૂરૂં થયા પછી એક એમ જગ્યા કોરી મૂકીને નવું શરૂ થાય. આ નિયમોની સાથે કૉમ્પોઝિટરો પોતાની સગવડ ખાતર થોડી છૂટ લે એટલે પછી પૃષ્ઠ વચ્ચે કોરી જગ્યાના ધોધ વહે એમાં નવાઈ નહિ. પશ્ચિમના ગ્રંથવિધાયકો આદર્શ રચનામાં તો ઓછામાં ઓછી બે પૉઈન્ટની અને વધારેમાં વધારે ચાર પૉઈન્ટની સ્પેસો જ વાપરવાના મતના છે. પૅરેગ્રાફ બહુબહુ તો એક ‘એમ’નો; બે પૅરેગ્રાફો વચ્ચે વધારાનો લેડ નહિ; અને લીટીઓ વચ્ચેના લેડ પણ પાતળામાં પાતળા—દોઢ કે બે પૉઇન્ટના. આપણે ત્યાં તો આટલા બારીક સ્પેસિંગનાં સાધન પણ કોઇ વિરલ છાપખાનામાં હશે. તાત્પર્ય એ કે પૃષ્ઠનો દેખાવ સુખચિત લાગે એ મુદ્દો નજર આગળ રાખી એ પ્રકારની રચનાનો તથા સ્પેઈસ એકસરખી, એકધારી રાખવાનો આગ્રહ ધરાવવો. કોરી જગ્યાની છૂટ મૂકવામાં જે તોલનશક્તિ અને વિવેકબુદ્ધિ જોઇએ તેની વાત ઉપર આવી ગઇ. એ તોલન અને ગણત્રી પૃષ્ઠના કદ અને તેમાં આપણને મળતા black mass–ટાઇ૫થી ભરેલા સમૂહ-ના કદ ઉપર અવલંબે છે. માર્જિનો કઇ ઢબે રાખવાં તેની વિસ્તૃત અને ચિત્રો સાથેની સમજણ આ લેખમાળાના બીજા હપતામાં આવી ગઇ છે, એટલે અહીં તેનું લંબાણ કરવાની જરૂર નથી; અને એકવાર એ પ્રમાણુબુદ્ધિ આવી જાય એટલે કોઇપણ ચબરાક માણસ તેમાંથી અવનવી રચનાના ઉઠાવ ઉપજાવી શકે. પ્રકરણનાં મથાળાં ચીલાચાલુ પદ્ધતિએ વચ્ચે જ ન રાખતાં એક છેડે ગોઠવી શકાય; પ્રથમાક્ષરોના પેટામાં ભલેને બે લીટી બંધબેસતી સમાઈ જતી હેાય છતાં એ મોટા ટાઇપને એકલો મિનારા જેવો છુટો પણ ઊભો કરી શકાય; પ્રથમાક્ષરો લીટીની શરૂઆતથી જ ન લેતાં લીટીની વચ્ચેથી પણ શરૂ કરી શકાય. પરંતુ આ બધી છૂટ લેનારમાં કોરી અને ભરેલી જગ્યાઓમાં પ્રમાણ સમજવાની તથા તેનું તોલન કરવાની સારી શક્તિ આવી ગએલી હોવી જોઇએ. અંતે તો માણસની રસવૃત્તિ અને રૂપદૃષ્ટિ જ મહત્ત્વની છે. એવી દૃષ્ટિ વિનાનો છાપખાનદાર સાધનોના ખડકલા પોતાને ત્યાં હોવા છતાં પણ તમને સંતોષકારક કામ ન આપી શકે; જ્યારે બહુ પરિમિત તથા નજીવાં સાધનો વડે ચલાવતો પણ એ દૃષ્ટિ ધરાવતો મુદ્રક તમારા પુસ્તકનું મનમોહકરૂપ સરજી શકે. કલાનું સ્થાન જીવનના એકેએક ક્ષેત્રમાં છે. એક નાચીઝ શકોરૂં ઘડનાર કુંભકારથી માંડીને મોટા શિલ્પી સુધીના બધા ધંધાઓમાંના એવા કલાકારો એ સમાજનું ઉત્કૃષ્ટ અંગ છે, સમાજની સમૃદ્ધિ છે. પ્રજાની ઊંચી રસદૃષ્ટિ અને સુરૂપતા માટેનો શોખ જ તેને સરજાવશે. પુસ્તકના સર્વસામાન્ય રૂપવિધાનનું મુખ્ય અંગ આપણે જાણ્યું. હવે તેનાં સુશોભનો તથા ચિત્રાલેખનો વિષે વિચાર કરીશું.
બચુભાઈ રાવત