વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંધી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 128: Line 128:
ગુજરાતી કવિતામાં છંદને ખાતર લઘુગુરુની છૂટ લેવાનું સ્વાભાવિક થઈ ગયું છે. ‘કાન્ત’ જેવા કોઈ વિરલ કવિ આમાં અપવાદરૂપ છે. છતાં અક્ષરમેળ વૃત્તોમાં સંસ્કૃત તત્સમ શબ્દોમાં આવું સ્વાતંત્ર્ય ઇષ્ટ નથી લાગતું. 'મારાય પુત્ર, વધૂ ને દીકરી જમાઈ.” અહીં વસંતતિલકામાં 'વધૂ' શબ્દને લઘુ ઉચ્ચારવાનું કષ્ટકર છે. ગુજરાતીમાં જ્યારે 'વધૂ' - 'વધુ' જેવા બે સ્વતંત્ર શબ્દો હોય ત્યારે આ છૂટ વધારે કષ્ટદાયક છે. “દુરિત સુચરિત સર્વ અપકૃષ્ટ, ઉત્કૃષ્ટ સૌ'ના પૃથ્વીમાં 'દુરિત'માં અને 'સુચરિત'માં 'રિ' ગુરુ ઉચ્ચારવો પડે છે. મંદાકાન્તામાં 'કિરીટિ’નેમાં 'કિ' અને 'ટિ'ને કેવી રીતે ગુરુ ઉચ્ચારવા? એ જ રીતે, મંદાક્રાન્તામાં “જો શિશિરે શરીર થથરે ગ્રીષ્મ આવે અવશ્ય” “શિશિરે'માં બંને 'શિ' ગુરુ ઉચ્ચારવા પડે તે અસહ્ય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
''''ઉલ્લાસ કરીએ' : શ્રેષ્ઠ કૃતિ'''
'''‘ઉલ્લાસ કરીએ' : શ્રેષ્ઠ કૃતિ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યસંગ્રહનું નિરપવાદ સૌથી શ્રેષ્ઠ કાવ્ય છે: 'ઉલ્લાસ કરીએ'. કવિની કાવ્યપદાવલિ દીપ્તિભર્યા સહજસ્વાભાવિક પ્રાસાનુપ્રાસથી ચમકે છે, “વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિનાં”, “સુખીદુઃખી, ઘેલા, સમજુ સલૂણા, કૈંક નગુણા”, “રસે, ગંધે, સ્પર્શે”, “બધું જાણીમાણી, જીવનવન”ના આંતરપ્રાસો કેટલી સાહજિકતાથી ગોઠવાઈ ગયા છે. “પશુ, પંખી, પુષ્પો” અને “તરુ, પરણ, ને અદ્રિઝરણાં”ના વર્ણસંગીતથી છંદોલય સમૃદ્ધ બન્યો છે.