ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/વલ્લભજી હરિદત્ત આચાર્ય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 37: Line 37:
<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
Here is the data converted into a three-column MediaWiki table.
```mediawiki
{| class="wikitable"
|-
! ક્રમ
! શીર્ષક
! વર્ષ / સમયગાળો
|-
|-
| (૧)
| (૧)

Revision as of 03:03, 30 January 2026

વલ્લભજી હરિદત્ત આચાર્ય

એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ, જુનાગઢના વતની; જન્મ સં. ૧૮૯૬ના જ્યેષ્ઠ વદ ૧૨ ને રોજ થયો હતો: પિતાનું નામ હરિદત્ત અને માતુશ્રીનું નામ વિજયકુંવર છે. તેમનો પ્રથમ વિવાહ સં. ૧૯૦૨માં વોરા ગીરજાશંકર દેવજીની જ્યેષ્ઠ પુત્રી સાથે થયો હતો; તેમનું મૃત્યુ થતાં બીજી વારનો વિવાહ સં. ૧૯૧૪માં થયેલો.

જુનાગઢની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરેલો; અહિં કવિતા લખવાનો શોખ લાગેલો; અને કેટલાક શ્લોકો પણ રચ્યા હતા. સં. ૧૯૧૭માં પંડિત ભગવાનલાલ ઇંદ્રજીને અશોકના શિલાલેખોની નકલ ઉતારવામાં તે મદદ કરતા અને તે બદલ તેમને રૂ. ૧૦/- માસિક ડો. ભાઉ દાજી તરફથી મળતા. તે પછી તેમની તબીયત બગડી હતી; પણ ધોઘા હવા ફેર જતાં તે સુધરી હતી. તે ગાળામાં વલ્લભજીએ જુનાગઢમાં સર્વ માતાજીનો ગરબો, ચંડીપાઠના સારનો ગરબો, ચંદ્રહાસ આખ્યાનના દુહા વગેરે કર્યા હતા. સં. ૧૯૧૯માં પાટણ જવાનું થતાં ત્યાંના શિલાલેખોની નકલ કરી, તે નકલોને પુસ્તક રૂપે બાંધી કર્નલ વોટસનને તે બતાવી હતી, અને ત્યારથી તેમની સાથે સંબંધ બંધાયો હતો. વૈદિક નિઘંટુનો શ્લોકબદ્ધ કોશ તેમજ કેટલાક ગરબા આ વર્ષમાં લખ્યા હતા.

તે પછી જુદે જુદે સ્થળે પ્રથમ શિક્ષક તરીકે તેમણે કામ કર્યું હતું; સં. ૧૯૨૪માં પ્રેસ મેનેજર તરીકે તે નિમાયા; અને નવાબ સાહેબની કૃપા થવાથી તેમની સાથે હરવાફરવાનું ઘણું થતું હતું.

સન ૧૮૮૮માં વિકટોરીઆ જ્યુબિલિ મ્યુઝિયમમાં તેમની નિમણુંક થઈ હતી; પછીથી એ ફંડનો બીજા કાર્યમાં ઉપયોગ થતાં સન ૧૮૯૨માં વોટસન મ્યુઝિયમ ઓફ એન્ટીક્વીટીઝમાં ફેરફારી થઈ હતી. અને તે જગો પર જીવનપર્યંત નોકરી કરી હતી. એ મ્યુઝિયમનો સંગ્રહ વધારવા અને વ્યવસ્થિત કરવામાં સ્વર્ગસ્થે ઘણો શ્રમ લીધો હતો; અને પ્રતિ વર્ષ કાઠિયાવાડમાં પ્રવાસ કરીને અનેક ઐતિહાસિક અવશેષો પ્રાપ્ત કર્યા હતા. જે માટે આખું ગુજરાત તેમનું સદા ઋણી રહેશે. તેમની પ્રવાસનોંધો કિંમતી છે અને ઈતિહાસના અભ્યાસકોને તે બહુ ઉપયોગી માલુમ પડશે.

એમનો એ શોખ–પુરાતત્ત્વ, સંશોધન વગેરેનો–એમના પુત્ર શ્રી ગિરિજાશંકરભાઈમાં વારસામાં ઊતરેલો છે, અને એમણે પિતાનું એક પુરાતત્વિદ તરીકેનું નામ અને સ્થાન સારી રીતે સાચવીને, શોભાવ્યું છે.

–:એમની કૃતિઓ – (૧) વાઘેશ્વરીની હમચી. - વિ. સં ૧૯૧૭ (૨) ચંડીપાઠના સારનો ગરબો. -૧૯૧૮ (૩) ચંદ્રહાસોપખ્યાનના દુહા. – ૧૯૧૮ (૪) વૈદિક નિઘંટુનો શ્લોકબદ્ધ કોશ. – ૧૯૧૯ (૫) નવરાત્રીના ગરબા સ્તોત્ર. – ૧૯૨૧ (૬) પ્રબોધ ચંદ્રોદય નાટકનું ગુજરાતીમાં ભાષાંતર. - ૧૯૨૨-૩૦ (૭) ધર્મમાળાનું ભક્તિવિચાર સૂત્ર. - ૧૯૨૭ (૮) ચંડીઆખ્યાન ચંડીપાઠ પદ્યમાં (ગુજરાતી). - ૧૯૩૦-૩૯ (૯) મહિમ્નસ્ત્રોત્ર. -૧૯૩૨ (૧૦) સદ્ગુણી સ્ત્રી ચરિત્ર. -૧૯૪૩ (૧૧) વોટસન વિરહ ગુજરાતી પદ્ય. - ૧૯૪૫-૫૨ (૧૨) સોમનાથની સંસ્કૃત આરતિ. (૧૩) રામાયણ સમશ્લોકી—ગુજરાતીમાં (અપ્રસિદ્ધ). – ૧૯૫૮ (૧૪) સૈરંધ્રી ચંપુ. -૧૮૫૯-૬૩ (૧૫) કીર્તિ કૌમુદી સમશ્લોકી-ગુજરાતીમાં. -૧૯૬૨-૬૪ (૧૬) વિક્રમાંક દેવચરિત્-ગુજરાતી ભાષાંતર. - ૧૯૬૪


—:એમની કૃતિઓ:—

(૧) વાઘેશ્વરીની હમચી ૧૯૧૭
(૨) ચંડીપાઠના સારનો ગરબો ૧૯૧૮
(૩) ચંદ્રહાસોપખ્યાનના દુહા ૧૯૧૮
(૪) વૈદિક નિઘંટુનો શ્લોકબદ્ધ કોશ ૧૯૧૯
(૫) નવરાત્રીના ગરબા સ્તોત્ર ૧૯૨૧
(૬) પ્રબોધ ચંદ્રોદય નાટકનું ગુજરાતીમાં ભાષાંતર ૧૯૨૨-૩૦
(૭) ધર્મમાળાનું ભક્તિવિચાર સૂત્ર ૧૯૨૭
(૮) ચંડીઆખ્યાન ચંડીપાઠ પદ્યમાં (ગુજરાતી) ૧૯૩૦-૩૯
(૯) મહિમ્નસ્ત્રોત્ર ૧૯૩૨
(૧૦) સદ્ગુણી સ્ત્રી ચરિત્ર ૧૯૪૩
(૧૧) વોટસન વિરહ ગુજરાતી પદ્ય ૧૯૪૫-૫૨
(૧૨) સોમનાથની સંસ્કૃત આરતિ
(૧૩) રામાયણ સમશ્લોકી—ગુજરાતીમાં (અપ્રસિદ્ધ) ૧૯૫૮
(૧૪) સૈરંધ્રી ચંપુ ૧૮૫૯-૬૩
(૧૫) કીર્તિ કૌમુદી સમશ્લોકી-ગુજરાતીમાં ૧૯૬૨-૬૪
(૧૬) વિક્રમાંક દેવચરિત્-ગુજરાતી ભાષાંતર ૧૯૬૪

તે ઉપરાંતઃ- (૧) કવિતા વાક્ય શતક. (૨) સાવિત્રી ચરિત્રનાં ઢાળિયાં. (૩) આરતીમાલા. (૪) અન્ત્યપ્રાસ કોશ. (૫) અશોક તેમજ ક્ષત્રપ સંબંધી ભાષણો.