સંકેતવિસ્તાર/સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 4: Line 4:
આ લખાણને બે ભાગમાં વિભાજિત કર્યું છે : એમાં પહેલા ભાગમાં ‘પ્રતીક’ સંજ્ઞાને અનુલક્ષીને પ્રથમ વ્યાપકપણે અને પછી સાહિત્યમાં પ્રયોજાતાં પ્રતીકોનું સ્વરૂપ અને તેના કાર્ય વિશે કેટલોક સંક્ષિપ્ત વિચાર રજૂ કર્યો છે; જ્યારે બીજા ભાગમાં ‘અર્થઘટન’ સંજ્ઞા વિશે સ્પષ્ટતા કરી સાહિત્યમાં પ્રતીકસંવિધાનને કારણે અર્થઘટનના કોઈ ખાસ પ્રશ્નો ઊભા થાય છે કે કેમ તેનો વિચાર કર્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે પ્રથમ નોંધીશું કે, છેલ્લા બેત્રણ દાયકાઓ દરમ્યાન આપણા વિવેચનમાં ‘કલ્પન’, ‘પ્રતીક’ અને ‘દેવકથા’ (અં. ‘મિથ’) જેવી સંજ્ઞાઓ વત્તેઓછે અંશે પ્રચારમાં આવી છે. આ સમયગાળામાં કળા અને સર્જકતા વિશે આપણે ત્યાં જે નવી વિભાવના સ્વીકાર પામી તેને લક્ષમાં લેતાં આપણા વિવેચનમાં આ સંજ્ઞાઓનો પ્રવેશ એ સમજાય તેવી વાત છે. જો કે એ વિશે જોઈએ એવી તાત્ત્વિક ચર્ચા આપણે ત્યાં થઈ નથી. ‘પ્રતીક’ ‘પ્રતીકવાદ’ કે ‘પ્રતીકીકરણ’ જેવી સંજ્ઞાઓને જ્યારે આપણે સાહિત્યકળાના સંદર્ભે યોજવા જતા હોઈએ ત્યારે એના સૂચિતાર્થો વિશે આપણે શક્ય તેટલા સ્પષ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ મને લાગે છે.

Line 22: Line 22:
કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન આવા એક પ્રતીકના પ્રવેશની સાથોસાથ ખરેખર તો એક વિશેષ પરિમાણ ઊભું થઈ જતું હોય છે. એમાં પ્રતીક લેખે આવતા પદાર્થની સાથે સંપૃક્ત રહેલાં અર્થો વિચારો અને લાગણીઓ પણ અનુસંધિત થઈ જતાં હોય છે, કવિના સંવિદ્‌ને એ રીતે એક વિશેષ ચૈતસિક સંકુલનો સંયોગ થતો હોય છે, તો બીજી બાજુ કૃતિના વિશિષ્ટ સંદર્ભથી એ પ્રતીક સાથે જડાયેલા અર્થો વિચારો અને લાગણીઓ વત્તેઓછે અંશે નિયંત્રિત થતાં હોય છે. કૃતિમાં આકાર પામતા સંવેદનમાં અંતર્હિત રહેલી તરેહોમાં પ્રતીક સંવાદી બની રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે. એ રીતે પ્રતીક એ કૃતિની રચના (structure) અને પોત(texture)-માં જે લાગણીઓ અર્થો અને સાહચર્યો ગૂંથાતાં આવે છે તેમાં તે intersecting point બની રહે છે. એ ખરું કે પ્રતીક તરીકે ઓળખાતા પદાર્થમાં આપણે કૃતિના ભાવો અને વ્યંજનાઓને ઘનીભૂત રૂપમાં પ્રત્યક્ષ કરતા હોઈએ છીએ પણ એ સર્વ સંદર્ભથી જ વિશેષ રૂપ પામે છે, એટલે સંદર્ભથી અલગ કરીને તેમાં અમુક ભાવ કે અર્થનું આરોપણ કરવાની પ્રવૃત્તિ નિરર્થક જ નીવડશે. મહત્ત્વની વાત એ છે કે કાવ્યરચનામાં metaphor નિર્માણની જે એક સતત પ્રક્રિયા ચાલી રહી હોય છે તે પ્રતીકમાં આત્યંતિક ઉન્મેષ રૂપે જોવા મળે છે. પ્રતીકરચના એ રીતે સર્જનપ્રક્રિયાના કેન્દ્રમાં રહેલી જીવાતુભૂત ઘટના છે, એ કોઈ બહારથી આણવામાં આવેલી વધારાની પ્રવૃત્તિ નથી. બલકે, પ્રતીક એના સંદર્ભમાં સમસંવાદી બનીને એકરૂપ બની જવું જોઈએ. એ જ્યારે કૃતિના પોતમાં બરોબર સંવાદી બન્યું ન હોય કે કઢંગી રીતે પોતમાંથી બહાર તરી આવતું હોય કે અલગપણે પોતામાં જ બધું ધ્યાન ખેંચી રહેતું હોય એ કોઈ રીતે ઇષ્ટ પરિસ્થિતિ નથી. આથી સર્જકને પક્ષે મોટી જવાબદારી એ ઊભી થાય છે કે તે જ્યારે પોતાની કૃતિમાં પ્રતીકનું આલંબન લેવા ચાહે છે ત્યારે તેને ધારણ કરી શકે તેવું સમર્થ કાઠું તેણે નિર્માણ કરી આપવું જોઈએ.

પ્રથમ ભાગની વિચારણામાં આપણે એમ જોયું કે સાહિત્યકૃતિમાં પ્રયોજાતું પ્રતીક બહારના જગતના કોઈ પદાર્થ કે વિચારનું પ્રતિનિધાન કરવા આવતું ઘટક નથી. કૃતિમાં નિરૂપાતી લાગણીઓ અર્થો અને મૂલ્યો એમાં intersecting point પર જોડાય છે. પ્રતીક એ રીતે ઘણી વાર પરસ્પરભિન્ન કે વિરોધી લાગતા અંશોનો સંકુલ બની રહે છે. એટલે એના અર્થબોધના તેમ અર્થઘટનના પ્રશ્નો સંભવી શકે છે, તેમાંયે સાંસ્કૃતિક પરંપરામાંથી સ્વીકારાયેલાં પ્રતીકોના વિશેષ પ્રશ્નો સંભવે છે.