નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એક સિનેમેટિક ગઝલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 22: Line 22:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ને અરીસમાં જોઉં કે...  
|previous = મને અરીસમાં જોઉં કે...
|next = ગઝલ : ઠુમરી
|next = ગઝલ : ઠુમરી
}}
}}

Latest revision as of 16:44, 22 February 2026

એક સિનેમેટિક ગઝલ

દૂર હોડી, ગીત ધીમું, સહેજ કૅમેરા ફરે,
ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠા ઉપર પાછા ફરે.

આંગળીઓ ટૅપની સ્વીચ પર અને ધીમી તરજ,
ફીણ ઊછળે ગ્લાસમાં ને મેક-અપ ફેરા ફરે.

કાગડાનાં ઝુંડ આકાશે ઊડે બે ચાર ક્ષણ,
‘બદ્તમીઝ’ કહેતા વિલનની આંખમાં ભાલા ફરે.

હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળાં ફરે.

લોન્ગ, સીન, ગાડી ઊભી હાંફે હિરોઈનનું રુદન;
એક ભાડૂતી કુલીની છાતી પર પાટા ફરે.

ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠાથી જાણે દૂર દૂર;
દૂર હોડી ગીત ધીમું સહેજ કૅમેરા ફરે.