સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જય જય ગરવી ગુજરાત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જય જય ગરવી ગુજરાત!}}
{{Heading|જય જય ગરવી ગુજરાત!|નર્મદાશંકર}}
{{center|<poem>
{{center|<poem>
જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત!

Latest revision as of 03:05, 27 March 2026

જય જય ગરવી ગુજરાત!

નર્મદાશંકર

જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત!
દીપે અરુણું પરભાત.
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત—
ઊંચી તુજ સુન્દર જાત,
જય જય ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ, ૧૦
ને સોમનાથ ને દ્વારકેશ, એ પશ્ચિમ કેરા દેવ,
છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત!
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટનાં જુદ્ધ રમણ ને રત્નાકર સાગર,
પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;
સંપે સોહે સહુ જાત,
જય જય ગરવી ગુજરાત!
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જેસંગ;
તે રંગથકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!
શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત;
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત