સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બનાવટી ફૂલોને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. બનાવટી ફૂલોને}} | {{Heading|૧. બનાવટી ફૂલોને|પ્રહ્લાદ પારેખ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap|4em}}બનાવટી ફૂલોને | {{gap|4em}}બનાવટી ફૂલોને | ||
Latest revision as of 03:15, 27 March 2026
૧. બનાવટી ફૂલોને
પ્રહ્લાદ પારેખ
બનાવટી ફૂલોને
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં, ૫
કદી અંબોડામાં
રહો છો, ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
‘પરંતુ જાણ્યું છે,
કહી વા માણ્યું છે, ૧૦
શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?’
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું:
‘તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું: ૧૫
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?’