સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નોકરી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 7: Line 7:
સ્હેવાય કેમે જ? થયું છ મોડું  
સ્હેવાય કેમે જ? થયું છ મોડું  
પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?'  
પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?'  
ને બોલતો મામદ ત્યાં : 'અલી એ 
ને બોલતો મામદ ત્યાં : 'અલી એ 
જોને રડે આ મુજ સાથ આવવા!  
જોને રડે આ મુજ સાથ આવવા!  
ન જાણતો એટલુંયે ગમાર  
ન જાણતો એટલુંયે ગમાર  
કે સા'બને ત્યાં ન અવાય એથી.  
કે સા'બને ત્યાં ન અવાય એથી.  
શું હોય તે લાડ કદીય આવાં?
શું હોય તે લાડ કદીય આવાં?
છે આવવું, આવવું છે, કરી કરી ૧૦
છે આવવું, આવવું છે, કરી કરી
જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો!  
જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો!  
તું લે છ આ મૂરખને?' અને ફર્યો  
તું લે છ આ મૂરખને?' અને ફર્યો  
ખિજાઈને હાસમ મેર બોલતાં :
ખિજાઈને હાસમ મેર બોલતાં :
‘છે આવવું ને મુજ સાથ તારે?  
‘છે આવવું ને મુજ સાથ તારે?  
લે! આવજે 'લ્યા, રડજે હવે તું;  ૧૫
લે! આવજે 'લ્યા, રડજે હવે તું; 
થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી
થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી
એને ધરી થપ્પડ બેક દીધી.
એને ધરી થપ્પડ બેક દીધી.
'મારો છ કાં? છોકરું આ શું જાણે?  
'મારો છ કાં? છોકરું આ શું જાણે?  
તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો  
તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો  
મારો છ તે! મારી જ સાવ નાખો.’ ૨૦
મારો છ તે! મારી જ સાવ નાખો.’
બીબી વદી તે બહુ મોડું થાતાં  
બીબી વદી તે બહુ મોડું થાતાં  
ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો.  
ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો.  
ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો
ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો
વીંઝે છ કાળા નિજ કોરડાને;  
વીંઝે છ કાળા નિજ કોરડાને;  
ને સૂસવી સૂસવી વાયરાઓ ૨૫
ને સૂસવી સૂસવી વાયરાઓ
ફુત્કારતા લાખ ફણીધરો શા;  
ફુત્કારતા લાખ ફણીધરો શા;  
ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી  
ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી  
વીંધી રહ્યાં મામદના શરીરને;  
વીંધી રહ્યાં મામદના શરીરને;  
ને હોઠ ભીંસી, જડબું પરાણે  
ને હોઠ ભીંસી, જડબું પરાણે  
દબાવી, મૂઠી નિજ બેય વાળી, ૩૦
દબાવી, મૂઠી નિજ બેય વાળી,
લપેટતો દુર્બળ દેહ કોટના  
લપેટતો દુર્બળ દેહ કોટના  
કાળા અને જીરણ ચીંથરામાં,  
કાળા અને જીરણ ચીંથરામાં,  
ધપી રહ્યો મામદ ઘેર સા'બના.
ધપી રહ્યો મામદ ઘેર સા'બના.
‘લ્યા! કેમ મોડો?’  
‘લ્યા! કેમ મોડો?’  
'થયું બાઈ, મોડું’ ૩૫
'થયું બાઈ, મોડું’
‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે?  
‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે?  
દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું  
દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું  
ધીમે ધીમે, એ વળી નોકરીની
ધીમે ધીમે, એ વળી નોકરીની
હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ  
હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ  
સાહેબ કેરાં ગૃહિણી કુલીન. ૪૦
સાહેબ કેરાં ગૃહિણી કુલીન.
વળી વદ્યાં: 'મામદ!' 'બાઈ! ' ‘શાને  
વળી વદ્યાં: 'મામદ!' 'બાઈ! ' ‘શાને  
ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો  
ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો  
રડે છ તે? જા, તું રમાડ એને;  
રડે છ તે? જા, તું રમાડ એને;  
જોજે, જરાયે ન રડે; નહીં તો  
જોજે, જરાયે ન રડે; નહીં તો  
જાગી જશે સા'બ કદાચ.' આર્યા ૪૫
જાગી જશે સા'બ કદાચ.' આર્યા
સાહેબનાં એમ વદી સુલક્ષણાં,  
સાહેબનાં એમ વદી સુલક્ષણાં,  
મંડી ગયાં દાતણ ચાવવાને.  
મંડી ગયાં દાતણ ચાવવાને.  
ને શાપતો રોતલ હાસમાને,  
ને શાપતો રોતલ હાસમાને,  
નીચે ગયો મામદ લેઈ 'ભાઈ'ને,  
નીચે ગયો મામદ લેઈ 'ભાઈ'ને,  
અને હસી ફિક્કું જરી પરાણે, ૫૦
અને હસી ફિક્કું જરી પરાણે,
મથે છ રોતા અટકાવવાને  
મથે છ રોતા અટકાવવાને  
એ બાઈના દેવ તણા દીધેલને.
એ બાઈના દેવ તણા દીધેલને.

Navigation menu