સાહિત્યિક સંરસન — ૪/તમારો હું: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|7. તમારો હું/ગિરિમા ઘારેખાન}}
{{Heading|7. તમારો હું|ગિરિમા ઘારેખાન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે તમારા આલિશાન બંગલામાં સૂનમૂન થઈને એકલા બેઠા છો. હમણાં જ તમે તમારી પત્નીના ડ્રોઅરમાંથી ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ લઈને આવ્યા છો અને તમારી ધ્રૂજતી આંગળીઓ એના ઉપર ફરી રહી છે. નિરાલી માટે તમે જ એ ગોળીઓ લાવતા હતા, વર્ષોથી. મહિનાની ત્રીસ ગોળીઓ ક્યારે વધીને સો થઇ ગઈ હતી એની તમને ખબર જ ન હતી પડી. એણે એ ગોળીઓ લેવાનું ક્યારે અને કેવા સંજોગોમાં ચાલુ કર્યું હતું એ યાદ કરવાનો પ્રયત્ન તમારા વિશાળ ભાલ ઉપર પડેલા સળમાં દેખાઈ રહ્યો છે. મગજના મોહેંજોદડોના થોડા ખોદકામ પછી એ સ્મૃતિઓ તમને જમીનની અંદર દટાયેલા અળસિયાની જેમ સળવળ સળવળ થતી દેખાય છે.