સાહિત્યિક સંરસન — ૪/રોંગ નંબર: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|9. રોંગ નંબર | સ્વાતિ રાજીવ શાહ }} | {{Heading|9. રોંગ નંબર | સ્વાતિ રાજીવ શાહ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Swati Rajiv Shah 1.png.jpg|right|175px]] | |||
અગિયાર વાગીને ચાલીસ મિનિટ થઈ ગઈ. આજે હજુ એનો ફોન આવ્યો નથી. રોજ તો બરાબર અગિયાર વાગીને પચીસ મિનિટે રિંગ વાગી જ હોય. પણ એક મિનિટ! હું એના ફોનની રાહ કેમ જોઈ રહ્યો છું? મને એના ફોનની આદત પડી ગઈ છે? શું અણગમતી ચીજોની પણ આદત પડી શકે? કે પછી… | અગિયાર વાગીને ચાલીસ મિનિટ થઈ ગઈ. આજે હજુ એનો ફોન આવ્યો નથી. રોજ તો બરાબર અગિયાર વાગીને પચીસ મિનિટે રિંગ વાગી જ હોય. પણ એક મિનિટ! હું એના ફોનની રાહ કેમ જોઈ રહ્યો છું? મને એના ફોનની આદત પડી ગઈ છે? શું અણગમતી ચીજોની પણ આદત પડી શકે? કે પછી… | ||
કંઈ સમજાતું નથી પણ એક વિચિત્ર પ્રકારની અકળામણ થાય છે. ફોન કેમ નહીં આવ્યો હોય? એ કોઈ તકલીફમાં હશે કે પછી કાલે મેં જે પૂછ્યું એ એને નહીં ગમ્યું હોય? જો ને, તરત જ ફોન મૂકી દીધો. મને એમ કે આજે ફોન આવશે ત્યારે ફરી પૂછી જોઈશ. પણ.. મેં કંઈ એવું તો નહોતું પૂછી લીધું કે કોઈ નારાજ થઈ જાય! તો પછી કેમ… કોઈ એને લડ્યું હશે? એ મને ફોન કરે છે એવી કોઈને જાણ થઈ ગઈ હશે, એટલે? તો શું એ ફરી ફોન નહીં કરે? કે પછી અલગ સમયે કરશે? | કંઈ સમજાતું નથી પણ એક વિચિત્ર પ્રકારની અકળામણ થાય છે. ફોન કેમ નહીં આવ્યો હોય? એ કોઈ તકલીફમાં હશે કે પછી કાલે મેં જે પૂછ્યું એ એને નહીં ગમ્યું હોય? જો ને, તરત જ ફોન મૂકી દીધો. મને એમ કે આજે ફોન આવશે ત્યારે ફરી પૂછી જોઈશ. પણ.. મેં કંઈ એવું તો નહોતું પૂછી લીધું કે કોઈ નારાજ થઈ જાય! તો પછી કેમ… કોઈ એને લડ્યું હશે? એ મને ફોન કરે છે એવી કોઈને જાણ થઈ ગઈ હશે, એટલે? તો શું એ ફરી ફોન નહીં કરે? કે પછી અલગ સમયે કરશે? | ||