35,284
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|16. હૂંફ | કુમાર જૈમિનિ શાસ્ત્રી }} | {{Heading|16. હૂંફ | કુમાર જૈમિનિ શાસ્ત્રી }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Kumar Jaimini shastri.jpg|right|175px]] | |||
ફેસબુક પર સ્ક્રોલ કરતાં-કરતાં અચાનક એક નારીની પોસ્ટ ધ્યાનમાં આવી હતી. જેમાં એણે તેના પતિના મૃત્યુના છેલ્લા કલાકોની ઘટનાઓ અને ઝીણીઝીણી વિગતોનું સિલસિલાવાર, કસાયેલા કથાલેખકની અદાથી, વર્ણન કર્યું હતું. એ વર્ણનની સાથે તેણે પોતાની એક તસ્વીર મૂકી હતી.. સ્લીવલેસ ટોપ— એ પણ લો-કટ ગળાનું, જેમાંથી તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. વર્ણ ગોરો, ભરાવદાર મુખડું અને અન્ય બધું... થોડું સ્થૂળ ફિગર હશે. જાડા હોઠ, ચણોઠી જેવા ઘેરા લાલ રંગની લિપસ્ટિક પણ. | ફેસબુક પર સ્ક્રોલ કરતાં-કરતાં અચાનક એક નારીની પોસ્ટ ધ્યાનમાં આવી હતી. જેમાં એણે તેના પતિના મૃત્યુના છેલ્લા કલાકોની ઘટનાઓ અને ઝીણીઝીણી વિગતોનું સિલસિલાવાર, કસાયેલા કથાલેખકની અદાથી, વર્ણન કર્યું હતું. એ વર્ણનની સાથે તેણે પોતાની એક તસ્વીર મૂકી હતી.. સ્લીવલેસ ટોપ— એ પણ લો-કટ ગળાનું, જેમાંથી તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. વર્ણ ગોરો, ભરાવદાર મુખડું અને અન્ય બધું... થોડું સ્થૂળ ફિગર હશે. જાડા હોઠ, ચણોઠી જેવા ઘેરા લાલ રંગની લિપસ્ટિક પણ. | ||
ત્યાર પછી પણ એની વોલ પર પોસ્ટ મુકાતી રહી હશે. મારાથી એ બધી પોસ્ટ જોઈ શકાતી નહીં. થોડી ઘણી હું જોઈ શકતો, પણ એના પેજ પર ફૉલો અને મેસેજ એવા બે જ વિકલ્પ હતા. જેમાંથી એકમાંય આપણને તો રસ ન હોય ને! એટલે ઘણી વાર એની પોસ્ટ નજર આગળથી પસાર થાય. પણ બસ પસાર જ થાય. બે-પાંચ વખત એની પોસ્ટ નજર આગળથી પસાર થઈ હશે. પછી મને એવું લાગ્યું કે આ સ્ત્રીની કોઈ પણ પોસ્ટ સહજ, સામાન્ય કે નિર્હેતુક નથી હોતી. એમાં કોઈ નિશ્ચિત પેટર્ન છે અને મોટિફ પણ. | ત્યાર પછી પણ એની વોલ પર પોસ્ટ મુકાતી રહી હશે. મારાથી એ બધી પોસ્ટ જોઈ શકાતી નહીં. થોડી ઘણી હું જોઈ શકતો, પણ એના પેજ પર ફૉલો અને મેસેજ એવા બે જ વિકલ્પ હતા. જેમાંથી એકમાંય આપણને તો રસ ન હોય ને! એટલે ઘણી વાર એની પોસ્ટ નજર આગળથી પસાર થાય. પણ બસ પસાર જ થાય. બે-પાંચ વખત એની પોસ્ટ નજર આગળથી પસાર થઈ હશે. પછી મને એવું લાગ્યું કે આ સ્ત્રીની કોઈ પણ પોસ્ટ સહજ, સામાન્ય કે નિર્હેતુક નથી હોતી. એમાં કોઈ નિશ્ચિત પેટર્ન છે અને મોટિફ પણ. | ||