સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/શૈલી: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|૮. શૈલી}}
{{Heading|૮. શૈલી}}

{{Block center|<poem>वृत्तिस्तु रसविषयो व्यापारः ।{{gap}}
{{Block center|'''<poem>वृत्तिस्तु रसविषयो व्यापारः ।{{gap}}
{{right}(રુય્યક : ‘અલંકારસર્વસ્વ’)}}</poem>}}
{{right}(રુય્યક : ‘અલંકારસર્વસ્વ’)}}</poem>'''}}
'''૧. શૈલી એટલે શું?'''
'''૧. શૈલી એટલે શું?'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 37: Line 37:
{{right|ध्वन्यालोक, २-७}}</ref> શૈલી વિશે આનંદવર્ધન કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>रसाद्दह्यनुगुणत्वेन व्यवहारोऽर्थशब्दयोः ।
{{Block center|'''<poem>रसाद्दह्यनुगुणत्वेन व्यवहारोऽर्थशब्दयोः ।
औचित्यवान्यस्ता एता वृत्तयो विविधाः स्मृताः ।।

{{right|(ध्वन्यालोक, ३-३३)}}</poem>}}
{{right|(ध्वन्यालोक, ३-३३)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– રસને અનુકૂળ હોય એ રીતે અર્થ અને શબ્દનો ઔચિત્યપૂર્વક ઉપયોગ તે વૃત્તિ (શૈલી), વામનની જેમ વૈદર્ભી આદિ નહિ પણ ભરતની કૈશિકી આદિ વૃત્તિઓનો એ ઉલ્લેખ કરે છે. વૃત્તિ એ રસપરાયણ પ્રવૃત્તિ છે એમ એ સ્પષ્ટ કરે છે : મહાકવિનો મુખ્ય વ્યાપાર જ આ છે કે રસાદિને પ્રધાનતયા કાવ્યાર્થ તરીકે સ્થાપીને તેને સ્ફુટ કરવા માટે યોગ્ય હોય એવા શબ્દ અને અર્થના ઉપનિબંધ માટે મથવું.’ ધ્વનિકારને મતે કાવ્યનું તત્ત્વમાત્ર ધ્વનિમાં રહેલું છે, અને એક ઠેકાણે એ કહે છે કે આ કાવ્યતત્ત્વને યથાર્થતયા ન જાણવાને કારણે – એટલે કે પોતે વર્ણવેલા ધ્વનિરૂપી કાવ્યતત્ત્વનું વ્યાકરણ ન પામી શકવાને કારણે અન્ય કાવ્યવિચારકોએ રીતિઓ પ્રવર્તાવી છે, રીતિવાદ પ્રવર્તાવ્યો છે. પણ રીતિવાદમાં કાવ્યનું લક્ષણ અસ્ફુટ રીતે સ્ફુરિત થયેલું છે.

{{Block center|<poem>अस्फुटस्फुरिरिं काव्यतत्त्वमेतद्दह्यथोदितम् ।
{{Block center|'''<poem>अस्फुटस्फुरिरिं काव्यतत्त्वमेतद्दह्यथोदितम् ।
अशक्नुवद्भिर्व्याकर्तुं रीतयः संप्रकीर्तिताः ।।

{{right|(ध्वन्यालोक, ३-४७)}}</poem>}}
{{right|(ध्वन्यालोक, ३-४७)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ ધ્વનિરૂપી કાવ્યલક્ષણ જાણ્યા પછી શબ્દતત્ત્વ પર બંધાયેલી ઉપનાગરિકાદિ વૃત્તિઓ અને અર્થ પર આધાર રાખતી કૈશિકી આદિ વૃત્તિઓ યોજવામાં આવે તો સારી પેઠે પ્રકાશી ઊઠે છે – ‘સમ્યક્‌પણે રીતિ પદવીને પામે છે.’ ટૂંકામાં ધ્વન્યાલોકકાર રીતિનું કાવ્યના અંતસ્તત્ત્વના અનુલક્ષમાં જ સાર્થક્ય જુએ છે. એ કહે છે કે રસ અને ધ્વનિના તાત્પર્યને અનુસરીને યોજાયેલી વૃત્તિઓ નાટકમાં અને કાવ્યમાં કોઈ અનિર્વચનીય લાવણ્ય પ્રગટાવે છે. वृत्तयो हि रसादितात्पर्येळ संनिवेशिताऋ कामपि नाट्यस्य काव्यस्य च च्छायामावहन्ति ।

Line 86: Line 86:
પદ્ય વિશે લાંબું રોકાઈશું નહિ. ભાષા અને છંદમાંથી ભાષા અંગે ઉપર ગદ્ય વિશે કહેલી વસ્તુઓ તત્ત્વતઃ પદ્યને પણ લાગુ પડે છે. સરળતા અથવા પ્રસાદ ગુણ વિશે વાત થઈ છે. પ્રસાદ (સરળતા) એ અવયવો (વાક્ય, શબ્દ આદિ)નો નહિ પણ કૃતિના આત્માનો (શૌર્ય વગેરેની જેમ) ગુણ છે એટલું ઉમેરી, કલાકૃતિમાં કઈ સરળતાનો આગ્રહ રાખવો તે પ્રત્યે ફરી ધ્યાન ખેંચીશું. સૌ ગુણો કે અલંકારોની ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. આપણો ‘અલંકાર’ શબ્દ બહુ સુખદ નથી. વામને અલંકારને સૌન્દર્યનો પર્યાય (‘સૌન્દર્યમલંકારઃ’) કહ્યો છે. છતાં વ્યવહારમાં એ બાહ્ય ઘરેણાનો જ નિર્દેશ કરે છે. અલંકારો ‘અભિવ્યક્તિ’ના સ્વાભાવિક જન્મસિદ્ધ અંશભૂત હોય તે જ ભૂષણરૂપ નીવડશે, નહિ તો કલાને ઢાંકનાર બાહ્ય વસ્તુઓ બની રહેશે. અલંકારો અને ગુણોની કૃતિના આત્મા – રસ –ના અન્વયમાં જ સાર્થકતા જોવાય એટલે બસ. अनलंकृती पुनः क्वापि એ મમ્મટનું વાક્ય પણ યથાર્થ છે. કવિતાના પ્રદેશમાં શેલીની વાણી ક્યારેક કેવળ અનલંકૃતી રૂપે રજૂ થઈને પણ અનહદ લાવણ્ય ઉપજાવી રહે છે :

{{Block center|<poem> I feer thy mien, thy tones, thy motion,  
{{Block center|'''<poem> I feer thy mien, thy tones, thy motion,  
{{gap}}Thou needest not fear mine;
{{gap}}Thou needest not fear mine;
Innocent is the heart’s devotion  
Innocent is the heart’s devotion  
{{gap}}With which I worship thine.</poem>}}
{{gap}}With which I worship thine.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એના ‘To a Skylark’માં ઉપમા-અલંકારની આતશબાજી જેવું જોવા મળે છે, તેમ છતાં એમાંની એકએકથી ચઢિયાતી ઉપમાઓમાં ચોટ છે કે એમાં આવતા એક સીધા ઉદ્‌ગાર ‘love’s sad satiety’ – (તું પંખી હોઈ તને માનવીના લલાટે લખાયેલી પ્રીતિની નિર્વેદભરી તૃપ્તિનો અનુભવ નથી)માં છે એ વિચારવા જેવું છે. કેટલાકને મતે ‘અન્‌-અલંકૃતી’ એટલે ‘ઈષદ્‌’ (જરીક) અલંકારવાળું એમ મમ્મટને અભિપ્રેત છે. એમ હોય તો એ એક મોટો કાવ્યવિચાર આપે છે. કાવ્યમાં સ્ફુટ, કોઈ નામ પાડી શકાય એવો, અલંકાર ન હોય, તેમ છતાં કાવ્ય નામને પાત્ર થનાર વાઙ્‌મય-વ્યવહારમાં કોઈક વિશેષ અવશ્ય હોય છે, કોઈક વક્રોક્તિ જરૂર હોય છે અને એમાં આછોઆછો રહેલો જરીક દેખાતો ન-દેખાતો અલંકાર એના કાવ્યત્વને પોષતો હોય છે.

છંદોલયમાં કવિતાનું પરમ સામર્થ્ય છે. શબ્દાર્થ તીર છે, તો છંદોલય ધનુષ્ય છે. એ ફેંકરી એટલે દૂર તીર જશે. છંદોલય દ્વારા મહાન કવિઓ કેવી આશ્ચર્યકારક સિદ્ધિઓ સર કરે છે એ ઉપર પુસ્તકો ભરીને કાવ્યશાસ્ત્રવિનોદ કરી શકાય. મહાકવિ કાલિદાસમાંથી એક દૃષ્ટાન્ત લઈએ. મેઘને એ કહે છે કે થોડેક આગળ જતાં વિન્ધ્યપાદ આગળ પથરાઓથી વીખરાયેલી રેવાને તું જોઈશ, પણ એ એમણે કયા શબ્દોમાં કહ્યું છે? –

{{center|रेवां द्रक्ष्यस्युपलविषमां विन्ध्यपादे विशीर्णाम् ।}}
{{center|'''रेवां द्रक्ष्यस्युपलविषमां विन्ध्यपादे विशीर्णाम् ।'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ નર્મદા કે એવા કોઈ નામને બદલે ‘રેવા’ નામ યોજ્યું છે એથી આરંભમાં જ બે પહોળા ઉચ્ચારવાળી શ્રુતિઓ ‘રે’ અને ‘વા’ આવતાં નદીનો બહોળો પટ જાણે કે પ્રત્યક્ષ થાય છે. પછી વિન્ધ્યપાદના પથ્થરો સાથે પછડાઈને એનું વહેણ વીખરાયેલું છે એ બતાવવાનું હોઈ ત્રણ યુક્તાક્ષર : ‘દ્ર’, ‘ક્ષ્ય’ અને પાછળના શબ્દ સાથેની સંધિથી સાધેલો ‘સ્ય્‌’ યોજીને પ્રવાહને છિન્નભિન્ન થતો જાણે કે સાક્ષાત્‌ કરાવ્યો છે. જે પથ્થરોને લીધે એમ થાય છે તેમને માટે ‘ઉ પ લ’ એવો સરલ ગોળાકાર બૃહતી શિલાઓનો સૂચક શબ્દ (અવાજ) મળે છે. અને પછી નદીની આમ છિન્નભિન્ન થયેલી ધારાઓ જાણે એક પછી એક આપણને કવિ બતાવતા હોય એવું ‘વિ’થી શરૂ થતા ત્રણ ખંડો - १ विषमां, २ विन्ध्यपादे, ३ विशीर्णाम्થી પ્રતીત થાય છે.

{{Block center|<poem>- द्र - उ विषमां
{{Block center|'''<poem>- द्र - उ विषमां
क्ष्य - प - विन्ध्यपादे
क्ष्य - प - विन्ध्यपादे
रेवां - स्यू - ल - विशीर्णाम्</poem>}}
रेवां - स्यू - ल - विशीर्णाम्</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમ ભાષા, તેમ છંદોલય પણ કાવ્યના અંતસ્તત્ત્વને વશ વર્તીને જ યોજાતો આવતો હોય. કાલિદાસની પંક્તિમાં આપણે જેવું આશ્ચર્ય જોયું તેવાં આશ્ચર્યો એમાં સહજપણે જ્યાં ને ત્યાં વેરાતાં આવતાં હોય. કવિએ સભાનપણે એ યોજેલાં ન હોય પણ એની પ્રતિભાના સ્વાભાવિક ઉન્મેષરૂપે બની આવ્યાં હોય સભાનપણે એ કદાચ સિદ્ધ થઈ પણ ન શકે.