સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જલપરી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪. જલપરી|બચુભાઈ રાવત}}
{{Heading|૪. જલપરી|બચુભાઈ રાવત}}
[[File:Sahitya Pallav - 3 Image 3.jpg|300px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
રાત વીતી જઈને પ્રભાતની આંખ ઊઘડી છે, અને એ ઉઘાડના પ્રતીક સમી કમલિની સૂર્યના કિરણસ્પર્શ ખીલી ઊઠી છે. અરે, જલપરીનું એ સખીમંડળ પ્રભાતના ઉલ્લાસમાં ત્યાં ગોળાકારે મળી રાસ રમે છે કે શું? સમગ્ર ચિત્રવિસ્તાર પર ગોળ ગોળ કમળપત્ર પથરાયાં છે અને એ બધાં પર મોતીના દાણા જેવાં ગોળ ગોળ જલબિન્દુ વેરાયાં છે. ગોળાકારનું આ કાવ્ય ઝડપીને કલાકારે તેને લંબચોરસ ફોટોમાં કેમ પૂર્યું હશે? ચિત્રની વિસ્તારરેખાઓ પણ બધી, વર્તુલમાં ત્રિજ્યાઓ ફૂટે તેમ, ચક્રલક્ષી જ ફૂટે છે. – સૂર્યમાંથી કિરણો ફૂટતાં હોય તેમ. પણ એનું કેન્દ્રસ્થાન ચિત્રના વચગાળે ન રાખતાં મથાળે છેક ચોથા ભાગે રાખવામાં કલાકારે સંયોજનનું કૌશલ દાખવ્યું છે. નહિ તો જડ કૃત્રિમતા જ આવી જાત. કમલપત્ર પથરાઈ પથરાઈને તમારા ખોળામાં આવી પડતાં હોવા છતાં એ તમારું ખાસ ધ્યાન નથી ખેંચતાં. તમારું લક્ષ તો પેલું જલપરીનું જૂથ જ ખેંચે છે.

Latest revision as of 12:37, 19 April 2026

૪. જલપરી

બચુભાઈ રાવત

Sahitya Pallav - 3 Image 3.jpg

રાત વીતી જઈને પ્રભાતની આંખ ઊઘડી છે, અને એ ઉઘાડના પ્રતીક સમી કમલિની સૂર્યના કિરણસ્પર્શ ખીલી ઊઠી છે. અરે, જલપરીનું એ સખીમંડળ પ્રભાતના ઉલ્લાસમાં ત્યાં ગોળાકારે મળી રાસ રમે છે કે શું? સમગ્ર ચિત્રવિસ્તાર પર ગોળ ગોળ કમળપત્ર પથરાયાં છે અને એ બધાં પર મોતીના દાણા જેવાં ગોળ ગોળ જલબિન્દુ વેરાયાં છે. ગોળાકારનું આ કાવ્ય ઝડપીને કલાકારે તેને લંબચોરસ ફોટોમાં કેમ પૂર્યું હશે? ચિત્રની વિસ્તારરેખાઓ પણ બધી, વર્તુલમાં ત્રિજ્યાઓ ફૂટે તેમ, ચક્રલક્ષી જ ફૂટે છે. – સૂર્યમાંથી કિરણો ફૂટતાં હોય તેમ. પણ એનું કેન્દ્રસ્થાન ચિત્રના વચગાળે ન રાખતાં મથાળે છેક ચોથા ભાગે રાખવામાં કલાકારે સંયોજનનું કૌશલ દાખવ્યું છે. નહિ તો જડ કૃત્રિમતા જ આવી જાત. કમલપત્ર પથરાઈ પથરાઈને તમારા ખોળામાં આવી પડતાં હોવા છતાં એ તમારું ખાસ ધ્યાન નથી ખેંચતાં. તમારું લક્ષ તો પેલું જલપરીનું જૂથ જ ખેંચે છે. જાળી ભાતનું આ ચિત્ર ભર્યું ભર્યું હોવા છતાં આંખને પજવતું નથી. અંદરની દાંડલીઓને પણ દેખાવા દેતું પારદર્શક પાણી, જલબિન્દુને રમવાની મુલાયમ સેજ ધારણ કરી રહેલાં કમલપત્રો. શ્વેત કોમલ કમલિની – ચિત્રનાં આ બધાં જ અંગ મૃદુતાવાળાં છે અને એની બધી જ નૈસર્ગિક રમ્યતા સાથે કલાકારે એ રજૂ કર્યાં છે.

સ્વાધ્યાય

૧. તાંડવનું રહસ્ય સમજાવો.
૨. છાયાચિત્રની વિશિષ્ઠતા શી હોય છે તે જણાવો.
૩. કાવ્ય, ચિત્ર અને શિલ્પ - એ દરેક કળા શેનું શેનું આલંબન લે છે તે કહી શકશો?
૪. ફોટોગ્રાફી અને ચિત્રકળા વચ્ચે શો ફેર હશે તે જણાવી શકશો?