ગુજરાતી નારીસંપદા : કવિતા/દયાનું ઝરણ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|દયાનું ઝરણ|દીપકબા દેસાઈ}} | {{Heading|દયાનું ઝરણ|દીપકબા દેસાઈ}}{{center|<big><big>'''⯐'''</big></big>}} | ||
{{center|<big><big>'''⯐'''</big></big>}} | |||
{{center|અનુષ્ટુપ}} | {{center|અનુષ્ટુપ}} | ||
{{Block center|<poem>ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો; | {{Block center|<poem>ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો; | ||
Latest revision as of 02:01, 21 April 2026
દીપકબા દેસાઈ
⯐
અનુષ્ટુપ
ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો;
પડ્યા’તા મૃત્યુશય્યા કો, કો પાડે કારમી બૂમો.
વસંતતિલકા
રાત્રિ વધી, રણભૂમિ સૂનકાર ભાસે,
તારાગ્રહો ગગનમાં દીપતા સુહાસેઃ
કો પ્રિયનાં શબ ભમી ભમી શોધતા’તા;
કો બેસી અશ્રુજલ-અંજલિ અર્પતા’તા.
અનુષ્ટુપ
તમરાંના થતા શબ્દો, બાકી શાન્ત નિશા ધપે;
અશ્વત્થામાતણે હૈડે, કિન્તુ ના કળ તો વળે.
માલિની
શિબિરથકી ઘડી એ વ્યગ્ર ચિત્તે ભમન્તો,
સુંણ્યું ફડફડ ત્હેવે જ્યાં ઊંચે કાગમાળો;
ઘૂવડમંહિ ઘસ્યું ને કાગબચ્ચાં વિખેર્યાં;
અરર! મરડી માથાં પાય ને પિચ્છ ખેર્યાં!
વંશસ્થ
ઘડીક થંભી મનમાં વિચારતો:-
‘હું કાં ન આ’વી અજમાવું યુક્તિઓ?’
હતો હીણો તે નીચ ચિન્તવી ફૂલ્યો;
નૃશંસ હૈડે પડઘો કૂડો પડ્યો!
વસંતતિલકા
આજે હું પાન્ડવતણી જઉં છાવણીમાં,
ને બાલ દ્રૌપદીતણાં હણું આ ઘડીમાં;
નિર્વંશ પાન્ડવતણો કરૂં કાં ન આજે?
વૈરાગ્નિ ઉર-સળગ્યો તવ હોલવાશે!
શિખરિણી
ગયો પાપી ત્યાંથી, અરરર! કસાઈ ક્રૂર થયો,
મૃદુ બાલુડાંને, મધુરી નિન્દમાં હાય! હણતો;
દુરાચારી હૈડું, કઠિન દીસતું વજ્રસરખું;
અરેરે! એ દિલે, ક્યમ કરી વહે સ્નેહ-ઝરણું?
અનુષ્ટુપ્
ટટળે બાલુડાં સર્વે, સંભળાય ચીસો ઊંડી;
જાગ્યા સૌ પાન્ડવો ત્હેવે, દ્રૌપદી કાંપતી હતી.
શિખરિણી
‘વદાયું ના જીભે, ગરીબ ધ્રુજતી રે! ઢળી જતી,
રહ્યા મ્હોંમાં શબ્દો, હૃદય રડતું આંખ રડતી;
“અરેરે! કો જાગો, કુસુમ કુમળાં હાય! કચર્યાં!”
સફાળો કે’ પાર્થ, “નીચ! કહિં ગયો? મારૂં હવણાં—
અનુષ્ટુપ
દ્રોણપુત્ર ગ્રહી લાવી કૃષ્ણ કે’ “પાર્થ! આ રહ્યો,
હણીને બાલહત્યારો, વૈરાગ્નિ કાંઈ બૂઝવો!”
વસંતતિલકા
કે’ પાર્થ “દ્રૌપદી કને લઈ જાવ એ’ને,
જ્યાં એ હતાશ થઈને ધ્રૂશકે રડે છે-"
વીરાંગના દૂરથી ઓળખી બોલી ત્યાંહી;
"ઓ બ્રહ્મબાલ! હત ક્રૂર-કહું કસાઈ?
શિખરિણી
અરે ઓ હત્યારા! શિશુ હણી બતાવી શી વીરતા?
બૂઝ્યો આશાજ્યોતિ, અરર! અમને અંધ જ કર્યાં!
હણો ના - એની તો જનની મમપેરે કકળશે;
પ્રભુ મ્હારો-એ’નો અદલ ચૂકવો ન્યાય જ ભલે-
અનુષ્ટુપ
પાપ-પુણ્યતણું લેખું, જ્યારે પરમાત્મ પૂછશે;
કહે ઓ બાલ હત્યારા! શી ગતિ ત્હારી ત્યાં થશે?”
મન્દાક્રાન્તા
પાર્થે લીધું ખડગ કરમાં, દુષ્ટ! શિક્ષા દઉં શું?
એધાણીમાં પતિત! તુજની, ખોપરી કાં ન કાઢું?
રે! રે! આ’વું, ન કર ફરીથી-ઘોર આ’વું ઘટે શું?
માફી માગી દુ:ખી હૃદયની, જા હવે આંહીથી તું—”
અનુષ્ટુપ
શિક્ષા દોષિતને દેવી, ન્યાય એ પ્રભુને ગમે;
દયાનું ત્રાજવું ત્હો યે, ન્યાયથી અધિકું નમે.
પસ્તાવો પાપીના દિલે, પાપનાં પડને ધ્રૂવે;
દયાનાં ઝરણોભેગાં, પુણ્યનાં પાણીડાં વહે!
***