ગુજરાતી નારીસંપદા : કવિતા/શાન્તિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શાન્તિ|સુમતિ મહેતા}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{center|હરિગીત}} {{Block center|<poem>સહુ શાન્ત રહો મમ પ્રિય સુહૃદ સહુ શાન્ત શાન્તિ પુરાં બનો, એ શાન્તિ દેવી મુજ સમીપ આવે ન તે શું કંઈ ગણો?</poem>}} {{center|<nowiki>***</nowiki>}} {{...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|શાન્તિ|સુમતિ મહેતા}}
{{Heading|શાન્તિ|સુમતિ મહેતા}}
{{center|<big><big>'''⯐'''</big></big>}}
{{center|<big><big>'''⯐'''</big></big>}}
{{center|હરિગીત}}
{{center|હરિગીત}}
{{Block center|<poem>સહુ શાન્ત રહો મમ પ્રિય સુહૃદ સહુ શાન્ત શાન્તિ પુરાં બનો,  
{{Block center|<poem>સહુ શાન્ત રહો મમ પ્રિય સુહૃદ સહુ શાન્ત શાન્તિ પુરાં બનો,  

Latest revision as of 02:44, 21 April 2026

શાન્તિ

સુમતિ મહેતા

હરિગીત

સહુ શાન્ત રહો મમ પ્રિય સુહૃદ સહુ શાન્ત શાન્તિ પુરાં બનો,
એ શાન્તિ દેવી મુજ સમીપ આવે ન તે શું કંઈ ગણો?

***

રે દેવી! દેવી! આવ્ય વ્હેલી આત્મ એક અધીર છે,
સર્વે ત્રિતાપથી તપ્ત તે તુજ કાજ તૃષ્ણ અધીર છે. ૧

દ્રુત વિલંબિત

મૃદુ મૃદુ કંઈગા, પ્રિય દેવી હે!
તુજ સ્વભાવનું દાન કંઈ તું દે.
ઝુલ મહિ ઝુલતા શિશુ જેમ હું,
મધુર હાલરડું ઝટ માગુ છું. ૨

હરિગીત

નથી જનની મ્હારે, દેવી ઓ! ગાવા કંઈ ગીતો મીઠાં,
નથી માત મ્હારે, શાન્તિ હે! હાલરડાં ગાવા મીઠાં.
પહેલાં હતી, પણ તે સમે અજ્ઞાન હું પુરી હતી,
ગીતથી થતા આનંદને તે વેળ લેશ ન સમજતી. ૩

વસંતતિલકા

એ હર્ષ હું સમજતાં શીખું ત્હેની પહેલાં,
ને દિવ્ય નેત્ર ઉરનાં ઉઘડ્યાંની પહેલાં.
ગાતી મધુરી જનની ઉડી આંહીથીને,
થાતાં અલોપ કરી જાગૃત વૃત્તિઓને. ૪

અનુષ્ટુપ

પ્રાપ્ય વસ્તુ વિના જ્ઞાને, ગુમાવી જ્ઞાન જે થતું,
વારિ જોઈ તૃષા વેઠી મરે તે સમ લાગતું. ૫

હરિગીત

કિન્તુ નહીં મુજ સ્વામી સાચો ઈશ પૂર્ણ દયાળુ છે,
મુજ સમ દુઃખિતને કાજ કંઈ પણ બાકી તોયે રાખ્યું છે.
પરમાર્થી જન ત્હારાં સમાં જગમાં કંઈ કંઈ છે મૂક્યાં,
જે દુ:ખી ઉરોને સ્વસ્થ કરવા કાર્યમાં નથી હજી ચુક્યાં. ૬

***

રહો શાન્ત હા હું શ્રવણ કરું છું શાન્તિના મધુરા સ્વરો,
એ છેક સમિપે આવી ગાયે હાલ-શા મધુરા રવો.
ને શાન્તિ તે મુજ સંગ શાન્તિ ધારી વાતો આદરે,
કંઈ શબ્દ પણ ઉચર્યા વિના તે વાત મ્હારાથી કરે. ૭

***