ગુજરાતી નારીસંપદા : કવિતા/ઉષા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 17: Line 17:
સોહાગભર્યા આભમાં થાતી અદૃશ્ય એ,  
સોહાગભર્યા આભમાં થાતી અદૃશ્ય એ,  
રેલે પ્રકાશ સુભગ પામે રવિતેજને.  
રેલે પ્રકાશ સુભગ પામે રવિતેજને.  
{{Gap|5em}}પગલીઓ ધીમી પાડે રે૦</poem>}}  
{{right|પગલીઓ ધીમી પાડે રે૦}}</poem>}}  
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>

Latest revision as of 03:24, 21 April 2026

ઉષા

ચૈતન્યબાળા દિવેટિયા

આવે ઉષા જગમંદિરે સાહેલડી,
પગલીઓ ધીમી પાડે રે.
વિશ્વને વધાવવા કુંકુમથાળ ગ્રહી
આનંદે ઉર ભરે રે... પગલીઓ૦

સૃષ્ટિનાં સૌભાગ્ય ઊગ્યાં, ઉષા આવી મન્દિરે,
અજવાળ્યું જગત તેજે
મધુર એના આગમને... પગલીઓ૦

ઓઢી રંગચૂંદડી રાતી રઢિયાળી એણે,
વિહરે વિશ્વવ્યોમમાં ઘડીકમાં
છુપાતી એ...પગલીઓ૦

સોહાગભર્યા આભમાં થાતી અદૃશ્ય એ,
રેલે પ્રકાશ સુભગ પામે રવિતેજને.
પગલીઓ ધીમી પાડે રે૦

***