ગુજરાતી નારીસંપદા : કવિતા/શર્ટનું બટન: Difference between revisions
Jump to navigation
Jump to search
(=૧) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ગઝલ | |previous = ગઝલ - ૩ | ||
|next = અઠંગ આંખ હોય | |next = અઠંગ આંખ હોય | ||
}} | }} | ||
Latest revision as of 03:08, 23 April 2026
શર્ટનું બટન
હીરલ વ્યાસ ‘વાસંતી ફૂલ’
⯐
આજે
તારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતા
મારો ભૂતકાળ ઉકેલ્યો
એમાંથી
મળ્યું
થોડું રફુ થયેલું ભૂરું સ્કર્ટ,
મારી શાળા,
શાળામાં ન કરેલાં
તોફાનોનો અફસોસ,
ને ફરી સાધુ વર્તમાન સાથે
તો
તારા પપ્પાનાં શર્ટનું
એક પણ બટન
આટલા વર્ષોમાં તૂટ્યું નથી.
***