ગુજરાતી નારીસંપદા : કવિતા/માદળિયું: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં! | બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં! | ||
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં? | કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં? | ||
આડા-અવળાં થોડાં અક્ષર માદળિયામાં, | આડા-અવળાં થોડાં અક્ષર માદળિયામાં, | ||
ટાંકાથી સિવાયો ઠાકર માદળિયામાં. | ટાંકાથી સિવાયો ઠાકર માદળિયામાં. | ||
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે, | હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે, | ||
કોણ રડે બેસીને અંદર માદળિયામાં? | કોણ રડે બેસીને અંદર માદળિયામાં? | ||
ડચકાં ખાતાં પણ રાખ્યું સજ્જડ મુઠ્ઠીમાં, | ડચકાં ખાતાં પણ રાખ્યું સજ્જડ મુઠ્ઠીમાં, | ||
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં. | નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં. | ||
સંજોગોને માફકસર વેતરવા માટે, | સંજોગોને માફકસર વેતરવા માટે, | ||
શું લાગે છે, હોય છે કાતર માદળિયામાં? | શું લાગે છે, હોય છે કાતર માદળિયામાં? | ||
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આપે! | ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આપે! | ||
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં. | છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં. | ||
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું, | રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું, | ||
બનતાં જાય અભરખા પથ્થર માદળિયામાં. | બનતાં જાય અભરખા પથ્થર માદળિયામાં. | ||
ગાંઠ ખૂલે તો પાછાં એ ભૂતાવળ બનશે, | ગાંઠ ખૂલે તો પાછાં એ ભૂતાવળ બનશે, | ||
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં. | ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં. | ||
કોઈ તો છે જે હારેલાની હામ બને છે, | કોઈ તો છે જે હારેલાની હામ બને છે, | ||
અલ્લા, ઈશુ અથવા શંકર માદળિયામાં. | અલ્લા, ઈશુ અથવા શંકર માદળિયામાં. | ||
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે, | નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે, | ||
ચમકે શ્રદ્ધાનાં કૈં જડતર માદળિયામાં. | ચમકે શ્રદ્ધાનાં કૈં જડતર માદળિયામાં. | ||
એને પહેરી છાતી છપ્પનની લાગે છે, | એને પહેરી છાતી છપ્પનની લાગે છે, | ||
જાણે સંતાડ્યા હો બખ્તર માદળિયામાં. | જાણે સંતાડ્યા હો બખ્તર માદળિયામાં. | ||
Latest revision as of 05:50, 25 April 2026
લિપિ ઓઝા
⯐
બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?
આડા-અવળાં થોડાં અક્ષર માદળિયામાં,
ટાંકાથી સિવાયો ઠાકર માદળિયામાં.
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે,
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?
ડચકાં ખાતાં પણ રાખ્યું સજ્જડ મુઠ્ઠીમાં,
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં.
સંજોગોને માફકસર વેતરવા માટે,
શું લાગે છે, હોય છે કાતર માદળિયામાં?
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આપે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં.
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું,
બનતાં જાય અભરખા પથ્થર માદળિયામાં.
ગાંઠ ખૂલે તો પાછાં એ ભૂતાવળ બનશે,
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં.
કોઈ તો છે જે હારેલાની હામ બને છે,
અલ્લા, ઈશુ અથવા શંકર માદળિયામાં.
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે,
ચમકે શ્રદ્ધાનાં કૈં જડતર માદળિયામાં.
એને પહેરી છાતી છપ્પનની લાગે છે,
જાણે સંતાડ્યા હો બખ્તર માદળિયામાં.
***