નારીસંપદાઃ નાટક/આથમણે અજવાળા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 293: Line 293:
<center>
<center>
{|style="border-right:૦px #000 solid;width:600px;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:600px;padding-right:0.5em;"
|-Name
|-
|Name
|
|age in drama
|age in drama
|-
|-

Revision as of 01:49, 5 May 2026

૧૮. આથમણે અજવાળા

સ્વાતિ ધ્રુવ નાયક

પાત્રો : પોલીસ – મિત્રા- શુભા – સરલા – રામ – રાહુલ – વિકી – ડોસો૧ – ડોસો૨

પોલીસ : નામ ?? મિત્રા : હું મિત્રા, મિત્રા જાગીરદાર.. અહીંની બધી વ્યવસ્થા હું સંભાળું છું. પોલીસ : અરે બેન તમારું નહિ..જે બે ડોસા ખોવાયા છે ને તેમના નામ ... શું દિવસો આવ્યા છે? આ નાના બાળકો ખોવાયા તો સમજ્યા પણ આતો ડોસા.. મિત્રા : શુભા સંઘવી ને રામ પુરોહિત....શુભા માં ને રામ દાદા કહેતા અમે... પોલીસ : ઉંમર મિત્રા : પાંસઠ..શુભા માં ની પાંસઠ ને રામદાદા ની સિત્તેર... પોલીસ : એમના કોઈ સગા? મિત્રા : રામદાદા નો દીકરો તો અમેરિકા છે. શુભા માં નો સિક્કિમ ...ફોન કરી દીધા છે. ક્યારે આવે એની ખબર નથી... પોલીસ : એમને કોઈ રોગ આઇ મીન આ ઉંમરે કોઈ અસાધ્ય રોગો હોય તો.. ઘરડું માણસ હતાશા માં કાઈ પણ કરી શકે યુ નો? મિત્રા : હતાશા માતો યુવાન માણસ પણ કાઈ પણ કરી શકે છે ? પોલીસ : હા બરાબર છે. પણ ઘરડું માણસ એવું જલ્દી વિચારે એમ પણ ઉંમર થઈ હોય.. મિત્રા : શાની? પોલીસ : હમ?..શું? મિત્રા : શાની ઉંમર થઈ હોય? મરવાની? પોલીસ : હા...ના..એટલે કે ઘરડા થવાની મિત્રા : ઘરડા થવાની કોઈ ચોક્કસ ઉંમર હોય? ને માણસ ઘરડું થાય એટલે મારી જવાની ઉંમર? ઉંમર ન થઈ હોય એ બધા જીવતા હોય છે..હું..તમે...ને ઉંમર થઈ હોય એ બધા તૈયાર જ હોય છે? મરવા માટે? બસસ્ટોપ પર ઊભા રહી બસ ની રાહ જોતા હોય એમ... પોલીસ : અરે પણ આ ઘરડા માણસ મિત્રા : ઘરડા થવું એટલે શું? સાઠ ની ઉંમર મે પાર કરવી? કે પછી... મન ના ઉમડકાને ડીપ ફ્રીઝ માં મૂકી બદલાતી ઋતુઓ ને સપાટ ચેહરે જોયા કરવું? એ તો કોઈ પણ ઉમરે થઈ શકે ને? પોલીસ : જુઓ બેન.. આ તમારા ઘરડા ઘર... મિત્રા : માનવમંદિર.... પોલીસ : હા... એ જ અહીથી બે ડોસા ખોવાયા છે. સગા ને જાણ કરી છે..ફોટા જમા કર્યા છે... તપાસ કરીશું....મળશે તો અહી મૂકી જઈશું... (સવાર સવારમાં મગજની કઢી કરી નાખી) મિત્રા : તમારી માં છે? પોલીસ : હેં...? તે હોય જ ને...કોઈ ઉપર થી ડાયરેક્ટ....છે... કેમ...? મિત્રા : એમ જ...ઉંમર ? કેવડા છે એ ?. પોલીસ : ઓ બેન અહી તને રિપોર્ટ લખવો છો..મને સવાલો ના પૂછો..હું તપાસ કરું દરિયા કિનારે રેલવે ટ્રેક... મિત્રા : (ખખડાટ હસે છે) પોલીસ : તમને તો શોક લાગ્યો છે..તમારા કંઈ સગા થતાં હતાં ?.. મિત્રા : સગા? સગા કોને કહેવાય... શુભા : સગા કોને કહેવાય મિત્રા?.. મિત્રા : શુભામાં સગા એટલે તો રીલેટિવ જેમની સાથે લોહી સંબંધ હોય અથવા તો સામાજિક કે કાનૂની સંબંધ હોય...જેમ કે મા-બાપ...ભાઈ-બહેન.... પતિ-પત્ની.. શુભા : તો તારી અને મારી વચ્ચે શું સગપણ...? મિત્રા : કંઈ નહી .. શુભા : કંઈ નહી? મિત્રા : એટલે કે છે...આપણી વચ્ચે લાગણી છે ... લાગણી નો સંબંધ... શુભા : હ..હું એ જ કહું છું...જેમની વચ્ચે લાગણી નો સંબંધ હોય એમને જ સગા કહેવાય... બાકી બીજા બધા તો.. (સરલા ની એન્ટ્રી) સરલા : લ્યો ત્યારે..આ ડોઢડાહી અહી ભાષણ થોકે છે ને હું મૂઈ આને મંદિરે ગોતી આવી..આ પ્રભાતિયે માણસ મંદિરે જાય કે વાતો ના વડા કરે..હે....... શુભા : સરલા, તને કોણે કીધું કે માણસ સવારે મંદિરે જ જાય..આ તારું ભલું છે..ના ..ના..માણસ સવારે મંદિરે જાય...સાંજે મંદિરે જાય....રાત્રે ભગવાન નું નામ લેય..ના...ના..બીજું કંઈ કામ નથી... સરલા : સે...આ ઘરડા ઘર માં કાઈ કામ સે...આ જીવન બહુ.....દાવ લે સે હો... એ તને ખબર સે...જ્યારે હું નવી નવી પરણીને ગઈ તિ ને ત્યારે બહુ... થાતું તું..તે આખો દી કંઇજ કામ ના હોય બસ હું ને મારા ઈ..... એ મેક સાથે વાતો ના વડા કરવાના ...અમથું અમથું જોવાનું...ને અમથું અમથું મલકાવાનું... પણ..... ત્યારે તો વખત જાણે પાખાળો ઘોડો...સવાર ના પાચ ના ટકોરા થયા નઇ....કે હાહુ માનો ખખડાટ ને હહરાજી નો ખોખારો નીંદર ને ટપલા મારી ને જગાડે...વહાલા ના પડખે થી ઉઠી ને કમને કામે લાગવાનું ઈ રાત કોને કીધી..રાત થતાં તો થાક ને માર્યા ઊંઘી જ જવાય...ને આઇ આ ઘરડાઘર માં વખત મગર..ની જેમ મો ફાડી ને ઉભો છે..ને કંઈ કામ નથ..ઘરડા ઘર માં તો વખતેય ઘરડો... શુભા : મે તને કેટલી વાર કીધું આ ઘરડા ઘર નથી.. સરલા : હા..ખબર છે..માનવમંદિર....ઘરડા માણહ નું... શુભા : ઘરડી હસે તું હૂતો ઘરડી થવાની જ નથી.. રામ : સાચી વાત માણસ મન થી ઘરડો ના થાય ને તો આખી જિંદગી યુવાન રહે ને માણસ નું મન થાકે તો યુવાની માય ઘરડો... સરલા : હાચી વાત હો..આ મિત્રા ની જેમ... મિત્રા : અરે આમાં હું કયાંથી વચ્ચે આવી.. સરલા : હાવ ડોહી લાગે ડોહિ..આ ડોહા ભેગી તુંય ડોહી થેય થવાની..આ લે લે..આ તારો વર નાલાયક નફફટ નરાધમ... શુભા : સરલા...તું છે ને........... સરલા : તું બેહ ચાપલી...સરલા.. સરલા... ઈ તને છોડી ગયો તો મુઓ...તે કોઈ બીજો ગોતીને ઝટ પરણીજા..જુવાનીમાય ડોહી થવાની આમ ને આમ ... શુભા : બસ હ હવે...ચૂપ થઈ જા સરલા... સરલા : એમ...ચાલ ચૂપ...હવે તો મંદિરે આવે છે... શુભા : ના હો...આ પુરોહિતજી છાપું લાવ્યા છે ને હું વાચી ને આવું... સરલા : એ રામભાઈ...એક વાત પૂછું...આપણે અહીંયા આવી ગયા...આ ઘરડા.....માનવમંદિર માં...માનવમંદિર..માં.... બરાબર.... રામ : બરાબર સરલા : આ અહીથી જીવતે જીવ બારે નીકળાવાનું છે..એટલે ઇમ કે અહીંયા થી આપડે માર્યા પછી જ બારે જઈશું ને... શુભા : ઓ પુરોહિતજી આ સરલા છે ને બહુ ફિલોસોફીકલ વાતો કરે છે.....ફિલોસોફીકલ... તને નહિ સમજાય સરલા : હા હવે ચાપ્લી વાતને આડો રસ્તો ના દેખાડ..તમે બોલો રામ ભાઈ.. રામ : ના.... આમ તો કંઈ શક્યતા દેખાતી નથી... સરલા : તાઇ..તો પછી આ છાપું વાચવાનું કામ..હું.. આપણે આહી છે ને છાપું બારે ની દુનિયાનું બળ્યું જાણી ને જીવ બાળવો.... રામ : સરલાબેન..જીવ બાળવા નહિ હું તો ખુશ થવા વાચું છું...આ છાપા મા જે સમાચાર આવે છે તે જોતાં તો થાય છે કે સારું થયું નીવરૂત થઈ અહી આવી ગયા..આ બહાર ની દુનિયા હવે જીવવા જેવી થઈ રહી... સરલા : દુનિયા તો ઈ ને ઈ જ શે રામભાઇ... પણ જીવવા જેવા માણહ ઇમાંથી બારે વયા ગયા... જોને આપણે તો અહી ગુંડાળા આપણા વગરની દુનિયામાં લેવાનું હું હોય...નહિ (બધા હસે છે)પણ હું બારે જાઉં શુ ને પાસી અહીંયા જ આવું છું (મિત્રા ને લઈને જાય છે) એ છોરી હાલ મારે તારું એક કામ છે...હાલ રામ : શુભાજી... આપણા દીકરાઓને પણ થતું હસેને કે આપણા મા બાપને આ ખરાબ દુનિયા થી દુર રાખવું જોઈએ એટલે આ માનવમંદિરમાં મૂકી... શુભા : (રામને અટકાવતા)પુરોહિતજી તમને હંમેશા પોઝિટિવ વિચારો જ આવે છે રામ : સારું વિચારીએ તો સારું જ થાય. શુભાજી આ પત્ર તમે તમારા દીકરાને મોકલ્યોતો શુભા : હમમ.... રામ : પાછો આવ્યો છે.સરનામું ખોટું છે. શુભા : સરનામું ખોટું....પણ રાહુલે તો મને આજ સરનામું આપેલ..... આ લાગણીઓનું આવું જ હોય છે નહિ.... ખોટા સરનામે જ પહોંચે ...ત્યાં કશું હોય નહિ ને આપણી તરફ ....એના કરતાં તો આ છાપા સારા ક્યાંકને ક્યાંક તો પહોંચે કોઈક ને કોઈ તો વાચે. પુરોહિતજી આમાં વાર્તા બહુ સારી આવે છે હો..હું તો કાયમ રાહ જોઉં છું કે હવે શું થશે....... જિંદગી તો સ્થિર છે કમસે કમ વાર્તા ની જિંદગી માં તો કુતૂહલ છે કે હવે શું થશે..ક્યારેક તો થાય છે કે હું જ લખી નાખું આગળ નું એપિસોડ.. રામ : તો લાખો ...લખવું જ જોઈએ. આજે તમે બોલો છો તે કેવું અર્થસભર હોય છે એ હું તમને કેવાનોજ હતો ... જુઓ આ ડાયરી તમારા માટે લાવ્યો છું. આમાં લાખો... શુભા : અરે પણ... હું કોઈ લેખક નથી. હું કોઈ વાર્તાકાર કે કવિ નથી .શું લખું આમાં રામ : જે મન માં ઊગે તે લખો કંઈ નહિ તો રોજનીશી જેવું.. શુભા : રોજનીશી અહી માનવમંદિર માં કઈ બને છે ખરું... માણસ જેવું માણસ ડાળ પરથી ખરી પડે ને ધ્રુજતુ કાંપ્તું અહી આવી મારવાની રાહ જોતું પડ્યું રહે ...પુરોહિતજી મને પણ તમારી જેમ પોઝિટિવ જ જિંદગી ગમે.. પણ અહી તો સમય ખુદ દીવાલ બની આપણને ઘેરી ને ઊભો છે. કશું બનતુ નથી કોઈ ઘટના નહિ... બસ સૂરજ ઊગે છે ને આથમે છે...સમય તો જાણે મૃત હોય જળ ને આપણે મોબાઇલ ની સરકતી સ્ક્રીન પરથી સરકતા ફોટાની જેમ સરકતા સમય ને જોયા કરવાનું ... એને સ્પર્શીય ન શકાય ..અનુભવીય ન શકાય.. રામ : તમારા હસબન્ડ રાઘવ ને ગયાને... શુભા : વિષ વર્ષ, વિષ વર્ષ થઈ ગયા ... એ હતા ત્યારે ખબર.... રામ : (અટકાવતા) એ હતા ત્યારે ખબર ન હતી કે એમનું ન હોવું આટલું વિવશ કરી દેશે નહીં... શુભા : હા ... રામ : જીવન સાથી હવા જેવા હોય છે આસપાસ હોય તો દેખાય નહિ ને જ્યારે ન હોય ત્યારે જ ગૂંગળામણ થાય. શુભા : (અટકાવતા) અમારા એ અમદાવાદ ઘરમાં, એ ઘરમાં મે બહુ સપનાઓ ગોઠવેલા ... રિતાયાર્ડ લાઇફ આવી હશે તેવી હશે ..રોજ સાંજે છાપું વાચી નિરાંતે ચર્ચા કરીશ બગીચાના ફૂલો વચ્ચે પૌત્ર પૌત્રી ને રમાડી આનંદ ઉગાડશું ..... એ ઘર, એ ઘર મે બહુ જતન થી સાચવેલું. પણ રાઘવ એમાં નિરાંતે રહેવા પામ્યા જ નહિ ને બહુ વહેલા જતા રહ્યા ..છતાં ...છતાં હું રાઘવ ને અનુભવી શકું છું.ત્યાં મારો રાહુલ, વહુ રીમા ને મારી પૌત્રી પરી બધું જીવંત છે ત્યાં તો રાઘવની તસ્વીર પણ મને જીવંત લાગે છે સતત મને ક્યાંકને ક્યાંક.... રામ : (અટકાવતા) હવે અહી જીવન શોધી લો શુભાજી... એ જ સારું છે. શુભા : અહી ...ના હો... મારો રાહુલ આખી જિંદગી મને અહી નાખી જાય એવો નથી. એ તો એની બદલી છેક સિક્કિમ થઈ છે ને એટલે એ કહેતો હતો બહુ દૂર છે. બહુ ઠંડી હોય ત્યાં..ખાવાની તકલીફ ...રેવાની તકલીફ રામ : અમદાવાદ નું ઘરતો તમારું છે ને. શુભા : હાશ તો..એક ચાવી પણ રાખી છે મે રામ : તો ત્યાં તમે એકલા ન રહી શકો શુભા : રહી જ શકુને..પણ રાહુલ કહે ત્યાં તું એકલી માંદી સાજી કોણ જુએ તને ત્યાં...એને બહુ ચિંતા હોય છે મારી એટલે વર્ષે બે વર્ષે.... રામ : (અટકાવતા)ચિંતા હોય તો સાથે રાખેને... શુભા : શું?? રામ : (વાત બદલતા) સિક્કિમ..જુઓ આ સિક્કિમ. આ ગેંગટોક..આ પત્ર માં ગેંગટોક નું જ સરનામું છે શુભા : હા... રામ : રાહુલ ત્યાં જ છે ને શુભા : હા, ખરેખર આ તો બહુ સુંદર પ્રદેશ છે.અહી તો એક વાર જવું જ જોઈએ .અહી જાઉં તો કદાચ આ ડાયરીમાય કશું ઉગશે.હું હમણાં જ રાહુલ ને ફોન કરું છું ...હા પણ ...મારો ફોન... જુઓને ફોન તો હું રુમ પર જ ભૂલી ગયી..આ તમને વાંધો ન હોય તો તમારો ફોન આપશો. રામ : આ લો... શુભા : હા ..હું એના જોડે વાત કરી લઉં (ફોન ની રીંગ વાગે છે) શુભા : હલો ..રાહુલ બેટા રાહુલ : માં...હા હા બોલ.. શુભા : કેમ છે બેટા ..મજા માં તો છે ને રીમા પરી બધા.... રાહુલ : હા હા ઈ બધા બરાબર છે.તને કંઈ કામ હતું મારું .ને તારો નવી ફોન તો બરાબર ચાલે છે ને.. શુભા : હા બેટા આ તો બેટરી લો હતી એટલે ..પણ મે જોયું હ...આ તારું સિક્કિમ તો બહુ રૂપાળું છે તું મને ત્યાં જ લઈ જા .હવે અહી નથી ગમતું .બહુ એકલું લાગે છે અને મારે સિક્કિમ પણ જોવું છે. રાહુલ : (અટકાવતા) ના ના તને અહી ન ફાવે ને જો માં જિંદગી ફોટા માં દેખાય એવી નથી હોતી .. ચાલ હમણાં બિઝી છું રાત્રે ફોન કરીશ . શુભા : અરે બેટા વાત તો સાંભળ. રાહુલ : કહ્યું ને મે રાત્રે ફોન કરીશ ચાલ બાય... (ફોન કટ થાય છે) શુભા : હલો.. હલો..કટ થઇ ગયો ..નેટવર્ક નહિ હોય ત્યાં .. રામ : નેટવર્ક તો હોય જ છે શુભાજી બસ કનેક્ટ નથી થવાનું ..તમને ખોટું ન લાગે તો એક વાત કહું.. શુભા : હા કહોને... રામ : હવે સ્વીકારી લો કે આજ તમારું ઘર.. શુભા : આ..નારે..આ કાઈ મારું ઘર નથી. રાહુલ આવતા વર્ષે તો મને ચોક્કસ જ લઈ જશે. રામ : રાહુલ સિક્કિમ છે? શુભા : હા,પૈસા વધુ કટ થયા હસે નઇ હું આપી દઈશ રામ : એ જૂઠું બોલે છે એ અમદાવાદ છે .જુઓ આ Truecaller આમાં ગુજરાતનું લોકેશન બતાવે છે. હું તો તમને પહેલા થી જ કહેતો હતો. શુભા : ( અટકાવતા)હા પહેલા જ કહેલું તમને તો થતું હસે ને કે દુઃખી છું તો બીજું કોઈ સુખી શું કામ હોવું જોઈએ રામ : શું? શુભા : શું કામ કોઈનો દીકરો સારો હોય..... રામ : અરે પણ ... શુભા : પણ શું કામ , શું કામ મારી ભ્રમણા તોળી..શું કામ આ સત્ય બતાવ્યું મને ...કમસે કમ હું ખુશ હતી આશા હતી મને કે આજે નહિ તો કાલે મને મારો રાહુલ લઈ જશે હું મારા ઘરે જઇશ... મારા ઘરે ..જ્યાં મારા રાઘવ ના હોવાનો અહેસાસ છે રાઘવ ને મારું ઘર જોઈતું હસે .માત્ર ઘર ..હું નહિ.. હું નથી જોઇતી... રામ : અરે ના.. શુભા : am I unwanted બોલને સરલા.. Am I unwanted... સરલા : આપણે બધા unwanted છીએ.. મિત્રા : સરલા બા તમને અંગ્રેજી આવડે.. સરલા : ના પણ આ unwanted garbage શબ્દ મારા વિકીડા ના વહુ ના .. એ કાયમ કેતી કે તારી મા unwanted garbage સે..એને આપણી ભેડા અમેરિકા નહિ લવાય ..ને ઈ મારા વિકિડા ને હાચુ લાગ્યું. મને બરાબર યાદ છે એક દી..એક દી હું મારા કાનુડાની આરતી કરતી તી.. વિકી  : લિઝા.. mind your language.. unwanted તો સમજ્યા પણ garbage... હા..હા..પણ પપ્પાનું બારમું આજે પત્યું છે. હા હું વાત કરું છું...ok હા ok bye.. Mom..mom મારું જેકેટ ક્યાં છે. સરલા : હા દીકરા લાઉં.. વિકી : આજની જ ફ્લાઈટ છે મારી.. સરલા : ને હું... વિકી : તું.. mom.. લિઝા સાચે જ કહેતી હતી તને અમેરિકા ના લઈ જવાય ..જો તારી વ્યવસ્થા મે માનવમંદીર માં કરી દીધી ત્યાં તારી જેવા ઘણા હશે સરલા : હશે જ ને આ આજ કાલના જુવાનિયાઓ નો તો વ્હાલ જ ખોટો બેઠો છે._______________ભલે હું તો અહી મારા ઘરમાં જ રહીશ. વિકી : ઘર...ઘર મે વેચી નાખ્યું છે. એ જ પૈસા માનવમંદિર માં ભર્યા છે ને બાકી ના તારા ખાતામાં જમા કર્યા છે લે..(પાસબુક)... સરલા : ઘર વેચી નાખ્યું ને મને પૂછ્યુંય નહિ.. વિકી : હા ને પછી વાતો કરે કે દીકરો નફાવટ મા ને એકલી મૂકીને જતો રહ્યો.. સરલા : તે નત જતો તું…. ના જાને.. મને તારા વગર ન ભાવે.... એ વિકીડા તને ખબર છે જ્યારે આવડો હતો ને ત્યારે અંધારાથી બહુ બિતો રાત્રે મારી પડખે મને વડગી ને હૂતો તો.. હાઉ પાહે...તારા ધબકારા મારી છાતી માં ધબકેને એટલો પાહે..અરે એક રાત હું જરા બહાર જવા ઉથી ને તું જાગી ગયો..કેટલી રડારોળ કરી મૂકી તી..હું દોડતી આવી ને તને આમ....બાથમાં લીધો ..તોય ડુસકા ભરતો તો ..વિકીડા મને એકલા બહુ ડર લાગે બકા ..મારાથી એકલા નહિ રેવાય તું મને તારા ભેગો લેતો જા..હું તને રાંધીને જમાડિશ.. વિકી : મોમ, મને અમેરિકા માં સસુ-વહુ ની ગોસીપ જોઇતી જ નથી.. એ તારો વાંક કાઢસે ને તું એનો..વહુ રાંધતી નથી..સફાઈ કરતી નથી... સરલા : આવડશે તો કરશે ને.. પણ હું રંધિશ ..વહુને પણ જમાડિશ વિકી : આ દોસાઓને આ જ બહુ પ્રોબ્લેમ છે તમને એમ છે કે તમારા વગર બધું અટકી પડશે..છોકરો ભૂખ્યો રહેશે ...તમારી જીભ..એના પરતો જરાય કાબૂ રહેતો નથી...બસ બહુ થયું..મને જમવાનું નહિ શાંતિ જોઈએ છે..ને મને ખબર જ હતી કે આવા જ ડ્રામા ક્રીએટ કરશે ..એટલે જ મે આજની ફ્લાઈટ બુક કરાવીતી હું જાઉં છું.. સરલા : પણ...પણ વિકીડા મારી વાતતો સાંભળ... વિકીડા હું નાટક નથી કરતી..મને તારા વગર નહિ ભાવે..હું નાટક નથી કરતી..મને તારા વગર નહિ ફાવે ના..ટ..ક.નથી કરતી..હું નાટક નથી કરતી. કાનુડા ઇ મને કહીને ગયો છે હું નાટક કરું છું મને એના વગર નથ ગમતું હું નાટક કરું છું બોલને કાનુડા હું નાટક કરું છું.... (વર્તમાન માં) શુભા : શાંત થઈ જા સરલા.. સરલા : શુભા..કે ને શુભા હું નાટક કરું છું.. શુભા : ના.. રામ : પહેલા શુભાજી રડ્યા, સરલાબેન હવે તમે રડો છો..શું કામ..જો એમની જિંદગી આપણા વગર સુખી હોય તો આપણી જિંદગી એમના વગર સુખી કેમ ન હોઈ શકે... સરલા : તે તમ નથ રડતા ..તમારા દીકરા-વહુ તમને અમેરિકાથી ફોન નથી કરતા તો તમે ફોટા જોયા કરો છો કે નહિ રામ : ફોટા આનંદ થી જોવાના અને ખુશ થવાનું કે એ લોકો ખુશ છે શુભા : હા આપણા વગર? રામ : હા આપણા વગર. એ વાત સ્વીકારવી જરા મુશ્કેલ છે અણગમતી છે પણ અણગમતી વાતો ને જ જિંદગી માંથી ______ દેવો જ રહ્યો ને અહી ગમતી જિંદગી ગોઠવવી જ રહી.. મિત્રા : હા..મે ગોઠવી એમ ..વાંજડી કહી કાઢી મૂકી મને છોકરા ન થયા. પણ અહી આવી ને કેટલાય મા-બાપ ની હું વાહલી દીકરી થઈ..અહી શી ખોટ છે મને હું મન ફાવે ત્યારે ચિત્રો દોરી શકું ,વાંચી શકું. ત્યાં જો દયા ખાઈ રાખી હોત તો આખો દિવસ __ કરતી હોત એવા લોકો માટે જેમના માટે હું unwanted હતી.. રામ : જોયું આપણે ત્યાં ભલે unwanted હોઇએ. પણ ક્યાંક આપણું રહેવું કોઈને ગમતું હોય છે ને આપણે બધા એકબીજા માટે તો wanted છીએ ને.. (બધા:હા.....) રામ : હા મળ્યું ને દુઃખ માંથી સુખ.. સરલા : હા આપણે બધા તરછોડાયા એ દુઃખ પણ આપણે બધા અહી ભેગા થયા એ સુખ... મિત્રા : અરે વાહ સરલા બા... રામ : શુભાજી..હવે સુખને આ ડાયરી માં લખો શુભા : હા પણ હું શું લખું.. સરલા : એ શુભા તને યાદ છે જ્યારે તારા દીકરાનો પત્ર પાછો આવ્યો તો ત્યારે તું કઈક કેતી હતી .... લાગણી..... શુભા : લાગણી,લાગણી ને સરનામે હવે કાગળ નહિ પાનખરની છે મોસમ, ને રણ ચોપાસ છે સરલા : (અટકાવતા) બહુ અઘરું લખે શુભાડી.. મિત્રા : કેવું સરસ.. રામ : સુખ..સુખ લખો...સુખને શોધો જડશે. શુભા : હું હતી મારામાં...... હું હતી મારામાં , ને મને જ ખબર નહિ.. મને જડી હું હવે બધેય નિરાશ છે.... શુભા : પુરોહિતજી આજે ચા ના સમયે ના દેખાયા રામ : હા ..આજે જરા કામમાં હતો.. ડોસો 1 : વાળ કપાવી એમ નત કેતો ને ઉપર થી દાઢી...આ ઉંમરે ભારે લાગે હો રામભાઇ.. રામ : કાનજીભાઈ, આ ઉંમરને હજામત ને કઈ લેવા દેવા ખરી.. ડોસો 2 : છોળ ને લ્યા..આ રામભાઇ ને છેડવા માં જરાય મજા નથી..એમને આપણી ભેળાં ભજનમાં આવું ગમતું નથી ને બાકળે બઈરામંડળ હારે બેવાનું ગમે છે હાલ... રામ : અરે પણ પેપર..ભજન..શુભાજી આ હું એટલે જ નથ આવતો આ ડોસાઓ પણ આ ઉમરે ગોસીપ છોડતા જ નથી ગઈકાલે જ મને કેતા તા કે પેલા રૂપાળા બેન તમારી રાહ જોતા બેઠા છે.. શુભા : હા કાલે કેમ ના આવ્યા .. રામ : શું?? શુભા : એટલે...આ રૂપાળા બેન એટલે કોણ...મિત્રા રામ : ના તમ..એટલે કે હશે કોઈ ..આ ઉમરે રૂપને શું ધોઈ પીવું છે.આ ઉમરે મનની ભાષા સમજેને તેવા વ્યક્તિઓ સાથે સમય વિતાવવું ગમે.. શુભા : સાચી વાત.. રામ : પણ આ દુનિયાના લોકો કેવા છે બે માણસો વચ્ચે વેર બંધાઈ હોય ત્યારે કહે છે..હસે કાઈ આપણ ને શું ..પણ જ્યારે બે માણસો લાગણી થી વાતો કરતા હોય ને ત્યારે એમની જાગીર લૂંટાય જાય એવી ચોકીદારી કરે .. (શુભા ને રાહુલ નો ફોન આવે છે) શુભા : રાહુલ નો ફોન આવે છે..હલો હ..રાહુલ બેટા આજે તો તે માને ફોન કરવાનો સમય કાઢી જ લીધો ને..તું આવી ગયો અમદાવાદ..મને લેવા ક્યારે આવે છે હવે નથી ગમતું બેટા.. રાહુલ : ના સિક્કિમ જ છું ને શું નથી ગમતું તને,કાલે માનવમંદિર માંથી કાનજી કાકા નો ફોન આવેલો મને એ તો કેતા તા તને જરા વધારે જ ફાવી ગયું છે ત્યાં તારા વિશે ગમેતેમ બોલતા .. શુભા : મારા વિશે.. કાનજીભાઈ.. પણ એ મારા વિશે ગમેતેમ શા મારે બોલે .મે કાઈ ઝગડો નથી કઇરો..... રાહુલ : (અટકાવતા) ઝગડો નહિ..તેઓ કહેતા હતા કોઈ રામભાઇ જોડે તારું.. શુભા : મારું શું..? રાહુલ : તને જરા વધારે ફાવી ગયું છે.. શુભા : તે સારું ને બેટા આમેય મને અહી જરાય ગમતું નોતું..અહી બધા બસ ભજન ને ભોજનની જ વાતો કરે અને પુરોહિતજી.. રાહુલ : મા લોકો વાતો કરે .. કેવું ખરાબ દેખાય તારું.મારા થી તો જરાય સંભળાયું નહિ.. શુભા : બેટા તને ઠેક સિક્કિમ સુધી બધું સરસ દેખાય છે અને સંભળાય પણ છે એટલું જ ખરાબ લાગતું હોય તો મને લઈ જાને તારા જોડે સિક્કિમ.. નહિ તો અમદાવાદ ના ઘરમાં હું એકલી પણ રહિ શકું પેકિંગ કરું.. રાહુલ : સિક્કિમ સિક્કિમ ના કર અને જે કહ્યું એનું ધ્યાન રાખ આપણી બદનામી થાય એના કરતાં પહેલાં આ રામભાઇ કે પેલા જે હોય તે એનાથી દુર રે...મારે તને આટલું જ કેવું હતું.. રામ : શું થયું રાહુલ લેવા આવે છે તમને.. શુભા : નહિ..બસ જાઉં મારા રૂમ પર..રામાયણ લાવી હતી આજથી શરૂ કરું વાચવાનું.. રામ : પણ ઘાસ પર ચાલવા નથી જવું.. શુભા : પુરોહિતજી...આ ઘાસનો ભીનો સ્પર્શ તો મને બહુ ગમે પણ રાહુલ કહે છે તબિયત સાચવ મોજા પેરી રાખ ચોવીસ કલાક.. રામ : ચિંતા કરે છે એ તમારી... શુભા : હા, તમને ખબર આ ઘાસ નો ભીનો સ્પર્શ મને કેમ બહુ ગમે એ મને મારી પરીના સ્પર્શ જેવો અનુભવાય છે. રાઘવના ગયા પછી કોઈનો વ્હાલ ભર્યો સ્પર્શ નથી પામી હું.. આપણા જ ઘરમાં આપણે જાણે અસ્પૃશ્ય ..કોઈ અમથુંય હાથથીય શું મીઠી નજરથીય સ્પર્શે નહિ સ્પર્શ ની આસપાસ તો જાણે સ્પર્શ ની દીવાલ બની.. રામ : (અટકાવતા) દીવાલો મનમાં હોય છે શુભાજી એનો તોડવું બહુ મુશ્કેલ નથી હોતું ચાલો સાંજ થઈ ગઈ છે ચાલવા જઈએ.. શુભા : પુરોહિતજી સ્પર્શ પર મે એક કવિતા લખી છે રામ : કહો.. શુભા : સ્પર્શને સરનામે શબ્દો જશે ખરા.. ભીંજવે મને છતાંય એમને અડશે ખરા.. (Background music Montages) સરલા : મિત્રા.. મિત્રા : અરે સરલા બા તમે મારું પત્તાનું ઘર પાડી નાખ્યું સરલા : પત્તા નું ઘર છે પાછું બનશે મિત્રા : અરે પણ કેટલી મહેનત થી બનાવ્યું તુ.. સરલા : ઇમ કરતા કોકનું ઘર બની શકે છે ઈ નથ દેખાતું મિત્રા : કોનું ઘર.. સરલા : અરે જોતી નથી.. શુભાળી નું મન રામભાઇ ના મન હારે ઘર બાંધે છે.. શુભા : પણ પુરોહિતજી આ છોડ તો રોપી દીધો પણ ચોમાસુ તો ક્યારનું વીતી ગયું...હવે આ પાનખર ની સૂકી આબોહવામાં આ છોડ જીવશે ખરો.. રામ : કેમ નહિ જીવે, પાણી આપીશું આપણે રોજ.. મિત્રા : તમે એમ કેવા માંગો છો... સરલા : કેવા માંગતી નથી કંઈ સુ..આ બંને ને ભેગા કર ઘર મંડાવી દે... મિત્રા : ઘર...આ વૃદ્ધાશ્રમમાં આજ સુધી અહી કોઈ લગ્ન થયા નથી.. સરલા : તો બારે કરાવી દઈએ.. મિત્રા : સરલા બા તમે તો જાણો જ છો ને વૃદ્ધાશ્રમ ના નિયમો...તમારા સંતાનો ની મંજૂરી વગર મારાથી તમને અહીથી બહાર ન મોકલાય..અને એમનો દીકરો શું કહેશે..ના એ નહિ જ માને... સરલા : દીકરા એમની માટે તો જીવતે જીવ મરી ગયા અમે...મિત્રા અને હાચે મરી જઈએ તો હા ઈ જ છે... મિત્રા : શું ઠીક છે..સરલા બા તમે આત્મહત્યા કરવાની વાત કરો છો ..જુઓ..... સરલા : (અટકાવતા) અરે મરે ઈ બીજા...તું ચિંતા ના કર.. બસ તું કાઈ એવું કર કે બંને કબૂલે ભેળાં રેવું છે..હા ઈ જ કર... રામ : મિત્રા શું ગપસપ ચાલે છે... મિત્રા : કાઈ નહિ રામદાદા મારે તમારી સલાહ જોઈએ છે.. રામ : હા બોલ બેટા.. મિત્રા : સાચી સલાહ આપજો હ.... રામ : હા બોલને..... મિત્રા : કોઈનું ઘર ભાંગ્યું હોય મન ભાંગ્યું હોય પછી પાછું જોડાય .. રામ : કેમ ન જોડાય તારે પાછા લગ્ન કરી જ લેવા જોઈએ. શુભા : હા મિત્રા : કોણ પરણાવશે મને ..હું એકલી.. રામ : હું પરણાવીશ તને... શુભા : હા બેટા હુંય ગોતિશ છોકરો તારા માટે.. મિત્રા : તમ...તમે પરણાવશો મને, કન્યાદાન કરશો મારું. શુભા : હા બેટા તું દીકરી છે અમારી... મિત્રા : પણ એના માટે તમારે મારા માબાપ થવું પડે શુભા : છીએ જ મિત્રા : એમ નહિ..તમારે કાયદેસર મારા માબાપ થવાનું મને દત્તક લેવાની એના પહેલા... સરલા : પહેલા તો તમારે પરણવું પડે.. શુભા : શું?? સરલા : ઈમાં આટલા આંચકા હાના લાગે સે... રામ : અરે સરલાબેન તમે ખોટું વિચારો છો હું અને શુભાજી તો ફક્ત... શુભા : હા... સરલા : શુભા..તને મારા હમ, હાચુ કે જે આ રામભાઇ હારે મન નથ મળ્યું તારું.. શુભા : સરલા પણ ગમે તે ઉમરે ગમતું ન થાય .લોકો જીવવા ના દેય..ને તમે નતા હસતા અમારા પર.. સરલા : હા પણ મને હમજાયું કે બે જીવ આનંદ થી વાતુ કરે ..ખુશ રેય એટલે જ કઉં છું ભેગા થાવ .આ ઉમરે તો પોતાનું વિચારો શુભા : અરે પણ રાહુલ શું કેશે... સરલા : રાહુલ..કોણ છે રાહુલ...એને ઈ ની જિંદગી માંથી જાકારો આપ્યો તો તું તારા ઘર માંથી એને નહિ કાઢી શકે.. શુભા : ઘર..ઘર છે ક્યાં પેન્શન ના પૈસા માંથી હવે કાઈ બીજું નવું ઘર ના લેવાય સરલા : ઈ બધું મે ગોઠવ્યું...તમ તમારા મુરત કાઢો.. રામ : અરે કોઈ મને તો પૂછો. મિત્રા : અરે પૂછ્યું લ્યો... રામદાદા તમે શુભામાને પરણશો?? એ શુભામા તમારે ભાગી ને લગન કરવા છે??? શુભા : છટ ... ગાંડી... સરલા : વાહ મિત્રા તું તો ઊંચા માંની નોટ છે હાલ હાલ... શુભા : અરે પણ... રામ : પણ ... શુભા : શું કરો છો તમે બેઉ... (લગન કરાવે છે ….સરલા રાહુલને ફોન કરે છે) સરલા : હલો..હલો તમે રાહુલ બોલો રામ : હા તમે? સરલા : બઉ ખોટું થયું ભાઇડા રાહુલ : તમે કોણ છો, ક્યાંથી બોલો છો, ને રડો કેમ છો સરલા : હું તારી મા ની બેનપણી...માનવમંદિર માંથી બોલું..તારી મા... રાહુલ : માને.... માને...શું થયું.. સરલા : મરી ગઇ ..કાલે રાત્રે જ..તમ બધાને બહુ યાદ કરતી તી.. રાહુલ : હા હા હું હમણાં જ આવીને બોડી લઈ જાઉં સરલા : બોડી ..બોડી નથ.. રાહુલ : શું? સરલા : બોડી લઈ જવા જેવી નથ તું હમજ ..તમ બધા અહી આવો એટલે અંતિમ સંસ્કાર અહી જ થઈ જાય.. રાહુલ : હા હા હું હમણાં જ આવું છું (વર્તમાન માં) મિત્રા : સગા....સગા કોને કહેવાય.. પોલીસ : બેન ઓ બેન ક્યાં ખોવાઈ ગયા મિત્રા : શુભમા કાયમ કેતા કે લાગણી ના સંબંધ હોય એમને જ સગા કહેવાય .. પોલીસ : હા હા પણ એમ.. સરલા : અરે મિત્રા...અરે મિત્રા ઓલી શુભાડી તો અમદાવાદ માં છે... ને આપણે અહીંયા ગોતીયા કરીએ છે બોલ... પોલીસ : શું મળી ગયા.. સરલા : હા પોલીસ : ને પેલા રામ પુરોહિત... સરલા : એ પણ... પોલીસ : આ બેન કહે છે ખોવાઈ ગયા તમે કહો છો મળી ગયા. આ તમે લોકોએ શું માંડ્યું છે..પોલીસ કાર્યવાહી ને મજાક સમજ્યો છે હવે આ રિપોર્ટ નું શું કરીએ આપણે. સરલા : સાહેબ કેન્સલ કરી દો ને.. પોલીસ : ફાઇનલ છે ને.. મિત્રા : હા પોલીસ : આ વખતે જવા દઉં છું આગળ થી ધ્યાન રાખજો સવાર સવારમાં મગજની કઢી કરી નાખી.. રાહુલ : ક્યાં છે મારી માં i mean મા ની બોડી, આપણે સીધા સ્મશાને જ જવાનું છે ને મિત્રા : સ્મશાને જ જવાનુ હોય છે આપણે બધાને, એ જ અંતિમ પડાવ.. રાહુલ : હું શુભા સંધવી ની વાત કરું છું.. મિત્રા : એતો અહી નથી . રાહુલ : પણ મને તો અહીથી જ ફોન આવેલો.. મિત્રા : ફોન.. મે તો નથી કર્યો સરલા બા તમે કરેલો.. સરલા : ના દીકરા ના.. રાહુલ : કાઈ સમજાતું નથી...(માને ફોન કરે છે) આ માનો ફોન તો અહી જ પડ્યો છે.. મિત્રા : હા લ્યો લઈ જાઓ રાહુલ : જોઈ લઉં તમને બધાને બોલાવો તમારા ટ્રસ્ટીને હું હમણાં જ વાત કરીશ.. (રાહુલ ને ફોન આવે છે) હાલો.. Voice : હા રાહુલભાઇ આ તમે ઘરને તાળું મારીને ગયા હતા ને , પણ આતો ઘર ખુલ્લું છે… રાહુલ : હા હું હમણાં જ આવું છું...કાલે ફરી આવીશ જોઈ લઈશ તમને બધાને ( રાહુલ બેલ વગાડે છે) રાહુલ : મા તું...તું ક્યારે આવી ? શુભા : તું સિક્કિમ થી ક્યારે આવ્યો.? રાહુલ : આ માણસ કોણ છે શુભા : આ મિ.રામ પુરોહિત છે રાહુલ : મા મે તને પહેલા જ ના પાડી હતી આ વ્યક્તિ થી દૂર રહેજે ને તું શરમ છોડીને એને જ મારા ઘરમાં લઈ આવી હમણાં ને હમણાં જ એને ભગાડ....... શુભા : (અટકાવતા)મિ.રાહુલ આ ઘર મારું છે. શુભા સંધવિનું , શુભા સંધવિ 65(પાસઠ) વર્ષે પોતાનો નિર્ણય લઈ શકે છે અને લીધો છે. આજથી હું મિ.રામ પુરોહિત સાથે અહીં જ રહીશ કારણકે આ મારી જિંદગી છે , આ મારું ઘર છે અને આ મારું પરિવાર છે..

Name age in drama
પોલીસ : 25 to 45
મિત્રા : 25 to 35 (ઘરડાઘર મેનેજર)
શુભા : 65 + (મુખ્ય પાત્ર)
સરલા : 65 + (મુખ્ય પાત્ર)
રામ : 70 + (મુખ્ય પાત્ર)
રાહુલ : 35+ (શુભ નો છોકરો)
વિકી : 35+ (સરલા નો છોકરો)
ડોસો 1 : 65 +
ડોસો 2 : 65 +