ધીરેન્દ્ર મહેતાની કવિતા/ધુમ્મસનાં પંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
mNo edit summary |
||
| Line 16: | Line 16: | ||
ટહુકાસૂનાં પંખી તો ભઈ, પીછાં થઈને તરતાં, | ટહુકાસૂનાં પંખી તો ભઈ, પીછાં થઈને તરતાં, | ||
સૂરજ પહેલાં પવન પહોંચી એને વીણી | સૂરજ પહેલાં પવન પહોંચી એને વીણી જાતો; | ||
ફૂલની ઉપર પોરો ખાવા બેસે ઢાળ ઊતરતાં, | ફૂલની ઉપર પોરો ખાવા બેસે ઢાળ ઊતરતાં, | ||
મુઠ્ઠી ખોલી જુએ અરે, કે ઝળહળ ઝાકળ આ તો! | મુઠ્ઠી ખોલી જુએ અરે, કે ઝળહળ ઝાકળ આ તો! | ||
Latest revision as of 02:17, 5 May 2026
૧૮.
ધુમ્મસનાં પંખી
ધુમ્મસનાં પંખી
સૂરજ તાણે ડોકી ને
ધુમ્મસનાં પંખી પાંખ પસારી પર્વતતટમાં
હળવે હળવે ઊડે...
પારિજાતનાં ફૂલ શો કલરવ આમતેમ રેલાય,
આભ નમીને નીચે એને ખોબેખોબે ઝીલે;
ત્યાં તો ઘાસ સફાળું હોઠ હલાવી ફડાક બેઠું થાયઃ
રખેને આભ બધોયે કલરવ પી લે!
ડાળ ઉપરથી કૂદી
એને વાંકી ચાંચે અધ્ધવચાળે પકડી લીધો
એ... ને ઓલા સૂડે!
ટહુકાસૂનાં પંખી તો ભઈ, પીછાં થઈને તરતાં,
સૂરજ પહેલાં પવન પહોંચી એને વીણી જાતો;
ફૂલની ઉપર પોરો ખાવા બેસે ઢાળ ઊતરતાં,
મુઠ્ઠી ખોલી જુએ અરે, કે ઝળહળ ઝાકળ આ તો!
તડકો થઈને પીછાં
ચારેકોર હવામાં પ્રસરે ને ત્યાં
સઘળું એમાં બૂડે!
૭-૧-’૭૮