ધીરેન્દ્ર મહેતાની કવિતા/દોહરાવલિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
જો, આ ગરમાળા ગરે, મ્હોર્યાં છે ગુલમોર, | જો, આ ગરમાળા ગરે, મ્હોર્યાં છે ગુલમોર, | ||
સૂરજનાં કિરણો ખરે; | સૂરજનાં કિરણો ખરે; આતશબાજી ઓર! | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
કાંઠે બસ ઊભા અમે, નદી નહિ રોકાઈ, | કાંઠે બસ ઊભા અમે, નદી નહિ રોકાઈ, | ||
રેતી ને પગલાં રમે, ભીનપ મળશે | રેતી ને પગલાં રમે, ભીનપ મળશે ક્યાંય? | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
કોણ જુએ છે ચાસને, સહુ કોઈ દેખે મોલ, | કોણ જુએ છે ચાસને, સહુ કોઈ દેખે મોલ, | ||
જો સાંભળ તું | જો સાંભળ તું શ્વાસને તો આવીને બોલ. | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 02:23, 5 May 2026
૨૩.
દોહરાવલિ
દોહરાવલિ
વાવી દીધું ઝાડ આ, જો એનો વિસ્તાર,
આવી પૂગ્યા જીવ કૈં, જોડ્યા તારેતાર,
*
પંખી ઊડ્યું આભમાં, પાન ધરાને અંક,
ફંફોસે શું ઝાડ આ, હાથ હલાવી રંક!
*
અણધાર્યું આ શું ખર્યું, પીછું છે કે ફૂલ?
આંખોને મીંચી રહું ભેદ મહીં મશગૂલ!
*
જો, આ ગરમાળા ગરે, મ્હોર્યાં છે ગુલમોર,
સૂરજનાં કિરણો ખરે; આતશબાજી ઓર!
*
કાંઠે બસ ઊભા અમે, નદી નહિ રોકાઈ,
રેતી ને પગલાં રમે, ભીનપ મળશે ક્યાંય?
*
કોણ જુએ છે ચાસને, સહુ કોઈ દેખે મોલ,
જો સાંભળ તું શ્વાસને તો આવીને બોલ.