ધીરેન્દ્ર મહેતાની કવિતા/રણમાં ઉત્સવ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
પથરાઈ ગયો આખા રણમાં | પથરાઈ ગયો આખા રણમાં | ||
ખદબદતું કળણ થઈને | ખદબદતું કળણ થઈને | ||
એને | એને ઝગમગમતું નિહાળીને | ||
ઝલમલ રજત મલીર | ઝલમલ રજત મલીર | ||
લહેરાઈ જાય સ્હેલાણીની આંખોમાં... | લહેરાઈ જાય સ્હેલાણીની આંખોમાં... | ||
| Line 37: | Line 37: | ||
રણની વચ્ચે ઊભેલા | રણની વચ્ચે ઊભેલા | ||
એના જેવા જ | એના જેવા જ | ||
એકલ | એકલ ઠૂંઠે... | ||
રણની કાંધે | રણની કાંધે | ||
| Line 63: | Line 63: | ||
અજબગજબનાં વાહનની | અજબગજબનાં વાહનની | ||
આ અવનવી મ્યૂઝિકગંધી ચીસો | આ અવનવી મ્યૂઝિકગંધી ચીસો | ||
ભુલાવે | ભુલાવે ઘૂઘરાના ઘમકાર... | ||
રણકન્યા | રણકન્યા | ||
| Line 71: | Line 71: | ||
અચાનક | અચાનક | ||
એવી મારી ચાંચ ટેરવે તીણી | એવી મારી ચાંચ ટેરવે તીણી | ||
કે ટશિયાં | કે ટશિયાં ફૂટ્યાં. | ||
ટેરવું દાંત તળે દબાવી જુએ | ટેરવું દાંત તળે દબાવી જુએ | ||
અવાક્ આંખે ઝબકી | અવાક્ આંખે ઝબકી | ||
Latest revision as of 02:33, 5 May 2026
રણમાં ‘ઉત્સવ’
અજાણી દિશામાંથી
ધસી આવેલા ઓચ્છવે
ઉડાડી મેલ્યું
સદીઓથી સેવેલું હૂંફાળું એકાન્ત
રંગબેરંગી બલૂનની દોરીએ લટકાવીને,
અને
કરી નાખ્યું ઓઘરાળું
રણે ઓઢેલું સ્વચ્છ શુભ્ર આકાશ...
રણને રૂંવે રૂંવે ફૂટી નીકળેલી
ખારીખારી તરસને
ટીકીટીકીને નમી પડેલો
નિઃસહાય ચંદ્ર
પીગળતોપીગળતો
પથરાઈ ગયો આખા રણમાં
ખદબદતું કળણ થઈને
એને ઝગમગમતું નિહાળીને
ઝલમલ રજત મલીર
લહેરાઈ જાય સ્હેલાણીની આંખોમાં...
રણનું ભોયું પંખી
આજે ભૂલું પડી
આ રણ મોઝાર
મોરચંગના સૂરને ઝાલી
પાર ઊતરી જવા
દિશાને ગોતે
અને છેવટે
આંજી નાખતા અજવાળે
ને
નાચગાનના ઘોંઘાટે
બેબાકળું બની
બેસી જાય
રણની વચ્ચે ઊભેલા
એના જેવા જ
એકલ ઠૂંઠે...
રણની કાંધે
દૂર સુદૂર વીખરાતી
ડરીની સાતે વેરાતી
પ્રતીક્ષાની પળોને
આંખોમાં આશ્રય દેતી
સામેની વાંઢે બેઠી
રણકન્યાની વ્યાકુળ નજરો
આસ્ફાલ્ટની કાળમીંઢ સડકે
અફડાય.
પરલે કાંઠેથી ઊતરી આવી
ઊંટગાડી વણઝાર
કાળી ભમ્મર સડકો નીચે દબાયા ચીલેચીલે ચાલે.
બ્હાવરી આંખો ફેરવતી
સાંઢણીઓનો અસવાર
એની રાશ ઝાલીને
હળવે ડગલે
ઊંચી ડોકે
ઊભી વાટે
મ્હાલે,
કેમલ-સફારીની જાહેરાત સાથે.
ચોપાસ
અજબગજબનાં વાહનની
આ અવનવી મ્યૂઝિકગંધી ચીસો
ભુલાવે ઘૂઘરાના ઘમકાર...
રણકન્યા
ગોઠણટેકે લઈને બેઠી
ગૂંથાતા કમખાને
એને ટેભેટાંકે બાંધી રાખ્યા મોરે
અચાનક
એવી મારી ચાંચ ટેરવે તીણી
કે ટશિયાં ફૂટ્યાં.
ટેરવું દાંત તળે દબાવી જુએ
અવાક્ આંખે ઝબકી
મઢ્યા ઓઢણે આભલે આભલે
જાતભાતની ઝળાંહળાં કૈં બત્તીઓ વચ્ચે
કમખા ને ઓઢણીઓ ઘૂમે
ફ્રી સ્ટાઈલમાં...
લેસરલાઈટોમાં મૂંઝાતાં
જોડિયાપાવાના સૂર
બાંધ્યા મંચે.
ઊભા રણને
રોકી રહી આ વાડે
હાથ લઈને ઊભા છોરા
ફાટ્યા ડોળે તાકે...
વાતાનુકૂલ ભૂંગાની હારોહાર
એના બંધબારણાં આગળ ઊભાં
શણગારેલાં ઊંટ
કઠોર જડબાં હલાવી
એના ધણીને
મલકનો મારગ પૂછે...
કો’ક વિખૂટા યાયાવરને
રોજ રસ્તો ચીંધનારા
માલધારીઓ
આ ઊભા લાંબી લાઈને
પરમિટ લેવા કેજ
‘ઉત્સવ’ જોવા રણમાં જવા આજે...
ત્યાં પેલાં ખડ ખાતાં
ઘાસલ મેદાનો આ
ધરતીને છેડે લંબાતાં...
આંખમાં ખૂંચ્યાં કરતાં તોય
હોય બચેલી માલમત્તા એમ
લઈને ભેળાં
વણપૂછ્યે આ
મારગ અડવો ઝાલી
ચાલી નીકળું
અંધ દિશામાં.
૧૯-૩-૨૦૧૧
૦૨થી ૦૪-૦૪-૨૦૧૧