નારીસંપદાઃ વિવેચન/વસુદેવ હિંડીઃ કૃતિપરિચય: Difference between revisions

+1
formatting of heading
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૧૮. વસુદેવહિંડી : કૃતિપરિચય|નિરંજના વોરા}}
<big><big>'''૧૮'''</big></big>
 
<center><big><big>'''વસુદેવહિંડી : કૃતિપરિચય'''</big><br>
નિરંજના વોરા</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યો જનસામાન્યને માટે સમજવામાં સહજ અને સરળ બની રહે તે માટે અતિ પ્રાચીનકાળથી જ શાસ્ત્રગ્રંથોએ કથાઓનું માધ્યમ સ્વીકાર્યું છે. જૈન પરંપરાએ આગમ સાહિત્યને જે ચાર વિભાગમાં વિભાજિત કર્યું છે, તેમાં ધર્મકથાનુયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેને પ્રથમાનુયોગ પણ કહેવામાં આવે છે. લોકજીવનમાં પ્રચલિત વિવિધ કથાપ્રકારોને પોતાના આગમ કે શાસ્ત્રગ્રંથોમાં સમાવી લઈને ધર્મવિષયક આચાર-વિચારના સિદ્ધાંતો અને તત્ત્વદર્શનને સમજાવવાનો પ્રયત્ન હિંદુ, બૌદ્ધ, જૈન ઈસાઈ વગેરે ધર્મોમાં કરવામાં આવ્યો છે. જૈન પરંપરામાં આગમગ્રંથો, જ્ઞાતાધર્મકથા કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ રૂપકકથાઓનું મહત્ત્વપૂર્ણ સંકલન ઉપલબ્ધ થાય છે. હિંદુ ધર્મમાં પણ વેદ-ઉપનિષદ, પુરાણગ્રંથો વગેરેમાં વિપુલ કથા સાહિત્ય મળે છે. ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને સ્પષ્ટપણે કહ્યું હતું કે સિદ્ધ ધર્મતત્વને સમજાવવા માટે 'उपमं ते करिस्सामि’– હું દૃષ્ટાંતો દ્વારા તમને તે સમજાવીશ.