ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦): Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 439: | Line 439: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કૃતિ- | |previous = વિષય અને કૃતિ-વિવેચન | ||
|next = સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦) | |next = સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦) | ||
}} | }} | ||
Revision as of 07:17, 24 May 2026
૧ ક. વિષય અને કૃતિ-વિવેચન (અકારાદિક્રમે)
અખો
કેસરી, મણિશંકર
શીર્ષક : સંત અખા કા જીવન એવં કર્તૃત્વ
(હિન્દી) મગધ, ૧૯૭૩.
જોશી, કીર્તિદા રતિલાલ, ૧૯૫૭
શીર્ષક : અખાજી કૃત ‘ચિત્તવિચારસંવાદ’નો વિવેચનાત્મક અભ્યાસ.
ગુજરાત. ૧૯૯૦. માર્ગદર્શક : શ્રી જયંત કોઠારી
પ્રકા. : ‘ચિત્તવિચારસંવાદ’ ૧૯૯૨, પૃ. ૨૮૦
મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ અખાની ૪૧૧ કડી ધરાવતી રચના ‘ચિત્ત વિચારસંવાદ’નો સઘન અભ્યાસ અહીં રજૂ થયો છે, જેમાં કૃતિની ઉપલબ્ધ થયેલી ૧૦ મુદ્રિત અને ૨ પ્રકાશિત એમ બાર હસ્તપ્રતનો આધાર લેવાયો છે. મહત્ત્વનાં પાઠાંતરો સાથે કૃતિની સમીક્ષિત વાચના જ નહીં પણ સાથે ગદ્યાનુવાદ આપ્યો છે. સામાન્ય શબ્દકોશ અને પારિભાષિક પૌરાણિક કોશ પણ સંપાદનમાં સામેલ છે. સાથે કવિનું જીવન-કવન, ભાતીય તત્ત્વવિચાર પરંપરા, કેટલાક શબ્દાર્થોની વિસ્તૃત ચર્ચા અને કૃતિના છંદોબંધનો અભ્યાસ પણ થયો છે.
દવે, જયંતકુમાર
શીર્ષક : અખો - ગુજરાતનો કબીર,
મુંબઈ, ૧૯૯૦
પાઠક, રમણલાલ ધનેશ્વર, ૧૯૩૫
શીર્ષક : સંત અખા કી જીવની ઔર ઉનકી હિંદી કૃતિયોં કા આલોચનાત્મક અધ્યયન
(હિન્દી) એમ. એસ. યુનિ., ૧૯૬૭
આનંદઘન
દેસાઈ, કુમારપાળ બાલાભાઈ, ૧૯૪૨
શીર્ષક : આનંદઘન : એક અધ્યયન
(આનંદઘન બાવીસીને અનુલક્ષીને)
માર્ગદર્શક : ધીરુભાઈ ઠાકર, પૃ. ૮૭૫, ગુજરાત, ૧૯૭૭
મધ્યકાલીન સંત પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવતા મસ્તયોગી આનંદઘનનું સાહિત્ય મીરાંનાં પદોની માફક ગુજરાત અને રાજસ્થાનની સહિયારી મિલકત છે. જૈનસમાજમાં આનંદઘન બાવીસી વ્યાપક લોકચાહના પામેલ છે. આનંદઘન રચિત સ્તવનો કેટલાં? તેવીસમા અને ચોવીસમાં સ્તવનના રચયિતા અને તેની પ્રમાણભૂતતા આનંદઘનનાં સ્તવનોનું ભાષા સ્વરૂ૫, વ્યાકરણ, તેમાં વપરાયેલ રાગ અને દેશીનું વ્યાકરણ આનંદઘન : જીવન અને કવન વિશે વિસ્તૃત ચર્ચા - તુલના : પૂર્વત્તર કવિઓના સંદર્ભનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
સાધ્વી, જસુબાઈ સ્વામી
શીર્ષક : આનંદઘન : એક અધ્યયન
મુંબઈ, ૧૯૯૪
સ્વામી, તરુલતાબાઈ
શીર્ષક : સંત કબીર, બનારસીદાસ, આનંદઘન ઔર શ્રીમદ્ રાજચંદ્ર કા તુલનાત્મક અધ્યયન
(હિન્દી) મુંબઈ, ૧૯૭૭.
ઋષભદાસ
શેઠ, ઉષા
શીર્ષક : ઋષભદાસની સાહિત્યોપાસના. એસ. એન. ડી. ટી., ૧૯૮૦
કાશીસુત શેધજી
પટેલ, બહેચરભાઈ રણછોડભાઈ, ૧૯૩૬
શીર્ષક : કવિ કાશીસુત શેધજી-એક અધ્યયન,
(તેના ‘રુકમણીહરણ’ની અધિકૃત વાચનાસહિત) ૧૯૬૫
માર્ગદર્શક : પ્રો. જશભાઈ કા. પટેલ, સરદાર પટેલ, ૧૯૬૬.
પ્રકા. ૧૯૭૪, પૃ. ૫૫૪
આ સંશોધનમાં મધ્યકાળના ગણનાપાત્ર આખ્યાનકવિ કાશીસુત શેધજીએ ખેડેલા કાવ્યપ્રકાર અને વિષયની સંખ્યાબંધ કૃતિઓમાંથી આખ્યાનકવિ કાશીસુતની કવિ તરીકેની છાપને, માપને આ મહાનિબંધમાં રજુ કરવાનો પ્રયત્ન છે. સાથેસાથે આ કવિની એક અપ્રગટ કૃતિ ‘રુકમણીહરણ’નું સંપાદન પણ આપ્યું છે. આ મહાનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત થયેલ છે.
જયવંતસૂરિ
દલાલ, નિપુણા એ.
શીર્ષક : જયવંતસૂરિકૃત ‘ઋષિદત્તારાસ’ (સં. ૧૬૪૮) : સંશોધન, સંપાદન, અધ્યયન.
એસ. એન. ડી. ટી., ૧૯૭૦, પ્રકા. ૧૯૭૫, પૃ. ૫૪+૧૪૦
શેઠ, કનુભાઈ વ્રજલાલ
શીર્ષક : જયવંત સૂરિકૃત શૃંગારમંજરી ચરિત્ર રાસ - શીલવતી ચરિત્ર રાસ, સંશોધન, સંપાદન, અધ્યયન.
માર્ગદર્શક : બિપીન જે. ઝવેરી
ગુજરાત, ૧૯૭૫, પૃ. ૧૩૦૨, પ્રકા. ૧૯૭૮, પૃ. ૨૯૬
આ મહાનિબંધ ચાર વિભાગમાં વહેંચાયેલો છે. વિભાગ-૧માં (૧) પ્રત પરિચય અને સંપાદન પદ્ધતિ, (૨) કવિજયવંતસૂરિ : જીવન અને કવન, (૩) શૃંગાર-મંજરી કથાની રૂપરેખા, (૪) શૃંગારમંજરી પરંપરા અને વિકાસ તુલના, (૫) લોકવિદ્યા - ‘શૃંગારમંજરી કથા’નું લોકતાત્ત્વિક અધ્યયન, (૬) રાસ સ્વરૂપ - બંધારણ અને વિકાસ, (૭) શૃંગાર-મંજરી : એક રાસ તરીકે મૂલ્યાંકન, (૮) શૃંગાર-મંજરી : ભાષા સામગ્રી, (૯) શૃંગાર-મંજરી અંતર્ગત - સામાજિક - સાંસ્કૃતિક સામગ્રીનું અધ્યયન - વિભાગ - ૨માં ગ્રંથ પાઠ અને પાઠાન્તરો, વિભાગ-૩માં ટિપ્પણ અને શબ્દકોશ, વિભાગ-૪માં પરિશિષ્ટનો સમાવેશ થાય છે.
જયશેખરસૂરિ
ગાલા મીનાક્ષી એલ.
શીર્ષક : જયશેખરસૂરિ : એક અધ્યયન, મુંબઈ ૧૯૮૮
જિનહર્ષ
શર્મા, ઈશ્વરાનંદ
શીર્ષક : મહાકવિ જિનહર્ષ : એક અનુશીલન (હિંદી) રાજસ્થાન, ૧૯૬૭
જીવણદાસ
કાંટાવાલા, કંચનલાલ ગોકળદાસ, ૧૯૨૧-
શીર્ષક : અખાની પ્રણાલિકાના સંદર્ભમાં જીવણદાસ (ઈ.સ. ૧૮મો સૈકો)ની કાવ્યકૃતિની સમીક્ષિત વાચના તથા તુલનાત્મક અધ્યયન
માર્ગદર્શક : યોગેન્દ્ર જ. ત્રિપાઠી
એમ. એસ. યુનિ. ૧૯૭૦. પૃ. ૫૮૯
આ મહાનિબંધમાં કૃતિઓની સમીક્ષિત વાચના અને જીવણદાસની કૃતિઓમાં વપરાયેલા અપ્રચલિત વિકૃત શબ્દો તેમજ તત્ત્વજ્ઞાનના પારિભાષિક શબ્દોની સાર્થ સૂચિ આપેલ છે. અખાની પરંપરાની તત્ત્વભૂમિકા અને તેમાં જીવણદાસનું સ્થાન, જીવણદાસનું જીવન અને તેમનો સમય અને કૃતિ પરિચય આપેલ છે. અખાની પરંપરાના સંદર્ભમાં જીવણદાસની કૃતિઓની સ્વરૂપચર્ચા તથા તાત્ત્વિક સમાલોચના કરેલ છે અને જીવણદાસની સંદિગ્ધકૃતિઓનું પણ વર્ણન કરેલ છે.
તુલજારામ
જેસલપુરા, શિવલાલ તુલસીદાસ
શીર્ષક : તુલજારામકૃત ‘અભિમન્યુ-આખ્યાન’ની અધિકૃત વાચના અને ગુજરાતી સાહિત્યમાં અભિમન્યુની કથાનો વિકાસ
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૫૯. પૃ. ૨૧૫+૧૦૯
અભિમન્યુની કથા ગુજરાતમાં ઘણી લોકપ્રિય છે. અભિમન્યુની કથાનો વિકાસ-મહાભારતમાં અને અન્ય સંસ્કૃત સાહિત્યમાં અભિમન્યુની પ્રથમ કથા - અન્ય ભારતીય ભાષાઓમાં અભિમન્યુની પ્રથમ કથાનો વિકાસ અન્ય ભાષાઓમાં આ કથાના થયેલા વિકાસ સાથે તુલના. અભિમન્યુની દ્વિતીય કથાનો વિકાસ, અભિમન્યુની કથાના ગુજરાતી ભાષામાં થયેલ વિકાસ પર વિચારણા, તુલજારામકૃત ‘અભિમન્યુ-આખ્યાન’ વાચના હસ્તપ્રત પરિચય અને સંપાદન પદ્ધતિ, કવિપરિચય અને કૃતિની સમીક્ષા વગેરેનો સમાવેશ કરી અભ્યાસ થયો છે.
ત્રિકમ સાહેબ
રાઠોડ, માલદે હીરાભાઈ
શીર્ષક : મધ્યકાલીન સંત ત્રિકમ સાહેબ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : ભટ્ટ હિમાંશુ દામોદર
સૌરાષ્ટ્ર, ૧૯૯૫-’૯૬. પૃષ્ઠ સંખ્યા : ૨૯૦
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકશ્રીએ ૩ ખંડમાં વિભાજીત કર્યો છે. જેના પ્રથમખંડમાં સંશોધકે સમકાલીન પરિસ્થિતિ આલેખી ત્રિકમસાહેબના પૂર્વજો વિશેની માહિતી વર્ણવી છે અને પ્રથમ ખંડના અંતમાં ત્રિકમસાહેબનું જીવન વૃત્તાંત આલેખ્યું છે. ખંડ-૨માં સંશોધકશ્રીએ ત્રિકમ સાહેબના પ્રકટ-અપ્રકટ પદોનું આલેખન કર્યું છે. ઉપરાંત ત્રિકમ સાહેબનું સાહિત્ય આલેખ્યું છે. જેમાં ત્રિકમ સાહેબનું ભક્તિ-આશ્રયી કવન, ત્રિકમ સાહેબનું જ્ઞાનમાર્ગી કવન વિગતે વર્ણવ્યું છે અને ખંડ-૨નાં અંતમાં ત્રિકમસાહેબના કવનોમાં કલાપક્ષ આલેખ્યો છે. ખંડ-૩માં સંશોધકશ્રીએ ત્રિકમ સાહેબની શિષ્ય પરંપરા આલેખી ત્રિકમસાહેબનાં શિષ્યોના અપ્રકટ પદો રજૂ કર્યાં છે.
દયારામ
ચૌહાણ, મહાવીરસિંહ
શીર્ષક : ગુજરાત કે કવિ દયારામ ઔર ઉનકી હિંદી કવિતા (હિંદી), એમ. એસ. યુનિ. ૧૯૬૪
પ્રકા. ૧૯૮૮
દવે, સુભાષ મણિલાલ, ૧૯૩૬
શીર્ષક : કવિ દયારામ (૧૮મી ૧૯મી સદી) : એક અધ્યયન
એમ. એસ. યુનિ. ૧૯૬૨, પ્રકા. ૧૯૭૦, પૃ. ૨૦૪
આ મહાનિબંધમાં દયારામની અક્ષર સાધનાની પૃષ્ઠભૂમિ, જીવનચરિત્ર, અભ્યાસ, કવિજીવન, તેમની સળંગ કૃતિઓ, આખ્યાન અને પદ માળાઓ, અનુદિત કૃતિઓ, પદ-ગરબી-ગરબો, ગદ્યકૃતિઓ, પ્રકીર્ણકૃતિઓ, વગેરેની સમીક્ષા થઈ છે.
શાહ, ગોકુલકુમારી જી.
શીર્ષક : પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ દયારામનો અને અષ્ટશખાનો તુલનાત્મક અભ્યાસ,
મુંબઈ : ૧૯૭૮
શુકલ, પ્રવીણા અંબાપ્રસાદ
શીર્ષક : કવિ દયારામની કવિતામાં તત્ત્વજ્ઞાન.
એસ. એન. ડી. ટી., ૧૯૮૪,
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી
કવિ દયારામ ચુસ્ત વૈષ્ણવ હતા. તેમણે પોતાના સાહિત્ય દ્વારા વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો છે અને સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે. તેમની કવિતામાં તત્ત્વજ્ઞાન ઓગળી ગયું છે. ‘રસિકવલ્લભ’ એમના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત મંડન માટેનો ગ્રંથ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મજ્ઞાન અને પુષ્ટિમાર્ગનો સંબંધ એ અંગેના કવિના ઉચ્ચ વિચારો આ ગ્રંથમાં વ્યક્ત થયા છે. આ ગ્રંથમાં તથા દયારામની અન્ય કવિતામાં જે તત્ત્વજ્ઞાન વ્યક્ત થયું છે તેનો અભ્યાસ અહીં થયો છે.
દાસી જીવણ
રાજ્યગુરુ, નિરંજન વી., ૧૯૫૪
શીર્ષક : ‘દાસી જીવણ - જીવન અને કવન’
માર્ગદર્શક : શ્રી નાગજીભાઈ ભટ્ટી
સૌરાષ્ટ્ર, ૧૯૮૨. પૃષ્ઠ સંખ્યા : ૬૪૨
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકશ્રીએ ત્રણ ખંડમાં વિભાજીત કર્યો છે. પ્રથમ ખંડમાં સંશોધકે દાસીજીવણનો જીવનકાળ, યુગ, પરિસ્થિતિ અને વાતાવરણ આલેખ્યું છે. ઉપરાંત દાસીજીવણનું જીવન વૃત્તાંત, વ્યક્તિત્વ તેમજ પંથ અને સંપ્રદાયનું આલેખન કર્યું છે.
ખંડ ૨ માં સંશોધકશ્રીએ ભજનસાહિત્યમાં દાસીજીવણનું યોગદાન, ભક્તિનો ઉદ્ભવ, વિકાસ અને દાસીજીવણ, દાસીજીવણની ભક્તિ-ભાવના, દાસીજીવણના ભજનોમાં મનોવેજ્ઞાનિક તત્ત્વો, દાસીજીવણનાં ભજનોનો ભાવપક્ષ, દાસીજીવણનાં ભજનોનો કલાપક્ષ વગેરે આલેખ્યું છે.
ખંડ-૩માં સંશોધકે દાસીજીવણનાં ભજનોનું સંપાદન કર્યું છે અને મહાનિબંધના અંતમાં પરિશિષ્ટ રૂપે ગુજરાતી ભજન સાહિત્ય ક્ષેત્રે ભજનોના સંપાદનમાં વ્યાપી રહેલી અરાજકતા અને દાસી જીવણની સંદિગ્ધ કૃતિઓ આલેખી છે. પરિશિષ્ટ-૨માં સંશોધકે દાસીજીવણની જીવન-કવન વિશે સંશોધન અધ્યાપન આધારભૂત ગણાવી શકાય તેવી સાહિત્ય સામગ્રીની આલોચના રજૂ કરી છે.
દેવાનંદ સ્વામી
ગોહેલ, હરિલાલ મોહનલાલ
શીર્ષક : સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ શ્રી દેવાનંદ સ્વામી
સૌરાષ્ટ્ર ૧૯૮૪-૮૫
માર્ગદર્શક : પ્રભાશંકર આર. તેરૈયા
ગુજરાતની ભક્તિ પરંપરામાં સ્વામીનારાયણ કવિઓનું પ્રદાન દર્શાવી સંશોધકે દેવાનંદ સ્વામીનું જીવનકાર્ય, તેમની કવિતાનું સ્વરૂપવૈવિધ્ય, ભાવવૈવિધ્ય પ્રગટ કરી મધ્યકાલીન ભક્ત કવિઓની કવિતા સાથે તેની તુલના કરી છે. દેવાનંદની કવિતામાં વ્યક્ત થતું સમાજદર્શન, કવિની કાવ્યશૈલી અને અભિવ્યક્તિની લાક્ષણિક્તા દર્શાવી સંશોધકે મધ્યકાળના અન્ય ત્રણ દેવાનંદ સંતોથી આ કવિને જુદા તારવી બતાવ્યા છે. નરસિંહના નામે દાણલીલા આદિ જે પદો બોલતાં હતાં તે દેવાનંદનાં છે એ તેમણે હસ્તપ્રતોને આધારે સાબીત કર્યું છે.
નરસિંહ મહેતા
જોશી, ભ્રમરલાલ મોહનલાલ
શીર્ષક : સૂરદાસ ઔર નરસિંહ મહેતા : એક તુલનાત્મક અધ્યયન
(હિંદી), એમ. એસ. યુનિ., ૧૯૬૬, પ્રકા. : ૧૯૬૮, પૃ. ૩૨૨.
તન્ના, હસમુખલાલ એ.
શીર્ષક : ‘નરસિંહ મહેતાની કવિતા-એક આલોચનાત્મક અધ્યયન’
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૭૭. પૃષ્ઠ સંખ્યા : ૩૬૬
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ નરસિંહના જીવન વિશે અને નરસિંહના જીવન સાથે જોડાયેલી દંતકથાઓ સચોટ પુરાવા સાથે રજૂ કરી છે. ત્યાર બાદ સંશોધકે નરસિંહ રચિત આત્મચરિત્રાત્મક કૃતિઓનું આલેખન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં નરસિંહનું સ્થાન કેવું છે તેની વાત નરસિંહનાં કાવ્યો રજૂ કરીને કરી છે. મહાનિબંધના અંતમાં સંશોધકશ્રીએ નરસિંહની કવિપ્રતિભા ઉદાહરણ સહિત વર્ણવી છે અને મહાનિબંધની સમાપ્તી કરી છે.
દવે, રતિલાલ વિઠ્ઠલદાસ, ૧૯૩૬-’૯૩
શીર્ષક : નરસિંહ મહેતાનો શબ્દકોશ ખંડ ૧-૨
માર્ગદર્શક : ડૉ. બિપિનચંદ્ર જે. ઝવેરી, સરદાર પટેલ, ૧૯૬૯
આ મહાનિબંધમાં નરસિંહ મહેતાની કવિતામાંના શબ્દોનો અભ્યાસ થયો છે. ખંડ-૧માં (‘અ’થી ‘ન’) અને ખંડ-૨માં (‘પ’થી ‘હ’) શબ્દોનો અભ્યાસ થયો છે. પ્રકરણ-૧માં પ્રથમ મહાન જૈનેત્તર કવિ : નરસિંહ મહેતા : ઈ.સ. ૧૪૧૪-૧૫થી ૧૪૮૦; પ્રકરણ : ૨ -શબ્દકોશ બનાવવા અંગેનું દૃષ્ટિબિંદુ, સંક્ષેપ અને નિશાની ચિહ્નોની સમજૂતી, પ્રકરણ ૩માં શબ્દકોષ વિષયક માહિતી, : ક. શબ્દકોશ વિષયક માહિતી : ખ. શબ્દકોશની રચના વિધિ - કાર્યપદ્ધતિ અને નમૂનાના પાંચ શબ્દો, પ્રકરણ : ૪ - નરસિંહ મહેતાના પદોની ભાષા. પ્રકરણ-૫ : નરસિંહ મહેતાનો શબ્દકોષ અ. શબ્દો, બ. રૂઢિપ્રયોગ, પરિશિષ્ટ-સંદર્ભસૂચિ. આ સંશોધન દ્વારા નરસિંહ મહેતાનો શબ્દકોશ બનાવવાનો પ્રયત્ન થયો છે.
ધોળકિયા, દર્શના ચમનલાલ
શીર્ષક : નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક કાવ્યોનું સમીક્ષાત્મક અધ્યયન : નરસિંહ ચરિત્ર અને સંતચરિત્રની પરંપરાના સંદર્ભમાં. ગુજરાત, ૧૯૯૦
પ્રકા. ૧૯૯૨, પૃ. ૩૪૪, શીર્ષક : નરસિંહચરિત્રવિમર્શ
માર્ગદર્શક : જયંત કોઠારી
નરસિંહ મહેતાને નામે મળતાં મુખ્ય ચાર આત્મચરિત્રાત્મક કાવ્યો -’હૂંડી’, ‘મામેરું’, ‘શામળદાસનો વિવાહ’ અને ‘હારમાળા’ તેમ જ ઝારીના પ્રસંગના અને પ્રકીર્ણ પદોની અધિકૃતતા તપાસવાનો અહીં ઉપક્રમ છે. આ કૃતિઓનું આંતરિક અધ્યયન હસ્તપ્રતની પ્રાચીનતા, કૃતિની વસ્તુદૃષ્ટિએ તેમ જ અભિવ્યક્તિની દૃષ્ટિએ ચકાસણી, એ જ વિષયની અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલનાત્મક સમીક્ષા કરીને કરેલ છે.
શાહ, રન્નાદે જી.
શીર્ષક : નરસિંહ મહેતાની કવિતા
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ, ગુજરાત, ૧૯૮૯
મધ્યકાળના આપણા સાહિત્યક્ષેત્રે પોતાનું વિશિષ્ટ પ્રદાન આપનારા કવિઓમાંના એક નરસિંહ મહેતા અનોખા છે એવી પ્રસ્તાવનાથી શરૂઆત કરી મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય અને ભૂમિકા, નાગર નરસિંહનું જીવન-કવન, તેમની દાર્શનિક ભૂમિકાનું રસદર્શી નિરૂપણ કર્યું છે. નરસિંહ કૃત કાવ્યોનું રસદર્શન કરાવ્યું છે. તેમના અત્મકથાનક અને કથાત્મક પદો રજૂ કર્યાં છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો-ચાતુરીઓ, દાણલીલા, કૃષ્ણપ્રીતિનાં પદ, શૃંગારનાં પદો - જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનાં પદનું આલેખન થયું છે અને છેલ્લે નરસિંહ મહેતાની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
પરીખ, લલિતકુમાર
શીર્ષક : સૂરદાસ ઔર નરસિંહ મહેતા ; તુલનાત્મક અધ્યયન
(હિંદી) ઓસ્માનિયા, ૧૯૬૬. પ્રકા : ૧૯૬૯, પૃ. ૨૯૮
નરહરિ
જોશી, સુરેશ હરિપ્રસાદ, ૧૯૨૧-’૮૬
શીર્ષક : નરહરિકૃત જ્ઞાનગીતા
માર્ગદર્શક : ભોગીલાલ સાંડેસરા, એમ. એસ. યુનિ. ૧૯૬૦, પૃ. ૮૭૫, પ્રકા. ‘જ્ઞાનગીતા’, ૧૯૭૯, પૃ. ૬૮+૧૬૨
આ મહાનિબંધમાં જ્ઞાનમાર્ગી પરંપરા પૂર્વાર્ધમાં, વેદ, ઉપનિષદ, ભગવદ્ગીતા મહાયાન અને સંતપત, યજમાન, બોદ્ધદર્શન, પાહુડદોહા, નાથસંપ્રદાય, સૂફીસાધનાનું વર્ણન કરેલ છે. ઉત્તરાર્ધમાં નરસિંહ, મીરાં, ધનરાજ, કૃષ્ણજી, નરહરિ, અખો, ગોપાળદાસ, બુટિયો, નારાયણ જેવા કવિઓનો સમાવેશ છે. તદઉપરાંત જ્ઞાનગીતાનું શાસ્ત્રીય વાંચન, ગોપીનો ઉદ્ધવસંવાદ અને જ્ઞાનમાર્ગી સ્વરૂપો અને પરંપરાઓની પારિભાષિક સંજ્ઞાઓનું ઊંડાણપૂર્વક અધ્યયન કરેલ છે.
નાકર
ત્રિવેદી, ચિમનલાલ શિવશંકર, ૧૯૨૯
શીર્ષક : કવિ નાકર : એક અધ્યયન. મુંબઈ, ૧૯૬૨.
પ્રકા. : ૧૯૬૬, પૃ. ૫૧૦
પટેલ, પ્રહલાદ વિસનદાસ
શીર્ષક : નાકરના ‘નળાખ્યાન’ની અધિકૃત વાચના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નળકથાનો વિકાસ
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૦, પૃ. ૩૧૭
આ મહાનિબંધ છ ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં નળની કથાના પ્રાચીન બીજ સંસ્કૃત, મહાભારત અને પુરાણોમાં અને પાલિ-પ્રાકૃત અને મોડેના સંસ્કૃત સાહિત્યમાં,
બીજા ખંડમાં મધ્યકાલીન ગુજરાતીમાં થયેલો વિકાસ અને નળકથાનો ભારતની બીજી ભાષાઓના સાહિત્યમાં થયેલા વિકાસ સાથે તુલના.
તૃતીય ખંડમાં નાકરના નળની કથા, એની જૈન અને જૈનેત્તર પરંપરાની વિચારણા અને નાકરે સ્વીકારેલી નળકથાની પરંપરાની વિચારણા અને નાકરનું વ્યક્તિત્વ.
ચોથા ખંડમાં નાકરનો લભ્ય પરિચય અને એની સાહિત્યોપાસના નળાખ્યાનનું નાકરની અન્યકૃતિઓમાં સ્થાન અને વૈશિષ્ટ્ય તથા કાવ્યતત્ત્વ.
પાંચમાં ખંડમાં નળાખ્યાનની પ્રતો એની ભાષાભૂમિકા-એની દેશીઓ અને સંપાદન પ્રકારનો અભ્યાસ
છઠ્ઠા ખંડમાં નળાખ્યાન કાવ્યની વાચનાનો અભ્યાસ થયો છે.
નિરાંત
દવે, દેવયાની હ.
શીર્ષક : નિરાંત અને તેના સંપ્રદાયનું સાહિત્ય
મુંબઈ, ૧૯૭૨
નિષ્કુળાનંદ
ત્રિવેદી, ચંદ્રકાંત ભોળાનાથ, ૧૯૪૦–
શીર્ષક : સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ નિષ્કુળાનંદ – એક અધ્યયન ગુજરાત, ૧૯૭૩. માર્ગદર્શક : ડૉ. ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’
સામાન્ય રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નિષ્કુળાનંદ વૈરાગ્યકવિ તરીકે પરિચિત છે. પરંતુ અન્ય જ્ઞાની અને વૈરાગી કવિઓથી નિષ્કુળાનંદ સક્રિય પ્રતિભાથી જે નિરાળા તરી આવે છે તેની પ્રતીતિ કરાવવાનો અહીં પ્રયાસ થયો છે. નિષ્કુળાનંદનું અક્ષરજીવન, તેમની પ્રકટ, અપ્રકટ કૃતિઓનું વર્ગીકરણ તથા તેમની કૃતિઓનો પરિચય કરાવ્યો છે. નિષ્કુળાનંદનું દાર્શનિક નિરૂપણ કરી તેમની વૈરાગ્યભાવનાને છતી કરી છે. નિષ્કુળાનંદની કાવ્યસૃષ્ટિમાટે તેમની કવિતા અને કવિતા પર અન્ય કવિઓની અસરનો અભ્યાસ થયો છે.
દવે, પ્રતિભા મ., ૧૯૪૪
શીર્ષક : નિષ્કુળાનંદ : એક અધ્યયન,
મુંબઈ, ૧૯૭૨
પ્રીતમદાસ
પટેલ, અશ્વિનભાઈ ડુંગરદાસ, ૧૯૫૬-
શીર્ષક : પ્રીતમ : એક અધ્યયન
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૪. માર્ગદર્શક : શ્રી મોહનભાઈ પટેલ
રામાનંદી સંત પ્રીતમનાં પદો ભજનોનું સંશોધન અહીં થયું છે. લગભગ ૧૧૦૦ જેટલાં પદોની સંશોધનાત્મક ખોજ આ મહાનિબંધમાં પ્રસ્તુત છે. કુલ ચાર પ્રકરણોમાં પ્રીતમનાં જીવનને લગતાં પ્રશ્નો : જન્મ, સમય. ગૃહત્યાગ, દીક્ષા, ગુરુ, સત્સંગ, સાધુમંડળો, ભજનો, ધાર્મિક-સામાજિક પરિસ્થિતિ, પ્રીતમનો અક્ષરદેહ, તેમનાં પદોનો વિષય, ભાષા, સ્વરૂપ, શૈલી વગેરેનો તલસ્પર્શી અભ્યાસ અહીં થયો છે.
પ્રેમસખી પ્રેમાનંદ
ઠક્કર, હરિપ્રસાદ ત્રિભોવનદાસ. ૧૯૩૧–
શીર્ષક : પ્રેમસખી પ્રેમાનંદ
માર્ગદર્શક : બિપિનચંદ્ર જે. ઝવેરી
ગુજરાત, ૧૯૬૭, પ્રકા. ૧૯૭૧, પૃ. ૬૭૬
કવિ પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના મોટાભાગનાં પદોનો સંગ્રહ પ્રેમાનંદ કાવ્ય ભાગ-૧-૨માં પ્રસિદ્ધ થયો છે.
આ મહાનિબંધને ૧૪ પ્રકરણમાં આવરી લેવાયો છે. (૧) સ્વામીનારાયણી ભક્તિપ્રણાલીનો ઐતિહાસિક વિકાસ (૨) વિધાયક બળ - સ્વામીનારાયણ સંપ્રદાય - (૩) પ્રેમસખીની જીવનરેખા, (૪) સૈદ્ધાંતિક નિરૂપણ (૫) પદમાળાઓ, (૬) વિરહવિભાવના, (૭) ઉત્સવગીતો, (૮) વૃંદાવનીય ભક્તિમહિમા, (૯) સ્વેષ્ટ સ્વામીનારાયણી ભક્તિમહિમા, (૧૦) વૃંદાવનીય લીલાસંકીર્તન, (૧૧) સ્વામી નારાયણીય લીલાસંકીર્તન, (૧૨) પ્રેમસખી પ્રેમાનંદની કવિતા, (૧૩) પ્રકીર્ણ, (૧૪) ઉપસંહાર.
પ્રેમાનંદ
ત્રિવેદી, આરતી ચિમનલાલ, ૧૯૫૯
શીર્ષક : મધ્યકાલીન આખ્યાન પરંપરાના અનુસંધાનમાં પ્રેમાનંદનો પ્રતિભા વિશેષ
માર્ગદર્શક : ચંદ્રકાંત શેઠ
ગુજરાત, ૧૯૮૭, પ્રકા. ૧૯૯૦, ભા.૧, પૃ. ૨૮૮; ભાગ-૨, ૧૯૯૩, પૃ. ૨૨૪
પંડ્યા, દુષ્યંતરાય ડોલરરાય, ૧૯૧૬
શીર્ષક : પ્રેમાનંદના નામે ચડેલ ‘સત્યભામા રોષદર્શિકાખ્યાન’ ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ અને ‘તપત્યાખ્યાન’ની સર્વાંગીણ સમીક્ષા.
મુંબઈ, ૧૯૫૧. પ્રકા. ‘સત્યભામા રોષદર્શિકાખ્યાન’ આદિ ત્રણ નાટકોની સર્વાંગીણ સમીક્ષા, ૧૯૫૪, પૃ. ૧૬૮
વકીલ, પ્રસન્ન નગીનદાસ, ૧૯૧૩
શીર્ષક : કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ,
મુંબઈ, ૧૯૪૭. પ્રકા. ૧૯૫૦, પૃ. ૨૨+૩૩૦
બ્રહ્માનંદ
જોશી, ઇંદિરા વિજયકુમાર, ૧૯૩૫
શીર્ષક : બ્રહ્માનંદનાં કાવ્યો : વિવેચનાત્મક અધ્યયન.
સૌરાષ્ટ્ર. ૧૯૮૨-૮૩
માર્ગદર્શક : ઈશ્વરલાલ ૨. દવે, પૃ. ૪૨૪
સ્વામીનારાયણ સંપ્રદાયના મૂર્ધન્યકવિ બ્રહ્માનંદની કવિતાની સર્વાંગી સમીક્ષા કરવાનો ઉપક્રમ. બ્રહ્માનંદનું સાહિત્યપ્રદાન ગુજરાતી, હિન્દી, વ્રજમાં રચાયેલા ગ્રંથોમાં પરિચય સાથે તેમની સમગ્ર અક્ષર આરાધનાના ફલકને આવરી લેવાયું છે. મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાના પ્રકાશમાં બ્રહ્માનંદનાં કાવ્યોની તુલના કરી છે. સંપ્રદાયના અષ્ટ મૂર્ધન્ય કવિઓની કવિતા સામ્ય વૈષમ્ય તથા તુલનાત્મક દૃષ્ટિએ નિર્દેશવામાં આવી છે
બ્રહ્મભટ્ટ, કંચન મણિભાઈ
શીર્ષક : સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદ : એક અધ્યયન
મુંબઈ, ૧૯૬૭
બુદ્ધિસાગરજી
પરિવાલ શ્રીમતી રેણુકા
શીર્ષક : યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી - એક અધ્યયન
મુંબઈ, ૨૦૦૧
ભાલણ
દોશી, ધીરુભાઈ ત્રિભુવનદાસ
શીર્ષક : ભાલણના ‘દશમસ્કંધ’ના ભાવગીતોની અધિકૃત વાચના અને તત્કાલીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૫૯. પ્રકા. વર્ષ : ૧૯૯૧, પૃ. ૩૫૩+૨૭૦
આ મહાનિબંધના પ્રથમ ખંડમાં ભાલણનો સમય - નિર્ણય અને જુદા જુદા વિદ્વાનોના સંશોધન અંગે અભિપ્રાય - સાહિત્ય - કવનકાળનો અભ્યાસ સાથે દશમસ્કંધના પ્રક્ષિપ્ત પદો, તેમાં ભાવગીતોનું ઉમેરણ, ભાલણની કૃતિઓ અને તેમાં દશમસ્કંધનું સ્થાન, દશમસ્કંધના કથાત્મક ભાવનું મૂલ્યાંકન, ભાવગીતોની પરંપરા અને ગુજરાતી સાહિત્યમાં એનું સ્થાન – ભાવગીત પદનો પરિચયનો અભ્યાસ થયો છે. દ્વિતીય ખંડમાં તત્કાલીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, જુદાજુદા સમયની કૃતિઓ દ્વારા વ્યક્ત થતી ભાષા ભૂમિકા, ભાલણની કૃતિઓમાં વ્યક્ત થતી ભાષાભૂમિકા અને તત્કાલીન ગુજરાતી ભાષાનો મર્મ – તેની ધ્વનિ રચના, રૂપરચના, તત્કાલીન વાક્ય રચના અને તેના વિશિષ્ટ લક્ષણો તૃતીય ખંડમાં હસ્તપ્રતનું સંપાદનકાર્ય, હસ્તપ્રત પરિચયનો અભ્યાસ થયો છે.
વૈદ્ય, કિરીટ સુમનરાય, ૧૯૩૭-’૮૯
શીર્ષક : ભાલણનો શબ્દકોશ
માર્ગદર્શક : બિપિન ઝવેરી
ગુજરાત, ૧૯૭૭. પૃ. ૮૬૩
મધ્યકાળનો કવિ ભાલણ સાહિત્યના વ્યોમમાં અનુવાદક, આખ્યાનકાર તેમજ પદકાર તરીકે દીપ્તિમંત બની રહે છે. કવિ ભાલણ ૧૬મી સદીમાં થઈ ગયા. ચાર વિભાગમાં વહેંચાયેલ આ નિબંધમાં ભાલણ ક્યારે થઈ ગયા તે સમય જણાવીને તેમની કૃતિઓ તરફ એક દૃષ્ટિપાત કરવામાં આવ્યો છે. ભાષાભૂમિકા, શબ્દકોશ બનાવવા પાછળનો હેતુ, પદ્ધતિ, શબ્દકોશ અંગેનું દૃષ્ટિબિંદુ, પ્રાપ્ત શબ્દો વિશેની લાક્ષણિકતાઓ, કૃતિઓને આપેલ ક્રમાંક અને સંક્ષેપ સૂચિનો સમાવેશ થાય છે. ત્યારબાદ શબ્દકોશ, ‘દશમસ્કંધ’ પદોના લાક્ષણીક શબ્દો, ઉદ્ધવ આવાગમન લાક્ષણિક શબ્દો શિવભીલડી સંવાદ - લાક્ષણિક શબ્દો, રામાયણ લાક્ષણિક શબ્દોનો સમાવેશ થયો છે.
ભીમ સાહેબ
ચાવડા, દલપત એ.
શીર્ષક : ભીમ સાહેબ : એક અધ્યયન
માર્ગદર્શક : અંબાદાન રોહડિયા, સૌરાષ્ટ્ર, ૨૦૦૨
ભોજા ભગત
સાવલિયા, મનસુખ લવજીભાઈ, ૧૯૩૪–
શીર્ષક : ‘ભોજા ભગત : એક સમીક્ષાત્મક અધ્યયન’
માર્ગદર્શક : શ્રી પ્રભાશંકર તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૦. પૃષ્ઠ સં. : ૫૪૫
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે ભોજાભગતની કવિતામાં જોવા મળતું ભાવવૈવિધ્ય પદો-૧, પદો-૨ રૂપે રજૂ કર્યું છે. ત્યારબાદ ભોજાભગતની કવિતાને અલગ અલગ રીતે તારવી છે. જેમાં કથાનક યુક્ત કૃતિઓ અને કડવાબદ્ધ યુક્ત કૃતિઓ ત્યારબાદ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં હાસ્ય-કટાક્ષનું નિરૂપણ અને તેમાં ભોજાભગતનું સ્થાન નિરૂપ્યું છે. સંશોધકે મહાનિબંધનાં અંતમાં ભોજાભગતની કાવ્યકલાના વિશિષ્ટ અંશો પ્રગટાવી અને મધ્યકાલીન પરંપરામાં અખો અને ભોજાભગતનાં સ્થાન વર્ણવ્યા છે.
મલયચન્દ્ર
પટેલ, રણજિત મોહનલાલ, ૧૯૧૮–
શીર્ષક : મલયચંદ્ર કૃત ‘સિંહાસન બત્રીસી’ (વિ. સં. ૧૫૧૯-૧૪૬૩ ઈ.સ.)ની સમીક્ષિત વાચના-મુખ્યત્વે ગુજરાતી સાહિત્યમાં (સિંહાસન બત્રીસી વાર્તાના) તુલનાત્મક અધ્યયન સહિત.
એમ. એસ. યુનિ. ૧૯૫૬, પ્રકા. ૧૯૭૦. પૃ. ૨૭૪+૧૫૨
આ મહાનિબંધમાં કર્તાએ સિંહાસન બત્રીસીની કૃતિઓ જેવી કે ક્ષેમંકર, દેવમૂર્તિ, રામચંદ્ર, મલયચંદ્ર, અજ્ઞાત બાહ્યકવિ, જ્ઞાનચંદ્ર, અજ્ઞાત ગદ્ય વાર્તાકાર વગેરેની કૃતિઓ પર ઊંડાણમાં જઈને વિવેચન કરેલ છે.
મીઠા ઢાઢી
કરમટા ખીમાભાઈ એચ.
શીર્ષક : સંત કવિશ્રી મીઠા ઢાઢીનું સાહિત્ય : એક અધ્યયન
માર્ગદર્શક : બળવંત જાની, સૌરાષ્ટ્ર, ૨૦૦૨
મીરાં
ઉપાધ્યાય, ભગવતી
શીર્ષક : મીરાં કી ભક્તિ કા સ્વરૂપ ઔર ઐતિહાસિક વિશ્લેષણ.
બનારસ (વારાણસી), ૧૯૮૨
કેશવમૂર્તિ, એસ.
શીર્ષક : મીરાંબાઈ, અક્કા મહાદેવી અને અન્ડાલનો અભ્યાસ.
(અંગ્રેજી) મૈસૂર, ૧૯૮૦
ગૌડ, વિમલા
શીર્ષક : મીરાં કે સાહિત્ય કે મૂલસ્રોતોં કા અનુસંધાન
(હિંદી). આગ્રા, ૧૯૫૯
ચાવલા, મધુ
શીર્ષક : મીરાં પદાવલી કા શૈલીવૈજ્ઞાનિક અધ્યયન.
મેરઠ, ૧૯૮૫
ઝવેરી, નિર્મલા લાલભાઈ
શીર્ષક : મીરાંનું જીવન અને કાર્ય
મુંબઈ, ૧૯૬૦
તિવારી, ભગવાનદાસ
શીર્ષક : મીરાં કી ભક્તિ ઔર ઉનકી કાવ્યસાધના કે અનુશીલન (હિંદી)
સાગર, ૧૯૬૩
પટેલ, બ્રિજલાલી
શીર્ષક : મીરાં કાવ્યમેં પ્રયુક્ત વિશિષ્ટ શબ્દાવલિ કા અનુશીલન.
અવધ-પ્રતાપસિંહ યુનિ. ૧૯૮૩
પ્રભાત, છોટેલાલ, ૧૯૨૫
શીર્ષક : મીરાંબાઈ : એક અધ્યયન. આગ્રા,
૧૯૫૮, પ્રકા. હિંદી ગ્રંથરત્નાકર, મુંબઈ ૧૯૬૫, પૃ.૪૨૮
રસ્તોગી, શ્યામા
શીર્ષક : મીરાં કે કાવ્યમેં શબ્દસામર્થ્ય
લખનઉ, ૧૯૭૮
વિનોદાબાઈ એસ.
શીર્ષક : મહાદેવી અંડાલ ઔર મીરાં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી) દિલ્હી, ૧૯૬૮
શશિપ્રભા
શીર્ષક : મીરાંબાઈ કી ભાષા કા ભાષાવૈજ્ઞાનિક અધ્યયન
(હિંદી), મેરઠ, ૧૯૭૩
શુક્લ ભક્તિપ્રભા ઈશ્વરલાલ, ૧૯૨૯-
શીર્ષક : મીરાની કવિતા- એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૭૯, પૃ. ૩૭૮
પ્રસ્તુત નિબંધના પ્રારંભમાં સંશોધકે મીરાનો સમય અને જીવનવૃત્ત પુરાવા સાથે રજૂ કર્યા છે. અને મીરાની કવિતામાં જોવા મળતા ઊર્મિ કાવ્યના લક્ષણો વર્ણવ્યાં છે. તે ઉપરાંત મીરાનું ભાવવિશ્વ આલેખ્યું છે. ભક્તિના ઉદ્ગમ, વિકાસ અને તેમાં મીરાનું સ્થાન દર્શાવી સંશોધકે સંતકવિઓ તથા અન્ય કવિઓ સાથે મીરાની કવિતાની તુલના કરી છે. તે પછી સંશોધકે મીરા અને ભજનીકોની તુલનાત્મકતા દર્શાવી છે અને અંતમાં સંશોધકશ્રીએ મીરાના પદોની ભાષા, મીરાની કવિતામાં જોવા મળતાં ભાવપ્રતીકો મીરાની કવિતાનું કર્તૃત્ત્વ દર્શાવી ગુજરાતી સાહિત્યમાં મીરાનું પ્રદાન અને સ્થાનનું સચોટ નિરૂપણ કર્યું છે.
શેખાવત, કલ્યાણસિંહ
શીર્ષક : મીરાં કે પ્રામાણિક પ્રતિપાદ્ય વિષય કા વિશ્લેષણાત્મક અધ્યયન
(હિંદી) રાજસ્થાન, ૧૯૭૦
સુન્દરમ્, નાગેશ્વર
શીર્ષક : મીરાં ઔર અંડાલ કા તુલનાત્મક અધ્યયન (હિંદી), જબલપુર, ૧૯૬૫
પ્રકા. હિંદી સાહિત્ય સમ્મેલન, અલ્હાબાદ. ૧૯૭૧, પૃ. ૨૪+૪૦૦
મુક્તાનંદ સ્વામી
માલિશાં, ફ્રાંસ્વાઝ
શીર્ષક : સતી ગીતા : મૂળ ગુજરાતી પાઠ, ફ્રેંચ અનુવાદ પરિચય અને ટીકા સાથે
(ફ્રેંચ) યુનિ. ઑફ પેરિસ, સોર્બોન, ૧૯૬૯, પ્રકા. ૧૯૭૩, પૃ. ૧૮૨
રણછોડ
શાહ, પ્રતિભા ડાહ્યાભાઈ, ૧૯૪૭
શીર્ષક : ભક્તકવિ રણછોડ : એક અધ્યયન, ભક્તિમાર્ગીય કવિતાધારાના સંદર્ભમાં.
માર્ગદર્શક : બહેચરભાઈ આર. પટેલ
ગુજરાત, ૧૯૮૬, પ્રકા. ૧૯૮૮, પૃ. ૩૪૦
અઢારમાં શતકમાં વૈષ્ણવ ભક્તકવિ રણછોડ જેણે કૃષ્ણભક્તિનાં સહસ્રાધિક પદો અને નાની મોટી પાંત્રીસ લાંબી રચનાઓ આપી છે. તેના જીવન-કવનનો અભ્યાસ આ શોધ નિબંધમાં થયો છે. પાંચ પ્રકરણોમાં વિભાજિત આ નિબંધમાં રણછોડના જીવન-કવનની પ્રમાણભૂત તપાસ કરી તારણો તારવવાનો પ્રયાસ થયો છે.
રાજે
જાની, રમેશચંદ્ર નંદશંકર, ૧૯૨૫-
શીર્ષક રાજે : એક અધ્યયન (એના પુરોગામી કવિઓના પશ્ચાદ્ભૂમાં)
મુંબઈ, ૧૯૫૫
રામકૃષ્ણ મહેતા
મજમુદાર, શ્રદ્ધા મંજુલાલ
શીર્ષક : અજ્ઞાત વૈષ્ણવ કવિ રામકૃષ્ણ : પદસાહિત્ય તથા ગજેન્દ્રમોક્ષ આખ્યાન : સંપાદન અને અધ્યયન
માર્ગદર્શક : પ્રો. જસભાઈ કા. પટેલ, ગુજરાત, ૧૯૭૦
આ મહાનિબંધમાં મધ્યકાલીન અજ્ઞાત કવિ રામકૃષ્ણના પદસાહિત્ય વિશે તેમજ તેમની અપ્રગટ કૃતિ ‘ગજેન્દ્રમોક્ષ’ આખ્યાનનું સંપાદન અને અધ્યયન થયું છે. આ મહાનિબંધમાં જ્ઞાતસામગ્રીનું નવું અર્થઘટન તેમજ અજ્ઞાત સામગ્રી / સાધનોનું પ્રથમવાર પ્રગટીકરણ કરવાની ક્રિયાનો આશ્રય લેવાયો છે. સંપાદન સામગ્રી ગુજરાતના સંસ્કારધામ બતાવતો નકશો, સંસ્કારધામોની સૂચિ આ મહાનિબંધનું જમાપાસું છે. ઉપરાંત ભક્તિમાર્ગની ભૂમિકા, કવિપરિચય અને વાણીવૈભવ, પદસંગ્રહ તથા ગજેન્દ્રમોક્ષ આખ્યાન વિશે સવિસ્તર ચર્ચા-વિચારણા કરી છે. અને અંતે આધારભૂત ગ્રંથો તથા લેખોની સૂચિ આપી છે.
લાવણ્યસમય
શાહ, ધીરજલાલ ધનજીભાઈ, ૧૯૧૨–
શીર્ષક : વિમલ પ્રબંધ (સર્વાંગીણ અભ્યાસ)
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૨, પ્રકા. ‘વિમલપ્રબંધ’, ૧૯૬૫, પૃ. ૧૨+૧૬૨+૨૫૨
આ મહાનિબંધમાં ‘વિમલ-પ્રબંધ’ના કર્તા મુનિ લાવણ્યમયના જન્મ, જૈનધર્મના સંસ્કાર અને કવિતા રચનાની શરૂઆતનો પૂર્વ પરિચય ત્યારબાદ વિમલપ્રબંધ સિવાયની અન્ય પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કૃતિઓ, એના રચનાકાળની માહિતી, વિમલ-પ્રબંધ-રાસ છે, ચરિત છે કે પ્રબંધ એની સવિસ્તાર ચર્ચા, મૂલ્યાંકન—નો અભ્યાસ કર્યો છે. લાવણ્યસમય ચરિત્રનાયક અને એના સમયનું ઐતિહાસિક અન્વેષણ, રાજકીય-સામાજિક અને ઉત્તર પરિસ્થિતિઓ, ભાષાભૂમિકા અને એની લાક્ષણિકતાઓ વગેરેનો અભ્યાસ અહીં થયો છે.
લોયણ
સાગઠિયા રમેશચંદ્ર એ.
શીર્ષક : સંત કવયિત્રી લોયણ : જીવન અને કવન
માર્ગદર્શક : નાથાલાલ ગોહિલ
સૌરાષ્ટ્ર, ૨૦૦૧
વલ્લભ મેવાડો
શાહ, જયવંતી ઘનશ્યામ
શીર્ષક : વલ્લભ મેવાડો : એક અધ્યયન
મુંબઈ, ૧૯૫૯
વિશ્વનાથ જાની
દવે, મહેન્દ્ર અમૃતલાલ, ૧૯૩૩–
શીર્ષક : વિશ્વનાથ જાની અને એમની કૃતિઓ
માર્ગદર્શક : કે. બી. વ્યાસ
ગુજરાત, ૧૯૬૯, પ્રકા. “વિશ્વનાથ જાની : એક અધ્યયન’, ૧૯૯૦, પૃ. ૧૫૪. ૧૯૭૦, પૃ. ૩૪૩
મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સામાજિક વાતાવરણના સંદર્ભમાં વિશ્વનાથ જાનીનો સમય અને વ્યક્તિત્વ સમજવાનો પ્રયાસ કર્યો છે. ‘વિશ્વનાથ’ અને ‘જાની’ની છાપવાળી મુદ્રિત અમુદ્રિત કૃતિઓમાંથી વિશ્વનાથ જાનીની કૃતિઓ પ્રમાણો સાથે જુદી તારવી છે. આ ઉપરાંત વિશ્વનાથ જાનીની કૃતિઓ વિશેના પ્રકરણમાં કાવ્યની મધ્યકાલીન ગુજરાતી પરંપરાનો પરિચય આપી એમાં વિશ્વનાથ જાનીએ કરેલાં પરિવર્તનો અને એમાં વ્યક્ત થતી જાનીની રસદૃષ્ટિ અને કાવ્યપ્રતિભાનો ખ્યાલ આપ્યો છે.
બીજા ખંડમાં ‘ચતુર ચાલીસી’ની વાચના અને મોસાળાચરિત્રની ગુજરાત વિદ્યાસભાની સ્વતંત્ર હસ્તપ્રતની વાચના આપી છે.
વિષ્ણુદાસ
શુકલ, ઊર્મિલા હસમુખરાય
શીર્ષક : ‘વિષ્ણુદાસ : એક સમીક્ષાત્મક અધ્યયન’
માર્ગદર્શક : પ્રભાશંકર તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૭. પૃષ્ઠ સંખ્યા : ૪૩૮
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૪ ખંડમાં વિભાજીત કર્યો છે. પ્રથમ ખંડમાં વિષ્ણુદાસકાલીન સાંસ્કૃતિક ગુજરાતનો પરિચય આપી અને વિષ્ણુદાસનું વ્યક્તિત્વ તેમજ વાઙ્મયનું સુંદર આલેખન કર્યું છે. ખંડ ૨માં સંશોધકે વિષ્ણુદાસકૃત મહાભારત પર આધારિત આખ્યાનોનું મૂલ્યાંકન કર્યું છે. જેમાં સભાપર્વ, ઉદ્યોગપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, ગદાપર્વ, મહાપ્રસ્થાન પર્વ, અનુશાલ્વપર્વ, બભ્રુવાહન આખ્યાનનું મૂલ્યાંકન કર્યું છે. ખંડ ૩ માં સંશોધકે વિષ્ણુદાસકૃત મહાભારતેતર (મહાભારત સિવાયના) આખ્યાનોનું મૂલ્યાંકન કર્યું છે. જેમાં રુકમાગંદ આખ્યાન, ચંડીનું આખ્યાન, લવકુશાખ્યાનનું સુંદર રીતે મૂલ્યાંકન કર્યું છે. મહાનિબંધનાં અંતમાં ખંડ-૪માં સંશોધકે વિષ્ણુદાસનું આખ્યાનકાર તરીકેનું સમગ્રદર્શી મૂલ્યાંકન કર્યું છે.
વીરવિજય
શાહ, કવિનચંદ્ર માણેકલાલ
શીર્ષક : વીરવીજય : એક અધ્યયન
માર્ગદર્શક : જયાનંદ જોશી, દક્ષિણ ગુજરાત, ૧૯૯૨
શામળ ભટ્ટ
દવે, જનક હરિશંકર
શીર્ષક : ‘સિંહાસન બત્રીશી’ની વાર્તા ૨૮થી ૩૧મીની અધિકૃત વાચના, વિવેચનાત્મક અધ્યયન સાથે. મુંબઈ, ૧૯૬૪
શ્રીમદ્ દેવચંદ્રજી
સાધ્વી, આરતી
શીર્ષક : શ્રીમદ્ દેવચંદ્રજી : એક અધ્યયન
મુંબઈ, ૧૯૯૨
સમયસુંદર
કુલકર્ણી, ગોવિંદ પંઢરીનાથ
શીર્ષક : કવિવર સમયસુંદર કે ચરિત એવં આખ્યાન કાવ્ય,
૧૬૧૫-૧૭૦૩
(હિંદી)
પૂના, ૧૯૭૪
દવે, વસંતરાય બચુભાઈ, ૧૯૩૫–
શીર્ષક : કવિ સમયસુંદરની સાહિત્યોપાસના
માર્ગદર્શક : શિવલાલ જેસલપુરા
ગુજરાત, ૧૯૭૬, પૃ. ૭૩૬
આ મહાનિબંધમાં જૈન સાહિત્ય પ્રવાહ અને તેની વિશેષતાઓ તથા તે કાળનાં સાહિત્યસ્વરૂપોની નોંધ લઈ કવિ સમયસુંદરનું સ્થાન શું છે તેનો નિર્દેશ કર્યો છે. ત્યારબાદ તેમના જીવન અંગેની વિગતો, ઉપલબ્ધ કૃતિઓ, કવિએ ગુજરાત-સૌરાષ્ટ્રના સ્થળોએ કરેલા વિહારની વિગતો આપી છે. તેમની રચનાઓનો સંક્ષિપ્ત પરિચય આપી ગુજરાતી-રાજસ્થાની ભાષાની રચનાઓનો વિગતે પરિચય કરાવ્યો છે. કવિની સાહિત્યિક પ્રતિભાના વિવિધ-પાસાં - રસનિરૂપણ, વર્ણન કલા, અલંકાર શક્તિ, પાત્રાલેખન, સમાજદર્શન ઢાળવૈવિદ્ય અને ભાષાપ્રભુત્વને મૂલવવાનો પ્રયાસ પણ થયો છે. કવિને ગણનાપાત્ર ગીતકાર તરીકે પણ મૂલવ્યા છે.
સ્વામી સત્યનારાયણ
શીર્ષક : મહાકવિ સમયસુંદર ઔર ઉનકી રાજસ્થાની રચનાયેં.
રાજસ્થાન, ૧૯૭૧
સહજસુંદર
શાહ, કાંતિલાલ ભીખાભાઈ
શીર્ષક : સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ.
ગુજરાત, ૧૯૯૬
માર્ગદર્શક : જયંત કોઠારી
પ્રકા. : ‘સહજસુંદર કૃત ગુણરત્નાકર છંદ’, ૧૯૯૮, પૃ. ૧૬+૩૭૯
જૈનસાધુ કવિ સહજસુંદરની ઈ. ૧૫૧૬માં રચાયેલી દીર્ઘ કથનાત્મક કૃતિ સ્થૂલિભદ્ર અને કોશાનું ચરિત્ર આલેખે છે. ચાર અધિકાર અને ૪૧૯ કડીમાં વિભક્ત આ કૃતિનું અપરનામ ‘સ્થૂલિભદ્ર છંદ’. આ મહાનિબંધમાં કૃતિનો ગદ્યાનુવાદ, વિવરણ, પાઠાંતર અને પાઠચર્ચા સહિતની સમીક્ષિત વાચના આપવા સાથે ‘પરિશીલન’ વિભાગ નીચે છ અભ્યાસ પ્રકરણો સામેલ કર્યાં છે. સાથે ૧૮૦૦ શબ્દોનો અર્થસહિત શબ્દકોશ જોડ્યો છે.
સાયાંજી ઝૂલા
મારુ, રમણિકલાલ છગનલાલ, ૧૯૩૬
શીર્ષક : ચારણ કવિ સાયાંજી ઝૂલા અને તેઓનું સાહિત્ય,
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સોરાષ્ટ્ર, ૧૯૭૪
આ મહાનિબંધમાં વિ. સં.ના ૧૬મા શતકમાં લીલછા (તા. ઇડર)માં થઈ ગયેલા ચારણકવિ સાંયાજી ઝૂલાના જીવન અને સમય વિષે આરંભના પ્રકરણમાં વીગતે લખ્યું છે. સાંયાજીના બે જ ગ્રંથો (ખંડકાવ્યો) હિંદીમાં પ્રસિદ્ધ થયાં છે. સંશોધકે ત્રીજા ખંડકાવ્યની શોધ કરી તેનો પરિચય કરાવ્યો છે. સાંયાજીનું કવિ તરીકેનું મૂલ્યાંકન, તેમનાં અન્ય ગીતો, તેમના કાવ્યોની ભાષા, ડિંગળ અને તેની લાક્ષણિકતાઓ વગેરેની ચર્ચા કરી છે. મહાનિબંધ આઠ પ્રકરણો ને ત્રણ પરિશિષ્ટમાં વિભાજિત છે.
સ્વામીનારાયણ, ભગવાન
રાઠોડ, નયના પી.
શીર્ષક : સ્વામીનારાયણીય સંત કવિતામાં ભગવાન સ્વામીનારાયણ,
મુંબઈ, ૧૯૮૬