ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/પૃથ્વી અને સ્વર્ગ: Difference between revisions
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 18: | Line 18: | ||
જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓની પરંપરા અને નાખી નજર ન પહોંચે તેવાં લાંબાંલાંબાં મેદાનો એકબીજા સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાટી મૈત્રી સાધી રહ્યાં છે. | જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓની પરંપરા અને નાખી નજર ન પહોંચે તેવાં લાંબાંલાંબાં મેદાનો એકબીજા સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાટી મૈત્રી સાધી રહ્યાં છે. | ||
જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ હરણાંઓ લીલોતરી ચરતાં ફર્યા કરતાં; સોનેરી-રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનિની ગાયો ત્યાં ચર્યા કરતી; તેનાં વાછરુ રૂપાળીરૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારે તરફ | જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ હરણાંઓ લીલોતરી ચરતાં ફર્યા કરતાં; સોનેરી-રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનિની ગાયો ત્યાં ચર્યા કરતી; તેનાં વાછરુ રૂપાળીરૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારે તરફ દોડ્યાં કરતાં; સમિધ લઈને આવતાં ઋષિમુનિનાં સંતાનો જલધિજલના તરંગ જેવા મેઘને ડુંગરાઓ પર ઘૂમતા જોઈ રહેતાં. ચારે તરફ નવો પ્રાણ, અમૃતભર્યું જીવન ને સંતોષભરી જીંદગી ભરચક્ક છલકાતાં. | ||
ન ગણી શકાય તેટલાં વર્ષો પહેલાં સતલજના કિનારા પર બે સુખી કુટુંબ રહેતાં હતાં. તેમની સાદી ઝુંપડીમાં વેદ અને ઉપનિષદનું તત્ત્વજ્ઞાન, લખ્યા વિનાનું કે બોલ્યા વિનાનું, છાનું છાનું ફેલાયા કરતું હતું. | ન ગણી શકાય તેટલાં વર્ષો પહેલાં સતલજના કિનારા પર બે સુખી કુટુંબ રહેતાં હતાં. તેમની સાદી ઝુંપડીમાં વેદ અને ઉપનિષદનું તત્ત્વજ્ઞાન, લખ્યા વિનાનું કે બોલ્યા વિનાનું, છાનું છાનું ફેલાયા કરતું હતું. | ||
| Line 58: | Line 58: | ||
આરણ્યક આ મોહક સૌંદર્ય જોઈ રહ્યો. પોતાની કમળ પત્રથી ઢંકાએલી છાતી પરથી હળવે રહીને સુકેશીએ ફૂલની ચાદર દૂર કરી. પ્રભાતમાં જેમ કમળસંપુટ અર્ધખીલ્યું અર્ધવણખીલ્યું શોભી રહે તેમ સુકેશીનું રસયૌવન શોભી રહ્યું. જેમ ભીના શ્વેત બરફના કટકામાં ઘનશ્યામ મેઘનો રંગ સોંસરવો નીકળીને હિમશકલ અવર્ણ્ય જાંબુડા રંગથી રંગી રહે તેમ એ રસપ્રદેશને ઇન્દ્રનીલમણિએ રંગી દીધો. | આરણ્યક આ મોહક સૌંદર્ય જોઈ રહ્યો. પોતાની કમળ પત્રથી ઢંકાએલી છાતી પરથી હળવે રહીને સુકેશીએ ફૂલની ચાદર દૂર કરી. પ્રભાતમાં જેમ કમળસંપુટ અર્ધખીલ્યું અર્ધવણખીલ્યું શોભી રહે તેમ સુકેશીનું રસયૌવન શોભી રહ્યું. જેમ ભીના શ્વેત બરફના કટકામાં ઘનશ્યામ મેઘનો રંગ સોંસરવો નીકળીને હિમશકલ અવર્ણ્ય જાંબુડા રંગથી રંગી રહે તેમ એ રસપ્રદેશને ઇન્દ્રનીલમણિએ રંગી દીધો. | ||
કિંચિત્ હાસ્ય કરીને સુકેશી આરણ્યક તરફ ફરીને બોલી, ‘આરણ્યક, આ મણિ તો મને શોભે એવો છે.’ | |||
આરણ્યકે અત્યંત પ્રેમથી એ મણિને સુકેશીની ફૂલની ચાદરમાં છુપાવી દીધો. | આરણ્યકે અત્યંત પ્રેમથી એ મણિને સુકેશીની ફૂલની ચાદરમાં છુપાવી દીધો. | ||
| Line 70: | Line 70: | ||
તે વખતે એ મેદાન પર પહેલવહેલી ઈર્ષ્યા ઉદ્ભવી. | તે વખતે એ મેદાન પર પહેલવહેલી ઈર્ષ્યા ઉદ્ભવી. | ||
પાસેનો એ ડુંગર મોટા અવાજ સાથે નીચે દડી | પાસેનો એ ડુંગર મોટા અવાજ સાથે નીચે દડી પડ્યો! તેના અવાજથી વન ધ્રૂજ્યાં, પક્ષીઓ નાઠાં, પશુઓ દોડ્યાં અને પર્વતોએ પડઘા આપ્યા. એ અવાજથી સુકેશી અને આરણ્યક જાગી ઉઠ્યાં, અને તેમની નજરે ડુંગર પરથી પડતો મોટો પથ્થર અને ડુંગર પર ધીમેધીમે ચડતો સુમેરુ બંને દેખાયાં. | ||
સુમેરુને ત્યારથી ઈર્ષ્યા થઈ છે. તેણે ઘણીઘણી ખીણો ખુંદીને બીજા અનેક લાલપીળા ચળકતા પથ્થર ભેગા કર્યા છે. પોતાની ગાયોની ડોકે તેણે રૂપાળા પથ્થરોની માળા લટકાવી છે. પણ તેમાં ક્યાંય પેલા ઇન્દ્રનીલમણિ જેવો પથ્થર નથી. | સુમેરુને ત્યારથી ઈર્ષ્યા થઈ છે. તેણે ઘણીઘણી ખીણો ખુંદીને બીજા અનેક લાલપીળા ચળકતા પથ્થર ભેગા કર્યા છે. પોતાની ગાયોની ડોકે તેણે રૂપાળા પથ્થરોની માળા લટકાવી છે. પણ તેમાં ક્યાંય પેલા ઇન્દ્રનીલમણિ જેવો પથ્થર નથી. | ||
| Line 78: | Line 78: | ||
અત્યંત મધુર અવાજથી ગુરુ બોલ્યા, ‘કેમ બેટા! તને શાથી એકાંતવાસ પ્રિય બન્યો છે?’ સુમેરુએ કચવાતાં ઉત્તર આપ્યો,‘સુંદર પ્રભાત જેવી સુકેશી આરણ્યક સાથે ફરે છે.’ | અત્યંત મધુર અવાજથી ગુરુ બોલ્યા, ‘કેમ બેટા! તને શાથી એકાંતવાસ પ્રિય બન્યો છે?’ સુમેરુએ કચવાતાં ઉત્તર આપ્યો,‘સુંદર પ્રભાત જેવી સુકેશી આરણ્યક સાથે ફરે છે.’ | ||
ગુરુએ | ગુરુએ કિંચિત્ હસીને ઉત્તર આપ્યો, ‘જે પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષ્યા કરે છે, યોગ્ય યુગલને ઇર્ષ્યાથી જુએ છે, ત્યાં નર્કની ગંધ પ્રગટ થાય છે; ત્યાં યૌવનમાં રસને બદલે વિકાર પ્રગટે છે; ત્યાં પવિત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસની બદબો છુટે છે. હે પુત્ર! તું પણ તારી કોઈ યોગ્ય સહધર્મચારિણી શોધીને સુખી થા.’ | ||
‘ગુરુદેવ! હું સુકેશીને જ મેળવીશ. આરણ્યકે તેને એક ઇન્દ્રનીલમણિ આપ્યો છે, હું તેને દસ આપીશ.’ | ‘ગુરુદેવ! હું સુકેશીને જ મેળવીશ. આરણ્યકે તેને એક ઇન્દ્રનીલમણિ આપ્યો છે, હું તેને દસ આપીશ.’ | ||
| Line 86: | Line 86: | ||
વેરના પડઘા જેવું નિષ્ઠુર હસીને સુમેરુ ચાલ્યો ગયો અને એકલો જુદો વાસ કરીને રહ્યો. | વેરના પડઘા જેવું નિષ્ઠુર હસીને સુમેરુ ચાલ્યો ગયો અને એકલો જુદો વાસ કરીને રહ્યો. | ||
સુમેરુના એકાંતવાસ પાસે પણ અનેક સ્ત્રીઓ રંગીન પથ્થર લેવા જાય છે. કમળપત્ર જેવા | સુમેરુના એકાંતવાસ પાસે પણ અનેક સ્ત્રીઓ રંગીન પથ્થર લેવા જાય છે. કમળપત્ર જેવા કિંચિત્ લાલ પથ્થર, વિષ્ણુના ઉત્તરીય જેવા મીઠા પીળા રંગના પથ્થર, અને ઘેરાં ગંભીર જળ જેવા નીલા પથ્થર સુમેરુ પાસેથી જ મળે છે. તેના બદલામાં ગાયો, જવ, કમોદ, નવનીત અને દુધ તેને ત્યાં ચાલ્યાં આવે છે. ત્યાંની સુંદરીઓ હવે કમળપત્રના દાંડાથી કાન પુરવાને બદલે લાલ પથ્થરને લટકાવવાનો શોખ ધરાવે છે. સૌ એ શોખને પુરવા પરાધીન બન્યાં છે. સુમેરુએ ત્યાં નવો કાયદો ચલાવ્યો અને જાણ્યેઅજાણ્યે સૌ તેની સત્તા તળે આવ્યાં. આજ દિવસ સુધી સૌસૌની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપલે કરતા. દરેક વસ્તુ સરખી કિંમતની હતી ને બધી સરખી ઉપયોગી હતી. પણ સુમેરુએ પથ્થરના રંગ અને સૌંદર્ય પરથી દરેક પથ્થરની જુદીજુદી કિંમત આંકી. સુમેરુ પાસે ઘણી વસ્તુઓ આવી પડી ને જેમને જરૂર હતી તેઓ વસ્તુ વિના રખડવા લાગ્યાં. | ||
એક વખત એક જુવાન માણસ સુમેરુ પાસે આવ્યો. તેણે સુમેરુને જવ આપ્યા અને નવનીત માગ્યું. સુમેરુએ જવાબ આપ્યો કે હું જવને બદલે નવનીત નહિ આપું. મારે બેમાંથી એક્કેની જરૂર નથી. પેલા જુવાને કહ્યું કે ત્યારે મારે જરૂર છે માટે તમારે આપવું જોઈએ. | એક વખત એક જુવાન માણસ સુમેરુ પાસે આવ્યો. તેણે સુમેરુને જવ આપ્યા અને નવનીત માગ્યું. સુમેરુએ જવાબ આપ્યો કે હું જવને બદલે નવનીત નહિ આપું. મારે બેમાંથી એક્કેની જરૂર નથી. પેલા જુવાને કહ્યું કે ત્યારે મારે જરૂર છે માટે તમારે આપવું જોઈએ. | ||
| Line 124: | Line 124: | ||
સૌ બાઘામંડળ માફક ઉભાં રહ્યાં અને પછી જેની પાસે દૂધ હતું તેણે દૂધ આગળ ધર્યું: ‘પણ આ દૂધ છે તેનું?’ | સૌ બાઘામંડળ માફક ઉભાં રહ્યાં અને પછી જેની પાસે દૂધ હતું તેણે દૂધ આગળ ધર્યું: ‘પણ આ દૂધ છે તેનું?’ | ||
સુમેરુએ માટીના નવા પાત્રથી દૂધ ભરવા | સુમેરુએ માટીના નવા પાત્રથી દૂધ ભરવા માંડ્યું. રજત અને સુવર્ણના કટકા સૌ લેવા લાગ્યા, અંદરઅંદર જોવા લાગ્યા; અરસપરસ દેખાડવા લાગ્યા. | ||
છેટેથી આરણ્યક અને સુકેશી આવતાં હતાં. આખા ટોળામાં સુમેરુ સ્વામી જેવો શોભી રહ્યો હતો. તે પેલા ભોળા જુવાન તરફ ફર્યો: ‘જુવાન માણસ! તારે મારા દાસ થવું છે?’ | છેટેથી આરણ્યક અને સુકેશી આવતાં હતાં. આખા ટોળામાં સુમેરુ સ્વામી જેવો શોભી રહ્યો હતો. તે પેલા ભોળા જુવાન તરફ ફર્યો: ‘જુવાન માણસ! તારે મારા દાસ થવું છે?’ | ||
| Line 138: | Line 138: | ||
ભોળો જુવાન તે પ્રમાણે કરવા ગયો. | ભોળો જુવાન તે પ્રમાણે કરવા ગયો. | ||
સુમેરુ ટોળા તરફ ફર્યો,‘તમને યાદ રહી જાય માટે બોલો: સો પાત્ર જવનાં બરાબર ત્રણ સુવર્ણના કટકા.’ આખું ટોળું એક સાદે બોલી | સુમેરુ ટોળા તરફ ફર્યો,‘તમને યાદ રહી જાય માટે બોલો: સો પાત્ર જવનાં બરાબર ત્રણ સુવર્ણના કટકા.’ આખું ટોળું એક સાદે બોલી ઉઠ્યું, ‘સો પાત્ર જવનાં બરાબર ત્રણ સુવર્ણના કટકા!’ | ||
‘દોઢસો ઘડા દૂધના બરાબર દસ રજતના કટકા.’ અને એવા ઘોંઘાટથી હિમાલયનાં વન ગાજવા લાગ્યાં. | ‘દોઢસો ઘડા દૂધના બરાબર દસ રજતના કટકા.’ અને એવા ઘોંઘાટથી હિમાલયનાં વન ગાજવા લાગ્યાં. | ||
| Line 188: | Line 188: | ||
‘જ્યાં કામ મપાય ત્યાંથી કળા જાય, વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. તેં પૈસા ઉત્પન્ન કર્યા, હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે. સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે. હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમને નહિ પણ વૈભવને, વિલાસને, વગને, મોટાઈને, સામાજિક મહત્તાને પ્રધાનપદ આપશે. હવે કોઈ પ્રેમ ખાતર નહિ પરણે. આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે. અષાઢી મેઘ પ્રેમ નહિ પ્રગટાવે; વિરહ અને વિરહનાં આંસુ નહિ હોય; સાચું શૌર્ય નહિ હોય; કામિની અને પિયુ નહિ હોય; ઋતુ નહિ હોય, ઋતુનો રસ નહિ હોય; ઉત્સવ, ઉલ્લાસ, શૃંગાર, તેજ કાંઈ નહિ હોય. જીવન નીરસ બનશે; કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે; ઉદારતા બેવકુફાઈ મનાશે; આતિથ્ય ગાંડપણ ગણાશે; પ્રેમ સગવડતા લેખાશે; પ્રજા બોજો મનાશે; શૃંગાર વિલા મનાશે; છાની વિકારવૃત્તિ ચતુરાઈમાં ખપશે; અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છેક મૂળથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડાં મારવાનું શરૂ કરશે.’ | ‘જ્યાં કામ મપાય ત્યાંથી કળા જાય, વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. તેં પૈસા ઉત્પન્ન કર્યા, હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે. સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે. હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમને નહિ પણ વૈભવને, વિલાસને, વગને, મોટાઈને, સામાજિક મહત્તાને પ્રધાનપદ આપશે. હવે કોઈ પ્રેમ ખાતર નહિ પરણે. આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે. અષાઢી મેઘ પ્રેમ નહિ પ્રગટાવે; વિરહ અને વિરહનાં આંસુ નહિ હોય; સાચું શૌર્ય નહિ હોય; કામિની અને પિયુ નહિ હોય; ઋતુ નહિ હોય, ઋતુનો રસ નહિ હોય; ઉત્સવ, ઉલ્લાસ, શૃંગાર, તેજ કાંઈ નહિ હોય. જીવન નીરસ બનશે; કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે; ઉદારતા બેવકુફાઈ મનાશે; આતિથ્ય ગાંડપણ ગણાશે; પ્રેમ સગવડતા લેખાશે; પ્રજા બોજો મનાશે; શૃંગાર વિલા મનાશે; છાની વિકારવૃત્તિ ચતુરાઈમાં ખપશે; અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છેક મૂળથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડાં મારવાનું શરૂ કરશે.’ | ||
સુમેરુને ચક્કર આવવા | સુમેરુને ચક્કર આવવા માંડ્યાં. | ||
‘આ ક્યારે બનશે? ત્યારે મનુષ્યો કેવાં હશે?’ | ‘આ ક્યારે બનશે? ત્યારે મનુષ્યો કેવાં હશે?’ | ||