ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/વેકેશન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
‘પડ્યો એમાં કાંઈ લોહી નીકળે?… તમે ખોટા છો બધા.. ચાલ અંદર…આ વીકી જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક ધમાલ કર્યા કરે છે…બપોરેય નિરાંત નહીં. નહિ જોયા હોય સચીનના દીકરા…’ | ‘પડ્યો એમાં કાંઈ લોહી નીકળે?… તમે ખોટા છો બધા.. ચાલ અંદર…આ વીકી જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક ધમાલ કર્યા કરે છે…બપોરેય નિરાંત નહીં. નહિ જોયા હોય સચીનના દીકરા…’ | ||
‘સચીનને હજી દીકરો ક્યાં છે, આન્ટી!’ બધા ક્રિકેટરોના એ ટુ | ‘સચીનને હજી દીકરો ક્યાં છે, આન્ટી!’ બધા ક્રિકેટરોના એ ટુ ઝૅડ રેકોર્ડ્ઝ રાખનાર એક છોકરો બોલ્યો. | ||
આંગળી પકડી રાખીને દીદી બૉબીને ઘરમાં લઈ ગઈ. અગિયારની જ નહિ, ગમે તેટલાની, આખી ટીમ ઘડીભર એમ જ ઊભી રહી. બધાથી જરાક અલગ ઊભેલા વીકી પર મારી નજર પડી. સામેવાળો ક્લીનબોલ્ડ થાય ત્યારે | આંગળી પકડી રાખીને દીદી બૉબીને ઘરમાં લઈ ગઈ. અગિયારની જ નહિ, ગમે તેટલાની, આખી ટીમ ઘડીભર એમ જ ઊભી રહી. બધાથી જરાક અલગ ઊભેલા વીકી પર મારી નજર પડી. સામેવાળો ક્લીનબોલ્ડ થાય ત્યારે સિધ્ધુ પગની આંટી લગાવી બેટને ટેકે ઊભો રહે એમ ઊભો’તો વીકી. હજી એના ચહેરા પર એ વંચાતું’તું કે એ કાંઈ ગુનેગાર નથી. રમતમાં તો એમ જ ચાલે. મનેય એનો વાંક લાગ્યો નહોતો. | ||
‘વેકેશનમાં છોકરાં રમે નહિ તો શું કરે? આખો દી ઘરમાં ગોંધાઈ રહે!’ સામેના | ‘વેકેશનમાં છોકરાં રમે નહિ તો શું કરે? આખો દી' ઘરમાં ગોંધાઈ રહે!’ સામેના બારણાંમાં જતાં જતાં જે માસી બોલ્યાં તે વીકીના સગાં લાગ્યાં. | ||
‘મિષી…’દીદીએ સાદ પાડ્યો. હું અંદર દોડી. જતાં જતાં મારાથી વીકી સામું જોવાઈ ગયું. એ પણ મારી તરફ, અમારાં બારણાં તરફ, નજર ઠેરવીને ઊભો’તો. બૉબીનો સાચો ઓછો ને ખોટો વધુ ભેંકડો ચાલુ હતો. | |||
‘કબાટમાંથી દવાનું બૉક્સ લાવ. એમાં બૅન્ડેડ હશે.’ દીદીએ મને ઑર્ડર કર્યો. મેં બૉક્સમાંથી એક બૅન્ડેડ કાઢી ત્યાં સુધીમાં દીદીએ બૉબીની આંગળીને પાણી રેડીને સાફ કરી નાખી. સ્હેજ છોલાયું હતું. પાણી અડતાં બૉબીનો અવાજ ધીમો થઈ ગયો ને દીદીએ બૅન્ડેડ લગાવી ત્યાં તો અવાજ બંધ. દીદીએ પાણીવાળો હાથ બૉબીના મોંએ ફેરવીને મોં લૂછ્યું ત્યાં તો બૉબીને કાંઈ થયું જ નથી જાણે, એમ ઊભો થઈ ગયો. | |||
‘કબાટમાંથી દવાનું બૉક્સ લાવ. એમાં બૅન્ડેડ હશે.’ દીદીએ મને ઑર્ડર કર્યો. મેં | |||
બહારથી એકે એક બૉલ પર જોરદાર અપીલના અવાજો આવતા’તા. | બહારથી એકે એક બૉલ પર જોરદાર અપીલના અવાજો આવતા’તા. | ||
‘હવે બહાર જતો નહીં. તું ને માસી | ‘હવે બહાર જતો નહીં. તું ને માસી ગેઈમ રમો.’ દીદીનો હુકમ. મારી અંદર, બહાર ડોકાવાની છટપટાતી થતી’તી. દીદીને બપોરે સૂઈ જવાની આદત. વેકેશનમાં હું દીદીને ત્યાં આવું ત્યારે આખી બપોર બૉબી સાથે રમવામાં જાય. આ વેકેશનમાં વીડિયો ગેઈમમાં મજા પડતી’તી. કલ્પનામાંય ન આવે એવાં ચિત્રો રચાતાં – ભૂસાતાં; મગજમાંય ન બેસે એવા કોયડા ઊપસતા – ઉકેલાતા. | ||
મને ને બૉબીને ટાઇમ ક્યાં પસાર થઈ જતો તેની ખબર રહેતી નહિ. અત્યારે બૉબી સરકીને ક્યારે બહાર ચાલ્યો ગયો એની મને ખબર રહી નહોતી. સાત વરસનો થઈ ગયો એટલે એ પોતાની જાતને મોટી માનવા લાગ્યો’તો પણ બાર – પંદરના છોકરાઓ સાથે કાંઈ રમાય? | મને ને બૉબીને ટાઇમ ક્યાં પસાર થઈ જતો તેની ખબર રહેતી નહિ. અત્યારે બૉબી સરકીને ક્યારે બહાર ચાલ્યો ગયો એની મને ખબર રહી નહોતી. સાત વરસનો થઈ ગયો એટલે એ પોતાની જાતને મોટી માનવા લાગ્યો’તો પણ બાર – પંદરના છોકરાઓ સાથે કાંઈ રમાય? | ||
| Line 34: | Line 32: | ||
‘નહિ, હું તો જવાનો. મને કાંઈ થયું નથી.’ કહેતોક ને બૉબી બારણાં બહાર દોડી ગયો. દીદીને બપોરે સૂઈ જવાની આદત. ‘તું ધ્યાન રાખતી રહેજે બારીમાંથી.’ કહીને દીદી રૂમમાં ચાલી ગઈ. | ‘નહિ, હું તો જવાનો. મને કાંઈ થયું નથી.’ કહેતોક ને બૉબી બારણાં બહાર દોડી ગયો. દીદીને બપોરે સૂઈ જવાની આદત. ‘તું ધ્યાન રાખતી રહેજે બારીમાંથી.’ કહીને દીદી રૂમમાં ચાલી ગઈ. | ||
બપોરના કાયમ બંધ રહેતી બારી મેં ખોલી. સીધો જ વીકી દેખાયો. બારી | બપોરના કાયમ બંધ રહેતી બારી મેં ખોલી. સીધો જ વીકી દેખાયો. બારી ખુલી કે એણે આ તરફ ટીકી ટીકીને જોવાનું કર્યું એમ મને લાગ્યું. હું બારીમાં ઊભી. શેરી, તડકો અને આખી ટીમ દેખાતી’તી. પણ મારી આંખો વીકીને જ જોઈ રહી. એ સ્લીપમાં ઊભો’તો એટલે બરોબર અમારી બારી સામે જ. દરેક બૉલ એ જ કેચ કરતો’તો. ઊંચો ઊછળીને, ડાય મારીને, એક હાથે. એમ કરે ત્યારે વિકેટકિપરે અને કેપ્ટને તાળીઓ પાડીને ‘શાબાશી’ આપવી પડે. અહીં તો બધા તાળીઓ પાડતા’તા. મને મજા પડી ગઈ. મારા ચહેરા પરની ખુશી વાંચતો હોય એમ વીકી પણ વધુ તરવરાટ દેખાડતો’તો. રનનો આંક વધે તેમ મારા મનના ભાવ વધી રહ્યા. | ||
બારણામાંથી બૉબી અંદર ડોકાયો. ‘મી! મને આ લોકો નથી રમાડતા..’ બૉબીએ ફરિયાદ કરી. બહાર ઊભેલા બેત્રણ ફિલ્ડરોએ આ તરફ જોયું. મેં બહાર નીકળીને આખી ટીમને કહ્યું. ‘ભૈ, આને બે દડા રમાડો ને!’ વીકીએ મારો બોલ ઝીલીને ઑર્ડર કર્યો, ‘હવે એક | બારણામાંથી બૉબી અંદર ડોકાયો. ‘મી! મને આ લોકો નથી રમાડતા..’ બૉબીએ ફરિયાદ કરી. બહાર ઊભેલા બેત્રણ ફિલ્ડરોએ આ તરફ જોયું. મેં બહાર નીકળીને આખી ટીમને કહ્યું. ‘ભૈ, આને બે દડા રમાડો ને!’ વીકીએ મારો બોલ ઝીલીને ઑર્ડર કર્યો, ‘હવે એક ઑવર બૉબીની.’ | ||
બૉબીનો પહેલો બૉલ, સીધો ઘા, ફુલટોસ, ફટકો અને વીકીના હાથમાં સીધો કેચ આવ્યો પણ વીકીએ પકડ્યો નહિ, પાડી દીધો, પડવા દીધો, ખોટી ખોટી ડાય મારી ને હસી પડ્યો મારી સામું જોઈને. હું પણ હસી પડી. અમારી બંનેની આંખો સામસામું હસતી રહી. બીજા છોકરાઓનું ધ્યાન હશે કે નહિ એનું ધ્યાન મને નહોતું. હું | બૉબીનો પહેલો બૉલ, સીધો ઘા, ફુલટોસ, ફટકો અને વીકીના હાથમાં સીધો કેચ આવ્યો પણ વીકીએ પકડ્યો નહિ, પાડી દીધો, પડવા દીધો, ખોટી ખોટી ડાય મારી ને હસી પડ્યો મારી સામું જોઈને. હું પણ હસી પડી. અમારી બંનેની આંખો સામસામું હસતી રહી. બીજા છોકરાઓનું ધ્યાન હશે કે નહિ એનું ધ્યાન મને નહોતું. હું અધખુલાં બારણાંમાં જ ઊભી’તી. શેરીનાં બારીબારણાં બંધ હતાં. અવરજવર નહોતી. તડકાનો સન્નાટો પથરાયેલો હતો. છોકરા રમતમાં હતા. હું અને વીકી આ બધાથી અલગ પડી ગયાં હોઈએ એવું હું અનુભવી રહી. ખરેખર, મને વીકી પ્રત્યે અજબનું આકર્ષણ થઈ રહ્યું. તડકો અંદર ન આવે એટલે બંધ રાખેલાં બારીબારણામાંથી અત્યારે દેકારો અંદર આવી રહ્યો છે એનું પણ મને ભાન ન રહ્યું. | ||
‘મિષી! બારણું બંધ કરીને બેસ.’ રૂમમાંથી દીદીનો અવાજ, ‘કેટલો દેકારો કરે છે આ લોકો…’ | ‘મિષી! બારણું બંધ કરીને બેસ.’ રૂમમાંથી દીદીનો અવાજ, ‘કેટલો દેકારો કરે છે આ લોકો…’ | ||
| Line 44: | Line 42: | ||
મારે એટલું જ જોઈતું’તું જાણે. ઓચિંતા જ મને આવું ગમવા માંડ્યું. બારીબારણું બંધ કરીને હું ઓટલે ઊભી રહી. આટલા દેકારા વચ્ચે મને મારી અંદર એકાંત લાગ્યું. આટલા તડકા વચ્ચે મને આનંદનું લખલખું આવી ગયું. મારી અંદર એકમાત્ર વીકી રમી રહ્યો. તડકાની જેમ સમય પણ અટકી જાય ને આમ ને આમ બધું ચિત્રવત્ થઈ જાય તો કેવું સારું, એવું અસ્પષ્ટપણે મારી અંદર થતું’તું. વીકી વારંવાર મારી તરફ જોતો’તો. એને પણ મારી જેમ જ થતું હશે? | મારે એટલું જ જોઈતું’તું જાણે. ઓચિંતા જ મને આવું ગમવા માંડ્યું. બારીબારણું બંધ કરીને હું ઓટલે ઊભી રહી. આટલા દેકારા વચ્ચે મને મારી અંદર એકાંત લાગ્યું. આટલા તડકા વચ્ચે મને આનંદનું લખલખું આવી ગયું. મારી અંદર એકમાત્ર વીકી રમી રહ્યો. તડકાની જેમ સમય પણ અટકી જાય ને આમ ને આમ બધું ચિત્રવત્ થઈ જાય તો કેવું સારું, એવું અસ્પષ્ટપણે મારી અંદર થતું’તું. વીકી વારંવાર મારી તરફ જોતો’તો. એને પણ મારી જેમ જ થતું હશે? | ||
સામેના મકાનની બારી | સામેના મકાનની બારી ખુલી. પેલાં માસીનો ચહેરો દેખાયો, ‘વિકી! ચલ, ચા પી લે, ભઈલા! પછી રમજે.’ | ||
‘હમણાં આવું’. કહેતો વીકી છલાંગ મારીને સામેના | ‘હમણાં આવું’. કહેતો વીકી છલાંગ મારીને સામેના બારણાંમાં અદૃશ્ય. મને થયું, ‘હમણા આવું’ એમ એણે મને કહ્યું કે શું! | ||
હા. એમ જ. ગયો એવો જ વીકી પાછો આવ્યો. | હા. એમ જ. ગયો એવો જ વીકી પાછો આવ્યો. બારણાંમાંથી ઠેકડો મારતાં એ હસતી આંખોએ મને જોઈ રહ્યો. ઘણો સમય એમ જ ચાલ્યું. | ||
મિષી, કેમ બહાર ઊભી છે?’ દીદી ઊઠી. રસોડામાંથી અવાજ કર્યો. | મિષી, કેમ બહાર ઊભી છે?’ દીદી ઊઠી. રસોડામાંથી અવાજ કર્યો. | ||
| Line 54: | Line 52: | ||
‘અંદર જઈને મેં કહ્યું, ‘તેં જ કહ્યું’તું ને, બૉબીનું ધ્યાન રાખવાનું?’ | ‘અંદર જઈને મેં કહ્યું, ‘તેં જ કહ્યું’તું ને, બૉબીનું ધ્યાન રાખવાનું?’ | ||
‘એ તો | ‘એ તો અમસ્તુ. બૉલ આવે ત્યારે આપણે આડો હાથ કરી શકીએ કાંઈ?… આ તો તું ક્યારેક બારીમાંથી ડોકિયું કરતી રહે તો બૉબીને ઠીક રહે એટલે કહ્યું’તું.’ | ||
હું અંદરથી ચૂપ થઈ ગઈ. દીદીને કાંઈ શંકા પડી હશે? જાગીને બાથરૂમમાં જતાં, બાથરૂમમાંથી રૂમમાંથી રસોડામાં જતાં એ મને જોઈ રહી હશે? એ વિચારે મને આછી કંપારી આવી ગઈ. જઈને ઉઘાડું બારણું બંધ કરી આવી. | હું અંદરથી ચૂપ થઈ ગઈ. દીદીને કાંઈ શંકા પડી હશે? જાગીને બાથરૂમમાં જતાં, બાથરૂમમાંથી રૂમમાંથી રસોડામાં જતાં એ મને જોઈ રહી હશે? એ વિચારે મને આછી કંપારી આવી ગઈ. જઈને ઉઘાડું બારણું બંધ કરી આવી. | ||
રિમોટ-કંટ્રોલ હાથમાં લીધું પણ | રિમોટ-કંટ્રોલ હાથમાં લીધું પણ ગેઈમ ચાલુ કરવાની ઇચ્છા ન થઈ. બહારથી એક એક બૉલે જોરદાર અપીલના અવાજો આવતા’તા. અમારી બંધ બારીએ બૉલ ભટકાવાનો અવાજ થયો, ધડામ. મને થયું, વીકીએ જ ફટકો માર્યો હશે! | ||
મને દોડીને બારી ખોલવાનું મન થયું. પણ દીદીએ ચા – દૂધના કપ ટેબલ પર મૂકતાં હુકમ કર્યો, ‘બૉબીને બોલાવ. નહિ જોયા હોય સચીનના દીકરા…’ દીદીને ક્રિકેટ ઉપર જ કંટાળો આવતો હોય એમ લાગ્યું. મને તો બહુ ગમતું’તું. પણ હવે દીદી મને જોવા નહિ દે; મને મનોમન એવું થતું’તું. | મને દોડીને બારી ખોલવાનું મન થયું. પણ દીદીએ ચા – દૂધના કપ ટેબલ પર મૂકતાં હુકમ કર્યો, ‘બૉબીને બોલાવ. નહિ જોયા હોય સચીનના દીકરા…’ દીદીને ક્રિકેટ ઉપર જ કંટાળો આવતો હોય એમ લાગ્યું. મને તો બહુ ગમતું’તું. પણ હવે દીદી મને જોવા નહિ દે; મને મનોમન એવું થતું’તું. | ||