રણજિતરામ ગદ્યસંચય – ૧/નિવેદન: Difference between revisions
+1 |
No edit summary Tag: Reverted |

| Line 2: | Line 2: | ||
{{Heading|નિવેદન}} | {{Heading|નિવેદન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાનું આ જન્મશતાબ્દી વર્ષ | ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાનું આ જન્મશતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે તેમનાં બે અપ્રાપ્ય પુસ્તકો ‘રણજિતકૃતિ સંગ્રહ’ (પ્ર. આ. ૧૯૨૧) અને ‘રણજિતરામના નિબંધો’ (પ્ર. આ. ૧૯૨૩) પરિષદ તરફથી ‘રણજિતરામ ગદ્યસંચય-૧’ રૂપે પુનર્મુદ્રણ પામ્યાં છે. રણજિતરામ અને તેમના સર્જન વિષે શ્રી કનૈયાલાલ મુનશીએ લખેલો બહુમૂલ્ય ઉપોદ્ઘાત તે ગ્રંથમાં જોઈ જવા વાચકોને વિનંતિ છે. | ||
તે ગ્રંથના નિવેદનમાં ઉલ્લેખ કર્યા મુજબ ‘વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન’ નામના શ્રી રણજિતરામે સર્વથી પહેલા લખેલા વિસ્તૃત લેખ સહિતનો આ ‘રણજિતરામ ગદ્યસંચય-૨’ પ્રગટ થાય છે. અગાઉ ગ્રંથસ્થ થવા ન પામેલાં તેમનાં મોટા ભાગનાં લખાણો આ ગ્રંથમાં સમાવી લેવા કોશિશ કરી છે. આ સદીના પ્રારંભના બે દાયકાઓમાં વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં અને કેટલાંક હસ્તપ્રતમાં જ જળવાઈ રહેલાં લખાણો પહેલી જ વાર અહીં ગ્રંથસ્વરૂપ પામે છે. | |||
ગુજરાતના એક સંસ્કારપુરુષ શ્રી રણજિતરામની જન્મશતાબ્દીના સુભગ અવસરે આ બીજા ગ્રંથનું પણ પ્રકાશન થઈ રહ્યું છે તે પરિષદને માટે તેના સ્થાપકનું ઋણ અદા કરવાના અદના ફાળા તરીકે લેખાશે. | |||
‘વિક્રમ | આ બધાં લખાણો–હસ્તપ્રત રૂપે કે સામયિકોમાં છપાયેલ સ્વરૂપે–વરસોથી કાળજીપૂર્વક સાચવી રાખનાર શ્રી લાભશંકર પ્રભુરામ ભટ્ટ શ્રી રણજિતરામના ભાવનગર–નિવાસ કાળના નિકટના મિત્ર હતા. મિત્રભાવે આ લખાણોને ગ્રંથબદ્ધ કરવાના મનોરથ લાભશંકરભાઈનું અવસાન થવાથી અધૂરા રહ્યા. શ્રી રણજિતરામ વિષેનું તેમનું લખાણ આ ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં મૂક્યું છે. લાભશંકરભાઈના પુત્ર શ્રી બકુલભાઈ ભટ્ટે આ બધાં લખાણો પરિષદને માનપૂર્વક સોંપ્યાં તે માટે પરિષદ તેમની આભારી છે. | ||
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકની બહુમુખી પ્રતિભાને આ ગ્રંથનું વિષયવૈવિધ્ય અને વિષયને વફાદાર રહેવાની તેમ જ ઊંડા ઊતરવાની ચીવટને વાચકો જરૂર આવકારશે. પરિષદના અંતરંગ સ્વજન તેમ જ મુરબ્બી માર્ગદર્શક શ્રી અનંતરાય રાવળે આ ગ્રંથના પ્રકાશન અંગે કરેલાં ઉપયોગી સૂચનો માટે આભાર માનવાનો હોય નહિ, છતાં આટલો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. | |||
ગુજરાતી ગદ્યચાહકોને આ | ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રી તરફથી પચાસ ટકા અનુદાન આપવાની યોજનાનો લાભ આ ગ્રંથના પ્રકાશન માટે મળ્યો છે એ બદલ પરિષદ આભારની લાગણી વ્યક્ત કરતાં હર્ષ અનુભવે છે. | ||
ગુજરાતી ગદ્યચાહકોને રણજિતરામના પહેલા સંચયની જેમ આ બીજો સંચય યત્કિંચિત પણ ઉપયોગી થશે તો પરિષદની પ્રકાશન–પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ
મંત્રીઓ}}

| {{Right|રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ
મંત્રીઓ}}