રણજિતરામ ગદ્યસંચય – ૨/ગાથાસપ્તશતીનો સમસામયિક સંસાર: Difference between revisions

+1
 
+1
 
Line 5: Line 5:
સિક્કાઓ, શિલાલેખ તામ્રલેખ આદિ પરથી લખાયેલો શૃંખલાબદ્ધ ભારતવર્ષનો રાજકીય ઇતિહાસ જેવો મિ. સ્મિથ કૃત Early History of Indiaમાં નજરે પડે છે તેવો સાંસારિક ઇતિહાસ હજુ લગી લખાયો નથી. વૈદિક યુગ વિશે જર્મન ભાષામાં અનેક ગ્રંથો પ્રગટ થયા છે. મહાભારત અને રામાયણના યુગ વિશે રા. બ. ચિંતામણ વૈદ્ય કૃત Epic India અને બૌદ્ધ યુગ વિશે મિ. હિસ્ ડેવિડ્સ કૃત Buddhist India જેવા સમર્થ ગ્રંથો બીજા યુગો વિશે લખાયા નથી ત્યાં શૃંખલાબદ્ધ સમગ્ર ઇતિહાસ ક્યાંથી લખાયો હોય? પણ એ ઇતિહાસનાં સાધનો વિવિધ સ્થળેથી એકઠાં થતાં જાય છે. પ્રો. મુકરજી(મુખોપાધ્યાય)એ હમણાં જ આપણાં પ્રાચીન નૌકાવ્યાપાર આદિ વિશે એક ગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રો. રાયે આપણા રસાયણશાસ્ત્ર વિશે બે ગ્રંથો લખ્યા છે. રા. રા. નરેન્દ્રનાથ લૉ ચંદ્રગુપ્તના જમાનાની રાજ્યવ્યવસ્થા વિશે લેખમાલા Modern Reviewમાં પ્રગટ કરે છે. ચિત્ર અને સ્થાપત્યની આપણી કલાઓ વિશે મિ. હેવેલ, ડૉ. કુમારસ્વામી, મિ. સ્મિથ આદિએ સમર્થ ગ્રંથ લખ્યા છે.

આવે વખતે સાંસારિક ઇતિહાસનાં સિક્કાઓ અને શિલાલેખ જેવા સાહિત્યાદિ કે અક્ષરબદ્ધ સાધનોમાંથી ઉપયોગી જેટલી હકીકત તારવી કઢાય તેટલી તારવવાનું કર્તવ્ય પણ પ્રાપ્ત થાય છે. આવી રીતે તૈયાર થયેલી ઇંટો પરથી આખું મકાન આખરે ઊભું થશે. આવા મકાનની દીવાલ ચણવાનો ખોટો લોભ ન રાખતાં તેમાં કામ આવે એવી ઇંટ બનાવવાનો આ લેખમાં કમતરીન પ્રયાસ છે.

વિહંગદષ્ટિથી જોનારને કદાચ આ લેખમાં સંગ્રહેલી હકીકત ઉપયોગી કે રસિક નહિ લાગે પણ ઇતિહાસકારની સૂક્ષ્મ તત્ત્વદર્શી દૃષ્ટિ એમાંથી કાંઈક પણ મેળવશે એવી આશા છે એટલું જ નહિ પણ શ્રદ્ધા છે.
વિહંગદષ્ટિથી જોનારને કદાચ આ લેખમાં સંગ્રહેલી હકીકત ઉપયોગી કે રસિક નહિ લાગે પણ ઇતિહાસકારની સૂક્ષ્મ તત્ત્વદર્શી દૃષ્ટિ<ref>સરખાવો : મોર્ડન રિવ્યૂ (ઑગસ્ટ, ૧૨)માં રા. રા. નરેન્દ્રનાથ લોએ મહાપરિનિર્વાણતંત્રમાંથી શોધી કાઢેલું સમર્થન.</ref> એમાંથી કાંઈક પણ મેળવશે એવી આશા છે એટલું જ નહિ પણ શ્રદ્ધા છે.
મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી ગાથાઓમાંથી સાતસેંનો સંગ્રહ ગાહાસત્તસંઈ गाथासप्तशतीના અભિધાનથી આંધ્રભૃત્ય અથવા સાતવાહન વંશના હાલ રાજાએ કર્યો છે. એ ગ્રંથ પરથી મળી શકી એવી અને એટલી સાંસારિક માહિતી એકઠી કરી આ લેખ લખ્યો છે. શુદ્ધ ઐતિહાસિક કસોટીથી મળેલી માહિતી નિરૂપવામાં નથી આવી.
મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી ગાથાઓમાંથી સાતસેંનો સંગ્રહ ગાહાસત્તસંઈ गाथासप्तशतीના અભિધાનથી આંધ્રભૃત્ય અથવા સાતવાહન વંશના હાલ રાજાએ કર્યો છે. <ref>શતાનન્દનો પુત્ર અભિનન્દ પોતાના રામચરિત મહાકાવ્યમાં એવો મત પ્રદર્શિત કરે છે કે આ સંગ્રહ શ્રીપાલિત નામના કવિએ ધનલિપ્સાથી હાલને નામે તૈયાર કર્યો હતો. પણ બાણ, રાજશેખર, વગેરે આ સંગ્રહ હાલે પોતે જ કર્યો છે એવું માનતા-काव्यमाला</ref> એ ગ્રંથ પરથી મળી શકી એવી અને એટલી સાંસારિક માહિતી એકઠી કરી આ લેખ લખ્યો છે. શુદ્ધ ઐતિહાસિક કસોટીથી મળેલી માહિતી નિરૂપવામાં નથી આવી.
નિર્ણયસાગરની કાવ્યમાલામાં ગાથાસપ્તશતી છપાઈ છે. એનો સંપાદક હાલના પિતાનું નામ દ્વીપકર્ણ આપે છે પણ કુમારી ડફ પ્રણીત Chronology of Indiaમાં પુરાણોને આધારે આંધ્રભૃત્યોની જે વંશાવળી આપવામાં આવી છે તેમાં દ્વીપકર્ણનું નામ હાલના પુરોગામીઓમાં નથી. જુદાં જુદાં પુરાણો હાલની પૂર્વે ગાદીનશીન આંધ્રભૃત્યનું નિરનિરાળું નામ આપે છે એટલે હાલના પિતાનું નામ ચોક્કસ કરવું અત્યારે મુશ્કેલ છે.

એવી દંતકથા પ્રચલિત છે કે હાલની મહિષી મલયવતીએ એને સંસ્કૃત પંડિત બનાવ્યો. જલક્રીડા કરતાં રાજાએ રાણી પર છાલક મારવા માંડી ત્યારે રાણી બોલી: मोदकैस्ताड्यमाम् એ શબ્દો સાંભળી રાજાએ લાડુનો ટોપલો મંગાવી રાણીને લાડુથી મારવા માંડી. ‘ઉદકથી મને ન માર’ એવો ખરો અર્થ ન સમજવા માટે રાણીએ રાજાની હાંસી કરી તેને ખસીયાણો પાડ્યો. આ પરથી સંસ્કૃત જાણવાની રાજાને ચટ લાગી. શર્વવર્મન નામના વૈયાકરણિએ કાતંત્ર વ્યાકરણ રચી ટૂંક મુદતમાં અને સંસ્કૃતમાં વ્યુત્પન્ન કર્યો એવું દંતકથાથી પ્રસિદ્ધ છે. ઉપકારનત રાજાએ લાટ દેશ પોતાને અધીન હોવાથી ત્યાંના મુખ્ય નગર ભરૂચની સુબાગિરિ શર્વવર્મનને આપી હતી. એવી પણ દંતકથા છે કે હાલના દરબારમાં ગુણાઢ્યે પૈશાચી પ્રાકૃતમાં બૃહત્કથા રચી હતી.

આંધ્રભૃત્યોની રાજ્યધાની પ્રતિષ્ઠાન(પેંઠ)માં હતી. એમનો ઉદયકાળ ઈ. સ. પૂર્વે ૧૮૦ના અરસામાં કુમાર ડફ મૂકે છે પણ સિકંદર અને ચંદ્રગુપ્તના જમાનાનો હેવાલ લખનાર ગ્રીકોનાં લખાણોમાં આંધ્રો વિશે ઉલ્લેખ આવે છે, એટલે એમનો ઉદયકાળ તેથી પણ પ્રાચીન ગણવો પડશે.

મત્સ્યપુરાણની રેડક્લિફ પ્રતમાં આપેલી વંશાવલિ અને રાજ્યકાલ પ્રમાણે હાલ ઈસવીસનના પહેલા શતકના ઉત્તરાર્ધમાં થયા હશે. પાંચ વર્ષથી વધારે ગાદી તેમણે ભોગવી નહોતી એવું એ જ પુરાણ કહે છે.
મત્સ્યપુરાણની રેડક્લિફ પ્રતમાં આપેલી વંશાવલિ અને રાજ્યકાલ પ્રમાણે હાલ ઈસવીસનના પહેલા શતકના ઉત્તરાર્ધમાં થયા હશે. પાંચ વર્ષથી વધારે ગાદી તેમણે ભોગવી નહોતી એવું એ જ પુરાણ કહે છે.
આ હકીકત નિઃસંદેહ હોય તો ગાથાસપ્તશતીનો કાળ ઈસવીસન પૂર્વેના ત્રણેક શતકો ગણી શકાય. એટલે અશોક ચંદ્રગુપ્તના જમાના લગી એ કાલ લંબાવી શકાય.
આ હકીકત નિઃસંદેહ હોય તો ગાથાસપ્તશતીનો કાળ ઈસવીસન પૂર્વેના ત્રણેક શતકો ગણી શકાય.<ref>સૂક્ષ્મ નિરીક્ષકોને ઇ.સ.ના ચોથા પાંચમા શતકનું સાહિત્ય આ સંગ્રહમાં પ્રવેશ થયેલું લાગ્યું છે. પણ એવો ક્ષેપક ભાગ જુદો પાડવાનો પ્રયત્ન આ લેખમાં નથી કરવામાં આવ્યો.</ref> એટલે અશોક ચંદ્રગુપ્તના જમાના લગી એ કાલ લંબાવી શકાય.
આ યુગના સંસારનું દર્શન કરવા ઘણાં સાધનો મોજૂદ છે પણ તે સર્વે ભેગાં કરી ચિત્ર આંકતાં પહેલાં દરેક સાધન પરથી સ્વતંત્ર ચિત્ર આંકવું વાજબી લાગવાથી આ લેખ લખ્યો છે, અને વખતોવખત બીજાં સાધનો પરથી જાણવાજોગ હકીકત લેખમાં સાંકળી લીધી છે. શિલાલેખો, મૂર્તિવિધાન અને સ્થાપત્ય પરથી મળતી માહિતીનો બિલકુલ ઉપયોગ કરાયો નથી. કારણ એટલું જ કે કાઠિયાવાડના આ ખૂણામાં એ સાધનો મેળવી નહોતાં શકાયાં.

‘હિન્દુસ્તાનની સ્ત્રીકવિઓ’ વિશે મારો ભાઈ રા. રા. મોતીલાલ વાવાભાઈ સાધનો એકઠાં કરે છે એ પ્રસંગને લઈ ગાથાસપ્તશતીમાં કેટલીક સ્ત્રીરચિત ગાથાઓ હોવાથી એ સંગ્રહ વાંચવામાં આવ્યો. એવામાં प्राकृत भाषेची विचिकित्सा નામનો મરાઠી નિબંધ હાથમાં આવી ચડ્યો. એ બેની મદદથી આ લેખ લખવામાં આવ્યો છે.

આ લેખમાં સાહિત્યગત ચર્ચાને સ્પર્શ નથી કર્યો. ફક્ત સંસારનું ચિત્ર આંકવા પર જ લક્ષ આપ્યું છે.
આ લેખમાં સાહિત્યગત ચર્ચાને સ્પર્શ નથી કર્યો. ફક્ત સંસારનું ચિત્ર આંકવા પર જ લક્ષ આપ્યું છે.
૧. ભૂગોળ: ગાથાસપ્તશતીમાં ગોદાવરીનું નામ વારંવાર આવે છે. એ નદી પર નાચતા વાંદરાઓ, ગર્જતા સિંહો, નદીના જલમાં નહાતાં સ્ત્રીપુરુષો, એમાં આવતાં પ્રચંડ પૂરો, એ ઓળંગવાના વિષમ માર્ગો, એને કાંઠે ફરતા બૌદ્ધ ભિક્ષુઓ, એના કાંઠા પરની કુંજોમાં થતા સંકેત વગેરે વગેરેનાં રમણીય વર્ણનો છે. ‘गोदावर्याः पुत्रकशीलोन्मूलानि कूलानि’ જેવી પંક્તિથી એને તીરે થતા અનર્થોનું સૂચન કરાયું છે. તેમ એ જ તીર પર જન્મતા સ્નેહનું પણ વર્ણન આવે છે. ત્રીજી શતીમાં તાપીનો તટ પુણ્ય કહ્યો છે તે પરથી જણાય છે કે ત્યારથી એનું માહાત્મ્ય ચાલ્યું આવે છે.
૧. ભૂગોળ: ગાથાસપ્તશતીમાં ગોદાવરીનું નામ વારંવાર આવે છે. એ નદી પર નાચતા વાંદરાઓ, ગર્જતા સિંહો, નદીના જલમાં નહાતાં સ્ત્રીપુરુષો, એમાં આવતાં પ્રચંડ પૂરો, એ ઓળંગવાના વિષમ માર્ગો, એને કાંઠે ફરતા બૌદ્ધ ભિક્ષુઓ, એના કાંઠા પરની કુંજોમાં થતા સંકેત વગેરે વગેરેનાં રમણીય વર્ણનો છે. ‘गोदावर्याः पुत्रकशीलोन्मूलानि कूलानि’<ref>આ લેખમાં ઉતારા પ્રાકૃતમાં ન આપતાં સંસ્કૃતમાં આપ્યા છે. આથી સમજવાનું સહેલું પડશે.</ref> જેવી પંક્તિથી એને તીરે થતા અનર્થોનું સૂચન કરાયું છે. તેમ એ જ તીર પર જન્મતા સ્નેહનું પણ વર્ણન આવે છે. ત્રીજી શતીમાં તાપીનો તટ પુણ્ય કહ્યો છે તે પરથી જણાય છે કે ત્યારથી એનું માહાત્મ્ય ચાલ્યું આવે છે.
‘सत्यं बहला वनालो मुखरा जलङ्कवो जलं शिशिरं’ એવું નર્મદાનું વર્ણન એક ગાથામાં છે. એના કિનારા તોડી નાંખતા મદોન્મત્ત હાથીઓ અને સૂર્યનાં કિરણ પણ ન પ્રવેશ કરી શકે એવી કાંઠે આવેલી વાનીરની ઝાડીઓનાં પણ વર્ણન આવે છે.

નારી વક્ષઃસ્થલ પર વિરાજતા હારનું લાવણ્ય તાદૃશ કરાવવા ‘યમુના નદીફેનપુંજ’નું સ્મરણ કરવામાં આવ્યું છે. તે સિવાય આર્યાવર્તની કોઈ પણ નદીનું વર્ણન આ સંગ્રહમાં નથી. તેમ જ ગોદાવરીની દક્ષિણે વહેતી કૃષ્ણા કે તેની પારના પ્રદેશ વિશે પણ બિલકુલ ઈશારો નથી.  

Line 309: Line 309:
વાત્સાયને રમતગમતો, ભેટ, પુષ્પાવચય આદિ સ્નેહનાં પોષક સાધનો ગણાવ્યાં છે તેમાંથી પુષ્પાવચયના પ્રસંગો ગાથાસપ્તશતીમાં નોંધાયેલા છે. ફૂલો પુષ્કળ થતાં એ આપણે જોઈ ગયા છીએ. સ્નેહીઓ સાથે જઈ તે વીણતાં અને તેના હાર ગૂંથી એકબીજાને પહેરાવતાં એવું વાત્સાયન વર્ણન કરે છે.

ગાથાઓમાં સંવનનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખાયું નથી પણ એ સ્વરૂપની એકાદ બે સ્થિતિની ઝાંખી થાય છે. તો એ ઝાંખીથી સંતોષ ન માનતાં આપણે વાત્સાયને આપેલા સ્વરૂપનું દિગ્દર્શન કરીએ તો કેમ?
ગાથાઓમાં સંવનનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખાયું નથી પણ એ સ્વરૂપની એકાદ બે સ્થિતિની ઝાંખી થાય છે. તો એ ઝાંખીથી સંતોષ ન માનતાં આપણે વાત્સાયને આપેલા સ્વરૂપનું દિગ્દર્શન કરીએ તો કેમ?
‘ધોટકમુખ સંવનનને ધર્મ્ય ગણે છે. સ્નેહીઓ ફૂલો એકઠાં કરતાં, તેની માળા ગૂંથતાં. રમવા માટે લાકડાંનાં કે માટીનાં ઘર બનાવવાં, સૂત્ર કે લાકડાંની ઢીંગલીથી રમતા. ભાતનું ઓસામણ પીતાં, અને નાના પ્રકારનાં દ્યૂત ખેલતાં, વચલી આંગળી પકડતાં, પાંચીકે રમતાં, સંતાકૂકડી, ફૂદડી વગેરે રમતો રમતાં; સ્નેહી પ્રણયિનીને કન્દુક, ઢીંગલી, લાકડાનાં મેઢાં, બકરાં વગેરેનાં નરમાદાની જોડ, બરૂ કે લાકડાનું બનાવેલું મંદિર, પાંજરું, વીણા, ઢીંગલી કે કપડાં ભરવાની પેટી, અળતો, હરિતાલ, હિંગળોક, ચન્દન, કુંકુમ, સોપારી, પાન વગેરે વગેરે ભેટ આપતો. આખ્યાન, કથા, ઐન્દ્રજાલિક પ્રયોગથી સ્નેહનું વર્ધન થતું. માણેકઠારી પૂનમ, કાર્તકી પૂનમ જેવી તિથિએ કે ઉત્સવ, યાત્રા, ગ્રહણ આદિના પ્રસંગે પ્રણયિની પ્રણયીને મળવા આવે ત્યારે તે તેને માળા, કર્ણપત્ર, વસ્ત્ર, વીંટી કે બીજાં કોઈ અલંકારથી ભૂષિત કરતો. પ્રણયિની ધાત્રેયિકાની સાથે પ્રણયીને ઘેર જતી અને તેની સાથે દ્યૂત, ક્રીડા રમતી અને આલાપ કરતી. આવે વખતે પ્રણયી દયિતા પાસેથી કર્ણપત્ર, વીંટી, કે માળા માગે તો ધાત્રેયિકો મારફત તરત જ તે તેને આપતી. દયિતે આપેલી વસ્તુઓ દયિતા પરિધાન કરતી. તેઓ સાથે જલક્રીડા પણ કરતાં. સ્વજનસમાજ મળ્યો હોય ત્યારે અથવા પ્રેક્ષણક જોવા ગયાં હોય ત્યારે દયિતદયિતા પરણ્યાં ન હોય પણ તેમનો સ્નેહ પ્રસિદ્ધ હોય એટલે સાથે બેસતાં.  લગ્ન પહેલાં માંદાં પડતાં તો એકબીજાને જોવા અને સારવાર કરવા જતાં.’  
‘ધોટકમુખ સંવનનને ધર્મ્ય ગણે છે. સ્નેહીઓ ફૂલો એકઠાં કરતાં, તેની માળા ગૂંથતાં. રમવા માટે લાકડાંનાં કે માટીનાં ઘર બનાવવાં, સૂત્ર કે લાકડાંની ઢીંગલીથી રમતા. ભાતનું ઓસામણ પીતાં, અને નાના પ્રકારનાં દ્યૂત ખેલતાં, વચલી આંગળી પકડતાં, પાંચીકે રમતાં, સંતાકૂકડી, ફૂદડી વગેરે રમતો રમતાં; સ્નેહી પ્રણયિનીને કન્દુક, ઢીંગલી, લાકડાનાં મેઢાં, બકરાં વગેરેનાં નરમાદાની જોડ, બરૂ કે લાકડાનું બનાવેલું મંદિર, પાંજરું, વીણા, ઢીંગલી કે કપડાં ભરવાની પેટી, અળતો, હરિતાલ, હિંગળોક, ચન્દન, કુંકુમ, સોપારી, પાન વગેરે વગેરે ભેટ આપતો. આખ્યાન, કથા, ઐન્દ્રજાલિક પ્રયોગથી સ્નેહનું વર્ધન થતું. માણેકઠારી પૂનમ, કાર્તકી પૂનમ જેવી તિથિએ કે ઉત્સવ, યાત્રા, ગ્રહણ આદિના પ્રસંગે પ્રણયિની પ્રણયીને મળવા આવે ત્યારે તે તેને માળા, કર્ણપત્ર, વસ્ત્ર, વીંટી કે બીજાં કોઈ અલંકારથી ભૂષિત કરતો. પ્રણયિની ધાત્રેયિકાની સાથે પ્રણયીને ઘેર જતી અને તેની સાથે દ્યૂત, ક્રીડા રમતી અને આલાપ કરતી. આવે વખતે પ્રણયી દયિતા પાસેથી કર્ણપત્ર, વીંટી, કે માળા માગે તો ધાત્રેયિકો મારફત તરત જ તે તેને આપતી. દયિતે આપેલી વસ્તુઓ દયિતા પરિધાન કરતી. તેઓ સાથે જલક્રીડા પણ કરતાં. સ્વજનસમાજ મળ્યો હોય ત્યારે અથવા પ્રેક્ષણક જોવા ગયાં હોય ત્યારે દયિતદયિતા પરણ્યાં ન હોય પણ તેમનો સ્નેહ પ્રસિદ્ધ હોય એટલે સાથે બેસતાં. <ref>સરખાવો.<br>{{gap}}सुखगृच्छिकाया हालिको सुखपङ्कजसुरभिपवन निर्वापितम्  ।<br>{{gap}}
    तथा पिबति प्रकृतिकटुकमप्यौषधं यथा न तिष्ठते ॥ ४, १७ ॥<br>{{gap}}
[રા. રા. ભોગેન્દ્રરાવ દિવેટિયાના ‘ઉષાકાન્ત’માં નાયકના મંદવાડ વખતે નાયિકા તેની સારવાર કરે છે. એ પ્રસંગ વિશે રા. બ. કમળાશંકર ત્રિવેદીએ સખત ટીકા કરી છે. પણ વાત્સાયન અને હાલના દાખલા મોજૂદ છે ત્યાં એ ટીકા નકામી નથી ઠરતી? અલબત્ત બંધુસમાજની વાર્તાઓમાં જે સંવનનનું ચિત્ર આંકવામાં આવ્યું છે તેના પાદુર્ભાવ અને પરિણતિકાલે ધાત્રી અથવા ધાત્રેયિકા એટલે ઇંગ્લિશ સંસારમાં જેને chaperon કહે છે તેવી પુરંધ્રિને હાજર નથી રાખવામાં આવતી અને યુવકયુવતીને યથેચ્છ મેળવવામાં આવે છે એથી હાલના સંસારને હાનિ થવાનો સંભવ છે, એ દૃષ્ટિથી સખતમાં સખત ટીકા કરાય તો હિતાવહ નીવડે.]</ref> લગ્ન પહેલાં માંદાં પડતાં તો એકબીજાને જોવા અને સારવાર કરવા જતાં.’ <ref>આ જ અરસામાં તૈલંગ દેશમાં પણ આવી જ સ્થિતિ હતી. મદુરાના સંઘને પ્રતાપે અને દેશી રાજાઓના આશ્રયથી તામિલ સાહિત્ય ખૂબ ફાલી રહ્યું હતું. ગાથાસપ્તશતી જેવા એ સાહિત્યના અનેક સંગ્રહો પણ તે કાલે તૈયાર થયા હતા. આ સંગ્રહમાંના એક ‘કલિથથોકૈ’ પરથી તામિલોના સંસારનું સહેજ દર્શન કરીશું. કલિલથોકૈમાં ૧૫૦ કાવ્ય એક જ વૃત્તમાં છે, કાવયરૂપ સંવાદનું છે. દયિતા, સખી અથવા પરિચારિકા અને દયિત વચ્ચે ચાલેલા સંવાદ કાવ્યોના વિષે છે. એ સંવાદો અને તેમને જન્મ આપનાર પ્રસંગો ઉતારીએ :
<br>{{gap}}મૃગયાએ જતા યુવાન છાયાળી કુંજમાં ઝૂલતી અથવા જળપ્રવાહમાં નહાતી, અથવા અનાજથી ભરપૂર ખેતરમાં માળા પર બેસી દાણા ચણવા આવતાં પંખીઓને ટોતી કન્યાને જુએ છે. તેના સૌંદર્યથી ચકિત થઈ સમીપજઈ આલાપ કરી  પરિચય ઊભો કરે છે અને મૃગયાને મિષે અનેકવાર ત્યાં જઈ તેને મળે છે. કન્યાને યુવાન ગમે છે તો તે તેને પોતાને ઘેર આવવા દે છે; બન્ને સાથે લાંબે સુધી ફરવા જાય છે, અને પરિણામે બંને લગ્નથી દંપતી થાય છે. કદાચ યુવતી લજ્જાળુ હોવાથી યુવાનના અનુરાગને ઉત્તેજતી  નથી તો યુવાન યુવતીની પરિચારિકા સમક્ષ તેની સ્વામિનીના અપ્રતિમ સૌંદર્યની પ્રશંસા કરી બન્નેને મળવાના પ્રસંગ આણવા પ્રાર્થે છે. પરિચારિકા યુવતીનું ચિત્ત યુવાન પ્રત્યે આકર્ષે છે; યુવાનનાં સૌંદર્ય, યૌવન અને સૌષ્ઠવની સગર્વ પ્રશંસા કરે છે. પ્રથમ તો દિવસે યુવતીના નિવાસસ્થાન ગામની બહાર કુંજમાં દયિત દયિતા મળે છે, પરિચય અને વિશ્વાસ વધતાં કુંજમાં રાત્રે મળે છે. યુવતીના પિતાને લગ્ન માટે યુવાન પ્રાર્થે છે અને સંમતિ મળે છે તો બંને દંપતી બની સુખી થાય છે. સંમતિ નથી મળતી તો દયિતાથી થોડો કાળ વિયોગ સહેવા યુવાન પ્રવાસે જાય છે. પ્રવાસની વિટંબણાઓનો યુવાનને ભયંકર ખ્યાલ પરિચારિકા આપે છે; યુવતી તેના વિરહથી જીવશે નહિ એવું કહે છે છતાં પણ તે પોતાના નિશ્ચમાંથી ચળતો નથી ત્યારે યુવતી તેને સાથે તેડી જવા વિનવે છે. સ્વાભાવિક રીતે યુવાન ભીરુ અને કોમળ યુવતીને પ્રવાસે લઈ જતાં ખચકાય છે. યુવતી તરત જ પોતાનું હૃદય ખુલ્લું કરે છે. ‘વનમાં પણ હરિણની સાથે હરિણી હોય છે. મને સાથે નહિ લો તો ખાધાપીધા વિના તમારું ચિંતન કરતાં  હું મૃત્યું શરણ થઈશ. મારું હૃદય તમારા હૃદયમાં બંદીવાન થયેલું છે. તે તમારી પાસે જ રાખો કારણ કે રખેને પાછું વળીને તે મને દુઃખી કરે.’</ref>
આ પરથી જણાય છે કે આર્ય માતાઓને પોતાની દીકરી પરણાવવા ‘બોલ’ કે મિજબાનીના પ્રસંગો ઊભા નહોતા કરવા પડતા. પણ ઇંગ્લિશ કન્યાઓ જેટલી ઉંમર લગી બાલ્યકાળનું નિર્દોષ જીવન ગાળી શકે છે તેવું આર્યમાતાની દુહિતા નહોતી ગાળતી. નાનપણથી જ તેઓ પુરુષના સંબંધમાં આવતી—ઢીંગલીઓ અને પાંચીકા રમે એવડી થતી ત્યારથી જ. બાળલગ્ન પ્રચાર થવાનાં અનેક કારણોમાંનું આ પણ એક નહિ હોય?  

સંવનનના આ ચિત્રથી રાચવાનું નથી કારણ એકપત્નીવ્રત વિરલ હતું; લગ્ન સંતતિ અર્થે મુખ્યત્વે થતાં સ્નેહના પોષણ અર્થે જ નહિ; તેમ શાસ્ત્રોએ સંવનનથી થયેલાં લગ્ન કરતાં માબાપોએ ગોઠવેલાં બ્રહ્માદિ લગ્નો ઉત્તમ ગણ્યાં છે એટલે આવાં લગ્નની પ્રતિષ્ઠા બહુ ઊંચી નહિ હોય; કન્યાનું દાન કરવાની ભાવના હતી, લગ્નથી તે પોતાનું સ્ત્રીત્વ પૂર્ણ કરે છે એવી નહિ; વગેરે.

Line 420: Line 423:
હાથે સ્ત્રીઓ વલય પહેરતી. એકેક કે વધારે? અજન્ટાની ચિત્રમાળામાં બંને પ્રકાર જોવામાં આવે છે. ગાથાઓમાં વલયનો ખણખણાટ એક સ્થળે વર્ણવ્યો છે તે પરથી એક કરતાં વધારે એક હાથે પહેરાતાં હશે. કાગડાને પિંડ આપતી વિરહિણીનું વલય તેના કૃશ હાથમાંથી નીકળી હથેળીમાં જાય છે તે પરથી તેમ જ સાસુને પગે પડતી વિરહિણીના બન્ને હાથમાંથી નીકળી પડેલાં વલય બે હતાં એવું કહ્યું છે તે પરથી એક પણ પહેરાતું હશે એમ લાગે છે. વિધવાઓ નહિ પહેરતી. વલય પહેરાવનારનો નોખો ધંધો હતો. વલય શેનાં બનતાં હશે? હાથીદાંત કે હેમનાં? પુરુષો પણ કંકણ કે એવું કાંઈ ઘરેણું પહેરતા?

પદ્મરાગ અને મરકતની કંઠિકા અને હારનાં વર્ણન છે. શ્રીમંતો આવાં મોંઘાં ઘરેણાં પહેરતા હશે. પદ્મરાગ, મરકત, ઇંદ્રનીલ, મોતી આદિ રત્નોનો લોકોને સારો પરિચય હશે. હીરાનો ઉલ્લેખ નથી. હાર વસ્ત્ર પર પહેરવામાં આવતો અથવા વસ્ત્રની અંદર કેડે મેખલિકા પહેરવામાં આવતી. કૃષ્ણમણિની મેખલાનું વર્ણન છે. તેનો ઝણઝણાટ બહુ થતો. કેડે સોનાનો કંદોરો પહેરવામાં આવતો. પગમાં નુપુર પહેરવામાં આવતાં. સોનાનાં કે રૂપાનાં? કાનમાં કનકનાં કુંડળ પહેરવામાં આવતાં, ઇંદ્રનીલનાં પણ પહેરાતાં. ગરીબો આવાં કિંમતી આભરણોને સ્થાને સાદાં ફૂલો પહેરતા. ઉત્પલ, કુવલય, જમ્બુદલ, તાલવૃન્ત વગેરે વગેરે કર્ણપૂર થતાં. આપણા દાગીનાઓના ઘાટનો ઇતિહાસ ઉકેલતાં આ ફૂલોનો વપરાશ મહત્ત્વનો પ્રકાશ નાંખી શકે ખરાં?  

પ્રસાધનમાં કપાળમાં ચંદનનું તિલક, આંખોમાં કાજળનું અંજન, હોઠ પર મીણનું લેપન, અને પગે અળતો—એટલી હકીકત મળી આવી છે. સુરતમાં મેંદી ચોપડનારી ખાસ વહોરીઓ હોય છે તેમ પગે અળતો ચોપડનારી પ્રસાધિકાનો વર્ગ હતો. અળતો પગની પાનીની ઉપર અને નીચે ચોપડાતો. દંપતી ચૂર્ણમુષ્ટિનું અન્યોન્યને વિચ્છુકરણ કરતા. ચૂર્ણમુષ્ટિ એટલે કપૂરાદિ સુગન્ધી દ્રવ્યનો ભૂકો. તે પાણીમાં નાંખવામાં આવતી તો ગન્ધોદક થતું  
પ્રસાધનમાં કપાળમાં ચંદનનું તિલક, આંખોમાં કાજળનું અંજન, હોઠ પર મીણનું લેપન, અને પગે અળતો—એટલી હકીકત મળી આવી છે. સુરતમાં મેંદી ચોપડનારી ખાસ વહોરીઓ હોય છે તેમ પગે અળતો ચોપડનારી પ્રસાધિકાનો વર્ગ હતો. અળતો પગની પાનીની ઉપર અને નીચે ચોપડાતો. દંપતી ચૂર્ણમુષ્ટિનું અન્યોન્યને વિચ્છુકરણ કરતા. ચૂર્ણમુષ્ટિ એટલે કપૂરાદિ સુગન્ધી દ્રવ્યનો ભૂકો. તે પાણીમાં નાંખવામાં આવતી તો ગન્ધોદક થતું <ref>સરખાવો : ઈ. સ.ના સાતમા શતકમાં રચાયેલા મદુરૈક્કાઞ્ચિ નામના તામિલ કાવ્યમાં સંધ્યાકાળે સ્ત્રીઓ કેવા શણગાર સજતી તેનું વર્ણન છે. ફૂલ એકઠાં કરી તેની માળા પહેરતી; નનેક્સીએ kesh સુગંધીદાર તેલથી સુવાસિત કરતી; શરીરે kaસ્તૂરી અને ચંદનનો  લેપ કરતી; વસ્ત્રોને ચંદનનો ધુમાડો આપી ફોરતાં કરતી; દીવા પ્રગતાવતી; - એવી રીતે સાથે રાત્રિ આનંદમાં ગાળતી.</ref>
સૌભાગ્યનું ચિહ્ન કુમકુમનો ચાંદલો સ્ત્રીઓ કરતી હોય એવું જણાતું નથી. નાટકો પણ થતાં. પૂર્વરંગ વગેરે સારી પેઠે જાણીતાં હતાં. રંગભૂમિ પર સ્ત્રીવેશ ઘણીવાર વેશ્યા લેતી. શરીરનો રંગ ઊજળો બતાવવા નટી મોં પર હળદર ચોપડતી.

સંસ્કૃત નાટકોમાં અમુક પાત્રો સિવાય બાકીનાં બધાં પાત્રો પ્રાકૃત ભાષાઓમાં બોલે છે તે પરથી प्राकृत भाषेची विचिकत्साનો લેખક એવું અનુમાન કાઢે છે કે પ્રાકૃત ભાષામાં જ મૂળ નાટકની ઉત્પત્તિ થયેલી. ભરતનાટ્યશાસ્ત્રી નિયમ બાંધે છે કે રાણીઓ અને તેમની સહિયરોએ સૂરસેનીમાં બોલવું અને નાગરિકોએ દાક્ષિણાત્ય(મહારાષ્ટ્રી)માં બોલવું. જે ભાષામાં ગાથાઓ લખાઈ છે તે આ ઉપરથી કેટલી સંસ્કારી હશે તેનો ક્યાસ કરી શકાશે.

Line 516: Line 519:
જમીનમાં દાટેલા ધનના ભંડારની સાપ રક્ષા કરતા એવું મનાતું.
જમીનમાં દાટેલા ધનના ભંડારની સાપ રક્ષા કરતા એવું મનાતું.
રાશિ નામના માપનો ઉલ્લેખ છે.
રાશિ નામના માપનો ઉલ્લેખ છે.
{{Poem2Close}}
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}