ભાષાવિજ્ઞાન/અર્થવિચાર: Difference between revisions
ચોક્કસ શબ્દો પુસ્તક પ્રમાણે બોલ્ડ કર્યા |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
પ્રત્યેક શબ્દની આસપાસ એને સર્વતઃ સ્પર્શતું, આવરી લેતું એક સૂક્ષ્મ, ભાવાત્મક વાતાવરણ હોય છે, જે એના પ્રત્યેક અર્થને વિશિષ્ટ છાયા અર્પતું હોય છે. સામાન્ય માણસને પણ શબ્દના અમૂર્ત, સાધારણીકૃત (general) અર્થની સાથે એની વિશેષાભિવ્યક્તિની નિરનિરાળી છટાઓનું ભાન થયા વિના રહેતું નથી, એટલી એ ઉત્કટ હોય છે. ઉ. ત. કાન્તનાં કાવ્યોમાં ‘કુમુદવનને માતરિશ્વા’માં એ પવનની લોકોત્તરતાનું, કે ‘વિચરતી હતી દેવતાઓ’માં વનદેવી કે જલદેવી સમાં સત્ત્વોની સુકુમારતાનું ભાન થયાં વિના રહેતું નથી.૭<ref>૭ જુઓ: ‘પૂર્વાલાપ’નાં ‘દેવયાની’ અને ‘ચક્રવાકમિથુન’ એ કાવ્યો.</ref> | પ્રત્યેક શબ્દની આસપાસ એને સર્વતઃ સ્પર્શતું, આવરી લેતું એક સૂક્ષ્મ, ભાવાત્મક વાતાવરણ હોય છે, જે એના પ્રત્યેક અર્થને વિશિષ્ટ છાયા અર્પતું હોય છે. સામાન્ય માણસને પણ શબ્દના અમૂર્ત, સાધારણીકૃત (general) અર્થની સાથે એની વિશેષાભિવ્યક્તિની નિરનિરાળી છટાઓનું ભાન થયા વિના રહેતું નથી, એટલી એ ઉત્કટ હોય છે. ઉ. ત. કાન્તનાં કાવ્યોમાં ‘કુમુદવનને માતરિશ્વા’માં એ પવનની લોકોત્તરતાનું, કે ‘વિચરતી હતી દેવતાઓ’માં વનદેવી કે જલદેવી સમાં સત્ત્વોની સુકુમારતાનું ભાન થયાં વિના રહેતું નથી.૭<ref>૭ જુઓ: ‘પૂર્વાલાપ’નાં ‘દેવયાની’ અને ‘ચક્રવાકમિથુન’ એ કાવ્યો.</ref> | ||
આવી વિશેષાભિવ્યક્તિની પાછળ ઘણી વાર શબ્દનો અર્થ અને શબ્દના ધ્વનિઓ વચ્ચે કોઈ વિલક્ષણ સામંજસ્ય રહેલું હોય છે. શબ્દના ધ્વનિઓનું સ્વરૂપ એવું હોય છે કે એમના ઉચ્ચારમાત્રથી સહજપણે, સહસૈવ શબ્દનો અર્થ જાગૃત થાય છે. ઉ. ત. ‘સરવું’, ‘સરરર’, ‘સ્રોત’ ઈ૰ ત્વરિત અભિસરણનો; ‘ગંભીર’ ગહનતાનો, કે ‘ઘોર’ ભયાનકતાનો ભાવ સહજપણે જ જાગૃત કરે છે. પ્રત્યેક સંગીતકારને ધ્વનિઓની આ ભાવોત્તેજક શક્તિનો ખ્યાલ હોય છે. | આવી વિશેષાભિવ્યક્તિની પાછળ ઘણી વાર શબ્દનો અર્થ અને શબ્દના ધ્વનિઓ વચ્ચે કોઈ વિલક્ષણ સામંજસ્ય રહેલું હોય છે. શબ્દના ધ્વનિઓનું સ્વરૂપ એવું હોય છે કે એમના ઉચ્ચારમાત્રથી સહજપણે, સહસૈવ શબ્દનો અર્થ જાગૃત થાય છે. ઉ. ત. ‘સરવું’, ‘સરરર’, ‘સ્રોત’ ઈ૰ ત્વરિત અભિસરણનો; ‘ગંભીર’ ગહનતાનો, કે ‘ઘોર’ ભયાનકતાનો ભાવ સહજપણે જ જાગૃત કરે છે. પ્રત્યેક સંગીતકારને ધ્વનિઓની આ ભાવોત્તેજક શક્તિનો ખ્યાલ હોય છે. અમુક પ્રકારના સૂરોથી કરુણનું, તો અન્યથી વીરનું, તો અમુકથી મંગલતાનું વાતાવરણ એ સરજી શકે છે૮<ref>૮ ઉ.ત. કાવ્યોમાં ‘વૈતાલીય’ કે ‘વિયોગિની’, ‘હરિણી’, ને ‘લલિત’ કરુણ માટે, ‘મનહર’ કે ‘કવિત’ વીર માટે, અને શાર્દૂલવિક્રીડિત મંગલવચન કે આશીર્વાદ માટે વિશિષ્ટપણે પ્રયોજાય છે.</ref>—જોકે સમર્થ સર્જક આ ઉપકરણો વિના પણ અભીષ્ટ કાર્યસિદ્ધિ કરી શકવા સમર્થ હોય છે. પણ સામાન્ય રીતે શબ્દોમાં અર્થથી અતિરિક્તપણે, કેવળ એમના ધ્વનિ વડે જ, પ્રસન્ન કે ઘેરી, મનોહર કે ભીષણ, લઘુતાની કે વિશાળતાની છાયા ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે એ સ્વીકારવું પડશે. ઉદાહરણ તરીકે અર્થથી સ્વતંત્રપણે ‘પ્રસન્ન’ શબ્દ પ્રસન્નતાની, ‘કઠોર’ કઠોરતાની, ‘ઘોર’ કે ‘ભીષણ’ ભયાનકતાની, ‘વિશાળ’ વિશાળતાની, ‘દૂર’ દૂરતાની, કે ‘ધીમે’ મંદતાની છાયા સહજભાવે વ્યક્ત કરે છે.૯<ref>૯ સરખાવો: ‘वज्रादपि कठोराणि’, ‘अयि कठोर यशः किल ते प्रियम्’ (भवभूति); ‘દૂર, દૂર, સુદૂર એ’ (નરસિંહરાવ, ‘નૂપુરઝંકાર’); ‘ધીમે ધીમે છટાથી’ (કાન્ત, ‘વસંતવિજય’); ‘मन्दं मन्दं नुदति पवनः’ (कालिदास, मेघदूत, पूर्वमेघ १०).</ref> | ||
શબ્દોની આ શક્તિને કારણે જ પુરાતન કાળમાં નામોને શબ્દોનાં અવિભાજ્ય અંગ ગણવામાં આવતાં, અને ધ્વનિરૂપ શબ્દોમાં અભિહિત પદાર્થોના ગુણોનું અસ્તિત્વ કલ્પવામાં આવતું હતું. શબ્દમાં મહાન આંતરિક શકિત રહેલી છે એમ મનાતું.૧૦<ref>૧૦ સરખાવોઃ `एक शब्दः सम्यग्ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति।’ पतज्जलिविरचित व्याकरणमहाभाष्य 6-1-84; મ. મ. વાસુદેવશાસ્ત્રી અભ્યંકર સંપાદિત, (1953, ભાગ 5મો, પૃ. 119)</ref> મંત્રતંત્ર પ્રક્રિયાઓ અને જપયોગની ઉત્પત્તિ આમાંથી છે. શબ્દના જ્ઞાનથી એ વડે અભિહિત પદાર્થ ઉપર પ્રભુત્વ છે એમ મનાતું.૧૧<ref>૧૧ સરખાવોઃ `हूडु र्नामासि हरितस्य देव स नः संविद्वान् परि वृङ्ग्धि तक्मन्।’ अथर्ववेद, 1-25-2. अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवलेकर, 1943, पृ. 10. | શબ્દોની આ શક્તિને કારણે જ પુરાતન કાળમાં નામોને શબ્દોનાં અવિભાજ્ય અંગ ગણવામાં આવતાં, અને ધ્વનિરૂપ શબ્દોમાં અભિહિત પદાર્થોના ગુણોનું અસ્તિત્વ કલ્પવામાં આવતું હતું. શબ્દમાં મહાન આંતરિક શકિત રહેલી છે એમ મનાતું.૧૦<ref>૧૦ સરખાવોઃ `एक शब्दः सम्यग्ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति।’ पतज्जलिविरचित व्याकरणमहाभाष्य 6-1-84; મ. મ. વાસુદેવશાસ્ત્રી અભ્યંકર સંપાદિત, (1953, ભાગ 5મો, પૃ. 119)</ref> મંત્રતંત્ર પ્રક્રિયાઓ અને જપયોગની ઉત્પત્તિ આમાંથી છે. શબ્દના જ્ઞાનથી એ વડે અભિહિત પદાર્થ ઉપર પ્રભુત્વ છે એમ મનાતું.૧૧<ref>૧૧ સરખાવોઃ `हूडु र्नामासि हरितस्य देव स नः संविद्वान् परि वृङ्ग्धि तक्मन्।’ अथर्ववेद, 1-25-2. अथर्ववेदसंहिता, संपा૰ श्री. दा. सांतवलेकर, 1943, पृ. 10. | ||