ભાષાવિજ્ઞાન/ધ્વનિવિચાર: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 459: | Line 459: | ||
નૉર્વેજિયન ભાષામાં પણ એક જ શબ્દના સૂરભેદે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ઊંચે સૂરે ઉચ્ચારાયેલા [।aksel] શબ્દનો અર્થ ‘ખભો’ (shoulder) થાય છે; તો નીચે સૂરે ઉચ્ચારાયેલા એ જ[vaksel] શબ્દનો અર્થ ‘ધરી’ (axle) થાય છે.૯૯<ref>૯૯ જુઓ: એજન, પૃ. ૧૧૬</ref> | નૉર્વેજિયન ભાષામાં પણ એક જ શબ્દના સૂરભેદે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. ઊંચે સૂરે ઉચ્ચારાયેલા [।aksel] શબ્દનો અર્થ ‘ખભો’ (shoulder) થાય છે; તો નીચે સૂરે ઉચ્ચારાયેલા એ જ[vaksel] શબ્દનો અર્થ ‘ધરી’ (axle) થાય છે.૯૯<ref>૯૯ જુઓ: એજન, પૃ. ૧૧૬</ref> | ||
કેટલીક આફ્રિકન ભાષાઓમાં પણ આ રીતે સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. આફ્રિકાની ‘ફુલ’ નામની ભાષામાં ‘મિવરત’નો અર્થ અંતિમ ‘અ’ વાક્યના ધ્વનિઓના સમાન સૂરમાં ઉચ્ચારાયો હોય તો, ‘હું મારી નાંખીશ’ એવો થાય છે; પરંતુ, જો એ અંત્ય ‘અ’ અન્ય ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાયો હોય તો એનો એથી બરાબર ઊલટો, નિષેધાર્થક અર્થ (‘હું નહીં મારું’) એવો થાય છે.૧૦૦<ref>૧૦૦ જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૬૭-૬૮.</ref> | કેટલીક આફ્રિકન ભાષાઓમાં પણ આ રીતે સૂરભેદે અર્થભેદ થાય છે. ઉ. ત. આફ્રિકાની ‘ફુલ’ નામની ભાષામાં ‘મિવરત’નો અર્થ અંતિમ ‘અ’ વાક્યના ધ્વનિઓના સમાન સૂરમાં ઉચ્ચારાયો હોય તો, ‘હું મારી નાંખીશ’ એવો થાય છે; પરંતુ, જો એ અંત્ય ‘અ’ અન્ય ધ્વનિઓ કરતાં ઊંચે સૂરે ઉચ્ચારાયો હોય તો એનો એથી બરાબર ઊલટો, નિષેધાર્થક અર્થ (‘હું નહીં મારું’) એવો થાય છે.૧૦૦<ref>૧૦૦ જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. ૬૭-૬૮.</ref> | ||
બલાઘાત (stress accent) નો પ્રયોગ આર્યકુલની ભાષાઓમાં, વિશેષતઃ યુરોપની અંગ્રેજી જેવી ભાષાઓમાં, વિપુલ પ્રમાણમાં થયેલો મળે છે. બલાઘાતમાં કોઈ ધ્વનિ કે ધ્વનિસમૂહનું અપેક્ષા કરતાં અધિક બલપૂર્વક – તાર સ્વરે ઉચ્ચારણ થાય છે.૧૦૧<ref>૧૦૧ સરખાવો: “A variation of loudness within the limits of a single utterance is called stress accent.” – Sturtevant, op. cit., p. 14 <br> | '''બલાઘાત''' (stress accent) નો પ્રયોગ આર્યકુલની ભાષાઓમાં, વિશેષતઃ યુરોપની અંગ્રેજી જેવી ભાષાઓમાં, વિપુલ પ્રમાણમાં થયેલો મળે છે. બલાઘાતમાં કોઈ ધ્વનિ કે ધ્વનિસમૂહનું અપેક્ષા કરતાં અધિક બલપૂર્વક – તાર સ્વરે ઉચ્ચારણ થાય છે.૧૦૧<ref>૧૦૧ સરખાવો: “A variation of loudness within the limits of a single utterance is called stress accent.” – Sturtevant, op. cit., p. 14 <br> | ||
“Stress - that is intensity or loudness – consists in greater amplitude of sound-waves, and is produced by means of more energetic movements, such as pumping more breath, bringing the vocal chords together for voicing and using the muscles more vigourously for articulation.”- Bloomfield, op. cit., p. 110-111.</ref> ધ્વનિની દીર્ઘતા કે ઉચ્ચ સૂરથી ઉચ્ચારણ કરતાં આ જુદું (independent) તત્ત્વ છે, જોકે આ બંને સાથે એ આવી શકે છે એટલું યાદ રાખવું આવશ્યક છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં બલાઘાતનું નિદર્શન મળે છે, પરંતુ એ ભાષાઓનું નિયામક તત્ત્વ તો માત્રામાન છે. એથી ભારતીય ભાષાઓની લિપિઓમાં એ વ્યક્ત કરવાની કોઈ વિશેષ સંજ્ઞા નથી; જ્યારે અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષાઓ માટે આંતરરાષ્ટ્રીય ધ્વનિવિજ્ઞાનપરિષદે (International Phonetic Association) સૂચવ્યા પ્રમાણે, જેના ઉપર બલાઘાત પડતો હોય તે અક્ષરની પૂર્વે જરા ઉપર ઊભી લીટી (દંડ) મૂકવામાં આવે છે. | “Stress - that is intensity or loudness – consists in greater amplitude of sound-waves, and is produced by means of more energetic movements, such as pumping more breath, bringing the vocal chords together for voicing and using the muscles more vigourously for articulation.”- Bloomfield, op. cit., p. 110-111.</ref> ધ્વનિની દીર્ઘતા કે ઉચ્ચ સૂરથી ઉચ્ચારણ કરતાં આ જુદું (independent) તત્ત્વ છે, જોકે આ બંને સાથે એ આવી શકે છે એટલું યાદ રાખવું આવશ્યક છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં બલાઘાતનું નિદર્શન મળે છે, પરંતુ એ ભાષાઓનું નિયામક તત્ત્વ તો માત્રામાન છે. એથી ભારતીય ભાષાઓની લિપિઓમાં એ વ્યક્ત કરવાની કોઈ વિશેષ સંજ્ઞા નથી; જ્યારે અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષાઓ માટે આંતરરાષ્ટ્રીય ધ્વનિવિજ્ઞાનપરિષદે (International Phonetic Association) સૂચવ્યા પ્રમાણે, જેના ઉપર બલાઘાત પડતો હોય તે અક્ષરની પૂર્વે જરા ઉપર ઊભી લીટી (દંડ) મૂકવામાં આવે છે. | ||
અંગ્રેજીમાં શબ્દોના અમુક ધ્વનિ બલાઘાતયુક્ત (stressed) અને બાકીના બલાઘાતરહિત (unstressed) હોય છે. એમાં કેટલીક વાર બલાઘાત જ સમાનધ્વનિ શબ્દો વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરી આપે છે. ઉ. ત. increase એ શબ્દનો પ્રથમ અક્ષર (syllable) વધારે તાર સ્વરે (louder) ઉચ્ચારાયો હોય (જેમકે, ।in-crease) તો એ નામ છે; પણ દ્વિતીય અક્ષર જો વધારે મોટેથી ઉચ્ચારાયો હોય (જેમકે, in-।crease) તો એ ક્રિયાપદ છે. ભારતીય ભાષાઓમાં શબ્દમાં આમ બલાઘાતનું સ્થાન પરિવર્તિત કરવાથી અર્થમાં ફરક પડતો નથી. | અંગ્રેજીમાં શબ્દોના અમુક ધ્વનિ બલાઘાતયુક્ત (stressed) અને બાકીના બલાઘાતરહિત (unstressed) હોય છે. એમાં કેટલીક વાર બલાઘાત જ સમાનધ્વનિ શબ્દો વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરી આપે છે. ઉ. ત. increase એ શબ્દનો પ્રથમ અક્ષર (syllable) વધારે તાર સ્વરે (louder) ઉચ્ચારાયો હોય (જેમકે, ।in-crease) તો એ નામ છે; પણ દ્વિતીય અક્ષર જો વધારે મોટેથી ઉચ્ચારાયો હોય (જેમકે, in-।crease) તો એ ક્રિયાપદ છે. ભારતીય ભાષાઓમાં શબ્દમાં આમ બલાઘાતનું સ્થાન પરિવર્તિત કરવાથી અર્થમાં ફરક પડતો નથી. | ||