બિપિન પટેલની વાર્તાઓ/૧. દશ્મન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
+1 |
||
| Line 16: | Line 16: | ||
– હા ટેન્શન હોય છે ત્યારે એવું પણ થાય છે. તમને ખબર છે ઑફિસમાં મને મળવા લાઈન લાગે છે તે? તમારે ઠીક છે. તમને શી ખબર પડે હું કેટલો બિઝી હોઉં છું! અનુભાઈ સહેજ તોરમાં આવી ગયા. | – હા ટેન્શન હોય છે ત્યારે એવું પણ થાય છે. તમને ખબર છે ઑફિસમાં મને મળવા લાઈન લાગે છે તે? તમારે ઠીક છે. તમને શી ખબર પડે હું કેટલો બિઝી હોઉં છું! અનુભાઈ સહેજ તોરમાં આવી ગયા. | ||
– હા ભઈ, હા. તાણ હમ, જોસની દૂધપાક હલાબ્બા મોંડ. મારી કાશીન દૂધપાક બહુ ભાવ. કાશી આવ તોં હુધી દૂધપાક પતાઈ દઈએ. દાર ન શાક કાશી બનાવશી. ઈમ કોઈનો ગજ નો વાગ. કાશીની દાર એટલ કાશીની. તારા બાપાનય ઈની દાર બઉં ભાવતી. | – હા ભઈ, હા. તાણ હમ, જોસની દૂધપાક હલાબ્બા મોંડ. મારી કાશીન દૂધપાક બહુ ભાવ. કાશી આવ તોં હુધી દૂધપાક પતાઈ દઈએ. દાર ન શાક કાશી બનાવશી. ઈમ કોઈનો ગજ નો વાગ. કાશીની દાર એટલ કાશીની. તારા બાપાનય ઈની દાર બઉં ભાવતી. | ||
* | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
{{Poem2Open}} | |||
બધાં આવી ગયાં. રસોઈ તૈયાર થઈ ગઈ. જમવાની બધી તૈયારી થઈ ગઈ. અનુભાઈએ બધાંને જમવા ઊઠવા કહ્યું. ત્યાં જ આનંદીબહેનને બાપાની કેસેટ સાંભરી એ બોલી, બાપાને સંભાર્યા વિના સીધાં જમવા? | બધાં આવી ગયાં. રસોઈ તૈયાર થઈ ગઈ. જમવાની બધી તૈયારી થઈ ગઈ. અનુભાઈએ બધાંને જમવા ઊઠવા કહ્યું. ત્યાં જ આનંદીબહેનને બાપાની કેસેટ સાંભરી એ બોલી, બાપાને સંભાર્યા વિના સીધાં જમવા? | ||
– એમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે? જમ્યા પછી સાંભળીશું. એની એ જ વાત સાંભળવાની છેને? અનુભાઈ ઊભા થયા. | – એમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે? જમ્યા પછી સાંભળીશું. એની એ જ વાત સાંભળવાની છેને? અનુભાઈ ઊભા થયા. | ||
– કેમ એમની યાદમાં તો આ બધું – કહેતાં આનંદીબહેનને અધવચ્ચે રોકતાં અનુભાઈએ પતાવ્યું, સારું સારું. તો એમ કરો, પહેલાં કેસેટ સાંભળી લઈએ. | – કેમ એમની યાદમાં તો આ બધું – કહેતાં આનંદીબહેનને અધવચ્ચે રોકતાં અનુભાઈએ પતાવ્યું, સારું સારું. તો એમ કરો, પહેલાં કેસેટ સાંભળી લઈએ. | ||
– છોકરોંન પહેલોં બેહારી દો ભઈ, તારા બાપા બાળારાજાન જમાડ્યા વના નતા જમતા. ગોમતીબાએ કહ્યું. | – છોકરોંન પહેલોં બેહારી દો ભઈ, તારા બાપા બાળારાજાન જમાડ્યા વના નતા જમતા. ગોમતીબાએ કહ્યું. | ||
* | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
{{Poem2Open}} | |||
અનુભાઈને કેસેટ પતાવી દેવાની ઉતાવળ હોય એમ બાપાની લીધેલી મુલાકાત અને બાપાના અવાજવાળો ભાગ ફાસ્ટ ફોરવર્ડ કરી કુટુંબીજનોએ બાપા વિશે કહેલી વાતથી શરૂ કર્યું. | અનુભાઈને કેસેટ પતાવી દેવાની ઉતાવળ હોય એમ બાપાની લીધેલી મુલાકાત અને બાપાના અવાજવાળો ભાગ ફાસ્ટ ફોરવર્ડ કરી કુટુંબીજનોએ બાપા વિશે કહેલી વાતથી શરૂ કર્યું. | ||
અનુભાઈ બાપા વિશે બોલતા હતા : | અનુભાઈ બાપા વિશે બોલતા હતા : | ||
| Line 50: | Line 54: | ||
આટલી વાતચીત પછી અનુભાઈએ સૂચવ્યું, એ તો બધું થઈ રહેશે. પહેલાં પેટપૂજા કરીએ, ચાલો બધાં જમી લઈએ, નહીં તો બાપાને પહોંચશે ક્યાંથી? | આટલી વાતચીત પછી અનુભાઈએ સૂચવ્યું, એ તો બધું થઈ રહેશે. પહેલાં પેટપૂજા કરીએ, ચાલો બધાં જમી લઈએ, નહીં તો બાપાને પહોંચશે ક્યાંથી? | ||
– મોટા ભાઈએ ચ્યાણનીયે વાસ નોખી દીધી એટલ તારા બાપા તો ચ્યાણનાય જમીન જતાય રયા. | – મોટા ભાઈએ ચ્યાણનીયે વાસ નોખી દીધી એટલ તારા બાપા તો ચ્યાણનાય જમીન જતાય રયા. | ||
* | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
{{Poem2Open}} | |||
બધાં જમી પરવાર્યાં. આનંદીબહેનને ગોમતીબાએ ટિફિન ભરી લેવા કહ્યું, અમારે તો કોઈ દૂધપાક ખાતું નથી. | બધાં જમી પરવાર્યાં. આનંદીબહેનને ગોમતીબાએ ટિફિન ભરી લેવા કહ્યું, અમારે તો કોઈ દૂધપાક ખાતું નથી. | ||
ભરો મોટું ડોલચું. છોકરાં ફરી ખાશે, કહેતાં આનંદીબહેનને મોટા ભાઈએ ટપાર્યાં, એ તો આઠિયા કહેવઈ. ઈમન તો ભંડારા ભરી આલવા પડ. | ભરો મોટું ડોલચું. છોકરાં ફરી ખાશે, કહેતાં આનંદીબહેનને મોટા ભાઈએ ટપાર્યાં, એ તો આઠિયા કહેવઈ. ઈમન તો ભંડારા ભરી આલવા પડ. | ||
| Line 67: | Line 73: | ||
રોગથી ઘેરાયેલા બાપા અંતકાળે લગભગ કંતાઈ ગયેલા. શેક અપાવવા અમદાવાદ લાવ્યા હતા. મને ખાટલા કલ્ચરની શરમ આવે. સીધે-સીધું કહેવાય નહીં. એટલે મેં કહ્યું હતું, બાપા વરંડામાં ખાટલો ઢાળીને ન સૂતા. ક્યાંક ગાય પૂળો સમજીને ચાવી ન જાય. | રોગથી ઘેરાયેલા બાપા અંતકાળે લગભગ કંતાઈ ગયેલા. શેક અપાવવા અમદાવાદ લાવ્યા હતા. મને ખાટલા કલ્ચરની શરમ આવે. સીધે-સીધું કહેવાય નહીં. એટલે મેં કહ્યું હતું, બાપા વરંડામાં ખાટલો ઢાળીને ન સૂતા. ક્યાંક ગાય પૂળો સમજીને ચાવી ન જાય. | ||
બાપાએ તરત ઉત્તર વાળેલો, આ દેય ઈમ કરતય ગાય માતાના કોંમમ આવ એથી રૂડું શ્યુ? બાચી તમન ગમ ક ના ગમ. હેંડીન થોડું જવાય સ ભઈ! | બાપાએ તરત ઉત્તર વાળેલો, આ દેય ઈમ કરતય ગાય માતાના કોંમમ આવ એથી રૂડું શ્યુ? બાચી તમન ગમ ક ના ગમ. હેંડીન થોડું જવાય સ ભઈ! | ||
* | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
{{Poem2Open}} | |||
મોટા ભાઈને ઘરમાં ઊંઘવું ન ફાવે. એટલે ખાટલો વરંડામાં લેવડાવ્યો. રાતે ક્યાંય સુધી ઊંઘ ન આવી. ચાર-પાંચ વાર તો ચલમ ભરી. છેવટે ઉધરસ આવતાં ચલમ મૂકી સોસાયટીના નાકા સુધી જઈ આવ્યા. એમનેય સતત બાપાની વાતો યાદ આવ્યા કરી... | મોટા ભાઈને ઘરમાં ઊંઘવું ન ફાવે. એટલે ખાટલો વરંડામાં લેવડાવ્યો. રાતે ક્યાંય સુધી ઊંઘ ન આવી. ચાર-પાંચ વાર તો ચલમ ભરી. છેવટે ઉધરસ આવતાં ચલમ મૂકી સોસાયટીના નાકા સુધી જઈ આવ્યા. એમનેય સતત બાપાની વાતો યાદ આવ્યા કરી... | ||
બેચો ઝોડ જેંતિન આવતો તાણ મારો દિયોર ફાવ ઈમ બકતો’તો. એ દાડોં મારો બેટો બોલ, દિયોર રાતે હોડમોં ભરઈ જોવ સો તે આ બાપાની ઉદરોય નહીં હંભરાતી? લગાર પોણી ન દવા આલત શું ઝટકા વાગસ? ફાયે થોડું બેહતા હો તો શ્યુુ લુંટઈ જઈ? ના, ના, બાપો દિયોર તૈણ દોકડાનો ન વહુ – | બેચો ઝોડ જેંતિન આવતો તાણ મારો દિયોર ફાવ ઈમ બકતો’તો. એ દાડોં મારો બેટો બોલ, દિયોર રાતે હોડમોં ભરઈ જોવ સો તે આ બાપાની ઉદરોય નહીં હંભરાતી? લગાર પોણી ન દવા આલત શું ઝટકા વાગસ? ફાયે થોડું બેહતા હો તો શ્યુુ લુંટઈ જઈ? ના, ના, બાપો દિયોર તૈણ દોકડાનો ન વહુ – | ||
| Line 78: | Line 86: | ||
બાન આ બધું હારુ ના લાગ. પણ બાપડોં શું બોલ? ભઈ અમદા’દથી પૈશ્યા ના મોકલ એક દબઈ ચંપઈ ન રે, શ્યુ કર... | બાન આ બધું હારુ ના લાગ. પણ બાપડોં શું બોલ? ભઈ અમદા’દથી પૈશ્યા ના મોકલ એક દબઈ ચંપઈ ન રે, શ્યુ કર... | ||
મારું હાહરુ હમ ઘણોય જીવ બળ સ. બાપા આવા ચોપડા ના ઉચેલ તો હારુ. | મારું હાહરુ હમ ઘણોય જીવ બળ સ. બાપા આવા ચોપડા ના ઉચેલ તો હારુ. | ||
* | {{Poem2Close}} | ||
{{center|*}} | |||
{{Poem2Open}} | |||
ગોમતીબાને જ્યોત્સ્નાની ચિંતામાં સહેજેય ઊંઘ ન આવી. ભૂવો હજાર ખેલ ક૨શી અન ઈમના આત્માન દશી કરશી. ભગત જીવ હતા બાપડા. એ ઓમ ઈમની પરજાન દશી ના કર. પણ આ લધોં કે’સ તે ખોટું નઈ હોય. મીં ઈમન આખી જિંદગી હાચવેલા. ખસેય નતુ કીધુ. જે જોવ એ ચીજ હાજર. અકરાવાની વાત નઈ. એ તો ચ્યોંક ચ્યોંક આકરાયે થઈ જોંય. આપણ અકરાવાનુ નઈ. | ગોમતીબાને જ્યોત્સ્નાની ચિંતામાં સહેજેય ઊંઘ ન આવી. ભૂવો હજાર ખેલ ક૨શી અન ઈમના આત્માન દશી કરશી. ભગત જીવ હતા બાપડા. એ ઓમ ઈમની પરજાન દશી ના કર. પણ આ લધોં કે’સ તે ખોટું નઈ હોય. મીં ઈમન આખી જિંદગી હાચવેલા. ખસેય નતુ કીધુ. જે જોવ એ ચીજ હાજર. અકરાવાની વાત નઈ. એ તો ચ્યોંક ચ્યોંક આકરાયે થઈ જોંય. આપણ અકરાવાનુ નઈ. | ||
** | {{Poem2Close}} | ||
{{center|*{{gap}}*}} | |||
{{Poem2Open}} | |||
બીજે દિવસે ભૂવો આવવાની રાહ જોતાં બધાં બેઠાં હતાં. ત્યાં જ જ્યોત્સ્ના ધ્રૂજવા માંડી. હોવ-હોવ-હું આયો છું, બાપો – તમારો બાપો. | બીજે દિવસે ભૂવો આવવાની રાહ જોતાં બધાં બેઠાં હતાં. ત્યાં જ જ્યોત્સ્ના ધ્રૂજવા માંડી. હોવ-હોવ-હું આયો છું, બાપો – તમારો બાપો. | ||
દીવાનખંડમાં બેઠેલા અનુભાઈ દોડી આવ્યા. મોટા ભાઈ પણ ઊભા થઈ ગયા. | દીવાનખંડમાં બેઠેલા અનુભાઈ દોડી આવ્યા. મોટા ભાઈ પણ ઊભા થઈ ગયા. | ||
| Line 95: | Line 107: | ||
ઈમનો કરોધ એટલે પોણીમ લીટો. | ઈમનો કરોધ એટલે પોણીમ લીટો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||