તરુરાગ અને નદીસૂક્ત/સ્વપ્નતરુ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૪.સ્વપ્નતરુ}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = માતાનો પીપળો |next = નદીનું મૂળ-ઋષિનું કુળ }}"
 
Artimundra (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૪.સ્વપ્નતરુ}}
{{Heading|૧૪. સ્વપ્નતરુ}}


{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વપ્નમાં વસ્તુ સ્થલ કાલ - બધું આપસમાં ને એકબીજામાં એવું તો ગૂંથાઈ-ગૂંચવાઈ જાય છે, સેળભેળ થઈ જાય છે કે એની સ્પષ્ટ ઓળખ પડતી નથી. વાસ્તવ અને અવાસ્તવ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બની જાય છે. અવારનવાર શમણે આવતા પેલા વૃક્ષને સ્પષ્ટ ઓળખવાનું આજ લગી બની શક્યું નથી, એના આકાર-પ્રકારની ચોખ્ખી ઓળખ પણ આસાન નથી; એ નથી કાલિદાસની વનસ્પતિના કુળનું ને એનું મૂળ શબ્દકોશમાં પણ જડતું નથી. એટલેસ્તો એનું નામ પાડ્યું છે સ્વપ્નતરુ - સ્વપ્નભૂમિમાં ઊગી નીકળેલું ને અવારનવાર દેખા દેતું ઝાડ. વસ્તુની રીતે જોઈએ તો એ કોઈ વૃક્ષ છે એટલું જ કહી શકાય એમ છે.
આ વૃક્ષને હું ઘણીવાર જોઉં છું. ક્યારેક નિબિડ અરણ્યની વચમાં તો ક્યારેક કોઈ પહાડની ઊંડી ખીણની ધાર ઉપર, ક્યારેક નદીને કાંઠે તો ક્યારેક વળી બાળપણના મારા ઘરના વાડામાં. હરેક વખતે એ ઉત્તુંગ ને ટટાર, લીલુંછમ ને ઘટાદાર હોય છે. એનાં લીલાંલીલાં પાનમાંથી ભીના ભીના તડકાને ટપકતો જોયો છે, અરે, એનો ટપોટપ ગરવાનો અવાજ પણ સાંભળ્યો છે! કોઈવાર એ સૂર્યના પ્રકાશમાં નહાતું હોય છે તો ક્યારેક વળી ઠંડીમાં થરથર કાંપતું હોય છે. ક્યારેક એની ઘટામાં એટલાં બધાં પંખીઓ બેઠેલાં જોયાં છે કે આખું ઝાડ પંખીઓનું બનેલું હોય એવું લાગ્યું છે. ક્યારેક એની ઝૂલતી ડાળીઓ ઉપર સુવર્ણ-પુષ્પો ખીલ્યાં હોય છે તો ક્યારેક વળી મદારીની મૌવર જેવા સુગરીના અસંખ્ય માળા લટકતા હોય છે. આ પેલું મચ્છીમાર નદીના ઊંડા પાણીમાં ડૂબકી મારીને, ચાંચમાં માછલી ઝાલીને તીરની જેમ ઊડતું એની ડાળ ઉપર આવી બેઠું! આ એનું પાદડું ખરીને પાણીમાં તરતું જાય! ઓ પેલી હોલાશકરી, નીચે ચણતાં મરઘીનાં બચ્ચાં ઉપર ઓચિંતી ઊતરી આવી એકાદને પકડતીકને ઘટામાં સંતાઈ બેઠી!
નદી બે કાંઠે વહે છે. ડહોળાં પાણી ખડકોમાં અથડાતાં, ફીણ ઉડાડતાં, મહાઘોષથી બેય બાજુ ઊભેલા વગડાને ગજાવતાં ચાલ્યાં જાય છે. કાંઠે ઊભેલું પેલું વૃક્ષ ઝૂઝી ઝૂઝીને આખરે ઢળી પડે છે, પ્રવાહમાં તણાય છે; એની ઉપર બાંધેલા માળામાંનાં પંખી ઊંડાઊડ કરતાં ઓ જાય આઘે ને આઘે, દેખાય ના ત્યાં સુધી. મધરાતે ઓચિંતી ત્રાડ સંભળાય છે; એક દીપડો આ જંગી ઝાડ ઉપરથી છલાંગ મારી નીચે ઊતરી આવે છે ને થથરતા ઘેટાને દાઢમાં દબાવી પાસેના વગડામાં અલોપ થઈ જાય છે. અજવાળી છડાં જેવી રાત છે ને હું પેલા વૃક્ષના પડછાયાના અંધારામાં ઊભો છું, એકલો! મોટેરાંની સાથે સાથે ચાલતાં હું થાકી ગયો છું, પાછળ પડી ગયો છું. ઝાડ ઉપર ઊંચે જોઉ છું તો કશુંક એની એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદે છે, ધૂણે છે ને ખીખીઆટા કરે છે! અરે આ એના બે હાથ તો લાંબા ને લાંબા થતા છેક મારી પાસે આવી ગયા! બે હાથના સાંડસામાં હું ભીડાઈ જાઉ છું ને ઊંચકાઉ છું; બૂમ પાડીને કોઈને બોલાવવા જાઉ છું, પણ ગળામાંથી અવાજ નીકળતો નથી; શરીરે પરસેવો વળી જાય છે! લાત મારીને ગોદડાને આઘું કરું છું, આંખો ખોલું છું ને મને અંધારા ઓરડામાં ખાટલામાં પડેલો જોઉ છું. બાજુમાં સૂતેલા દાદા જાગી જાય છે, બોલે છે : ‘બેટા બચુડા, શું થયું?’ જાગી ગયેલો હું દબાયેલા અવાજે કહું છું : ‘કશું નહીં દાદા, એ તો શમણું આવ્યું.’
આ વાડાનું ઝાડ રાતે મારા ખાટલા ઉપર કેવી રીતે આવ્યું! એની ડાળીઓ મારા શરીરને વાગે છે, એનાં પાનની સુંવાળપથી મને ગલીપચી થાય છે! આ એનાં ફૂલ ગોખલામાંની પેલી દેવની મૂર્તિઓ ઉપર કેવાં ગોઠવાઈ ગયાં છે! સુગંધથી આખું ઘર મઘમઘ થઈ ઊઠ્યું છે! કોઈ ઝાડ આવી રીતે ઘરમાં આવીને આપણને રંજાડે કે રાજી કરે એ કેવું! પછી જાગીને જોઉ તો ઝાડ દીસે નહિ, એટલે ઊંઘના આવા અટપટા ભોગને વાગોળ્યા કરું. બાળભેરુઓને વાત કરું તો એમની આંખોમાં ચમક પ્રગટે, ચમકમાં આવા અનુભવના એમના કોડ રમતા દેખાય. વડીલોને વાત કરીએ તો તેઓ સ્વપ્ન વિશે લાંબીચોડી ડાહી-ડમરી વાતો કરે ને સૂતી વખતે રામનું નામ દઈને સૂવાની શીખ આપે; સાથે એમ પણ કહે કે આપણે ઊંઘી જઈએ એટલે પછી આપણો જીવ શરીરમાંથી બહાર નીકળે, આખી દુનિયામાં ફરે. ને જાગીએ કે તરત પાછો શરીરમાં આવી જાય. એકવાર એક ‘જીવ’ પાણી પીવા માટલામાં પેઠો ને કોઈએ માટલાનું મોં ઢાંકી દીધું ને પાણીમાં જ ગુંગળાઈને મરી ગયો. વાત સાંભળતાં કેવો રોમાંચ થતો! હવે તો એ અશક્ય, મોટા જ્ઞાની થઈ ગયા ને!
આ તો સ્વપ્નતરુ છે, એને કંઈ હું ચાહું ત્યારે જોઈ શકતો નથી; એ તો એની ઇચ્છા થાય ત્યારે આવે ને ગમે તે રૂપે આવે. ઘોઘંબા જતાં હરખાભૂતની આંબલી થઈને એ મને બિવડાવે, ને પરોળી જતાં રાયણની ઓળ બનીને સલામી આપતું ઊભું રહે; મોરડિયે ડુંગરે જતાં રસ્તામાં એ માતાના પડછંદ પીપળા રૂપે વાતો કરવા ઊભું હોય તો પાધોરા જતાં એક કોતેડીને કાંઠે મહુડો થઈને ટપટપ મહુડાં ગેરવતું હોય. ક્યારેક કરડ નદીને સામે કાંઠે ગણપતભાઈના કાચલામાં એ ખાખરો થઈને દેખા દે તો ક્યારેક વળી ઘોઘંબાને પાદર એક ટેકરી ઉપર સાગ થઈને સોનેરી ફૂલ ચમકાવતું ખડું હોય. હું ભણવા માટે ગામ છોડીને કાલોલ જવા નીકળ્યો ત્યારે દસ ગાઉના એ આખે રસ્તે એ મારી સાથે ચાલ્યું છે, એણે આશ્વાસન આપ્યું છે ને મારી પાસે વતનમાં એક દિવસ પાછા ફરવાનું વચન માગ્યું છે. કોઈ વિરલ પળે તો એ અને હું એક જ છીએ એવુંય લાગ્યું છે. અરે એકવાર તો એણે મને મોંઢે ચઢીને કહેલું કે ‘તું વૃક્ષ જ છે’, ને મારાથી ‘ખરી વાત છે’ એમ પણ કહેવાઈ ગયેલું! બસ, એટલે તો ઊંડા વનમાં કુહાડીના ટચકા સાંભળું છું ને મારાં અંગેઅંગ કડડ કરતાંકને તૂટી પડે છે; ગાડામાં નાખીને લઈ જવાતું થડિયું જોઉ છું ને શબ જેવો નિશ્ચેષ્ટ થઈ જાઉ છું. હોળીમાં મને હું જ ભડભડ બળતો ભાળું છું. ઘર વચ્ચેની થાંભલીઓમાં, કોઢના ઢોર બાંધવાના ખીલાઓમાં, ભીંતમાં જડેલાં કોડિયાં મૂકવાના ચાડામાં, પરસાળમાં ઝૂલતા હીંચકામાં - બધે હું પેલું સ્વપ્નતરુ જોઉ છું, મને જોઉ છું. શમણાં સાચાં નથી હોતાં એમ ભલે કહેવાય ને મનાય, મારે તો સ્વપ્નતરુ ને હું ને તેથી ‘હું’ જેટલું જ સાચું. એ જ મારે તો કલ્પતરુ; દેવનું વરદાન. એની આગળ જે માગીએ તે મળે ને જે ઇચ્છીએ તે ફળે. એટલે તો તમને સૌને આ સ્વપ્નતરુવતી હાર્દિક ને આગ્રહભર્યું નિમંત્રણ પાઠવું છું - મહાકવિ શેક્સપિયરની વાણીમાં :
Under the greenwood Tree
Who loves to lie with me,
And turn his Merry note
Unto the sweet bird’s throat
Come hither, come hither, come hither.....


{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:15, 5 July 2026


૧૪. સ્વપ્નતરુ

સ્વપ્નમાં વસ્તુ સ્થલ કાલ - બધું આપસમાં ને એકબીજામાં એવું તો ગૂંથાઈ-ગૂંચવાઈ જાય છે, સેળભેળ થઈ જાય છે કે એની સ્પષ્ટ ઓળખ પડતી નથી. વાસ્તવ અને અવાસ્તવ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બની જાય છે. અવારનવાર શમણે આવતા પેલા વૃક્ષને સ્પષ્ટ ઓળખવાનું આજ લગી બની શક્યું નથી, એના આકાર-પ્રકારની ચોખ્ખી ઓળખ પણ આસાન નથી; એ નથી કાલિદાસની વનસ્પતિના કુળનું ને એનું મૂળ શબ્દકોશમાં પણ જડતું નથી. એટલેસ્તો એનું નામ પાડ્યું છે સ્વપ્નતરુ - સ્વપ્નભૂમિમાં ઊગી નીકળેલું ને અવારનવાર દેખા દેતું ઝાડ. વસ્તુની રીતે જોઈએ તો એ કોઈ વૃક્ષ છે એટલું જ કહી શકાય એમ છે. આ વૃક્ષને હું ઘણીવાર જોઉં છું. ક્યારેક નિબિડ અરણ્યની વચમાં તો ક્યારેક કોઈ પહાડની ઊંડી ખીણની ધાર ઉપર, ક્યારેક નદીને કાંઠે તો ક્યારેક વળી બાળપણના મારા ઘરના વાડામાં. હરેક વખતે એ ઉત્તુંગ ને ટટાર, લીલુંછમ ને ઘટાદાર હોય છે. એનાં લીલાંલીલાં પાનમાંથી ભીના ભીના તડકાને ટપકતો જોયો છે, અરે, એનો ટપોટપ ગરવાનો અવાજ પણ સાંભળ્યો છે! કોઈવાર એ સૂર્યના પ્રકાશમાં નહાતું હોય છે તો ક્યારેક વળી ઠંડીમાં થરથર કાંપતું હોય છે. ક્યારેક એની ઘટામાં એટલાં બધાં પંખીઓ બેઠેલાં જોયાં છે કે આખું ઝાડ પંખીઓનું બનેલું હોય એવું લાગ્યું છે. ક્યારેક એની ઝૂલતી ડાળીઓ ઉપર સુવર્ણ-પુષ્પો ખીલ્યાં હોય છે તો ક્યારેક વળી મદારીની મૌવર જેવા સુગરીના અસંખ્ય માળા લટકતા હોય છે. આ પેલું મચ્છીમાર નદીના ઊંડા પાણીમાં ડૂબકી મારીને, ચાંચમાં માછલી ઝાલીને તીરની જેમ ઊડતું એની ડાળ ઉપર આવી બેઠું! આ એનું પાદડું ખરીને પાણીમાં તરતું જાય! ઓ પેલી હોલાશકરી, નીચે ચણતાં મરઘીનાં બચ્ચાં ઉપર ઓચિંતી ઊતરી આવી એકાદને પકડતીકને ઘટામાં સંતાઈ બેઠી! નદી બે કાંઠે વહે છે. ડહોળાં પાણી ખડકોમાં અથડાતાં, ફીણ ઉડાડતાં, મહાઘોષથી બેય બાજુ ઊભેલા વગડાને ગજાવતાં ચાલ્યાં જાય છે. કાંઠે ઊભેલું પેલું વૃક્ષ ઝૂઝી ઝૂઝીને આખરે ઢળી પડે છે, પ્રવાહમાં તણાય છે; એની ઉપર બાંધેલા માળામાંનાં પંખી ઊંડાઊડ કરતાં ઓ જાય આઘે ને આઘે, દેખાય ના ત્યાં સુધી. મધરાતે ઓચિંતી ત્રાડ સંભળાય છે; એક દીપડો આ જંગી ઝાડ ઉપરથી છલાંગ મારી નીચે ઊતરી આવે છે ને થથરતા ઘેટાને દાઢમાં દબાવી પાસેના વગડામાં અલોપ થઈ જાય છે. અજવાળી છડાં જેવી રાત છે ને હું પેલા વૃક્ષના પડછાયાના અંધારામાં ઊભો છું, એકલો! મોટેરાંની સાથે સાથે ચાલતાં હું થાકી ગયો છું, પાછળ પડી ગયો છું. ઝાડ ઉપર ઊંચે જોઉ છું તો કશુંક એની એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદે છે, ધૂણે છે ને ખીખીઆટા કરે છે! અરે આ એના બે હાથ તો લાંબા ને લાંબા થતા છેક મારી પાસે આવી ગયા! બે હાથના સાંડસામાં હું ભીડાઈ જાઉ છું ને ઊંચકાઉ છું; બૂમ પાડીને કોઈને બોલાવવા જાઉ છું, પણ ગળામાંથી અવાજ નીકળતો નથી; શરીરે પરસેવો વળી જાય છે! લાત મારીને ગોદડાને આઘું કરું છું, આંખો ખોલું છું ને મને અંધારા ઓરડામાં ખાટલામાં પડેલો જોઉ છું. બાજુમાં સૂતેલા દાદા જાગી જાય છે, બોલે છે : ‘બેટા બચુડા, શું થયું?’ જાગી ગયેલો હું દબાયેલા અવાજે કહું છું : ‘કશું નહીં દાદા, એ તો શમણું આવ્યું.’ આ વાડાનું ઝાડ રાતે મારા ખાટલા ઉપર કેવી રીતે આવ્યું! એની ડાળીઓ મારા શરીરને વાગે છે, એનાં પાનની સુંવાળપથી મને ગલીપચી થાય છે! આ એનાં ફૂલ ગોખલામાંની પેલી દેવની મૂર્તિઓ ઉપર કેવાં ગોઠવાઈ ગયાં છે! સુગંધથી આખું ઘર મઘમઘ થઈ ઊઠ્યું છે! કોઈ ઝાડ આવી રીતે ઘરમાં આવીને આપણને રંજાડે કે રાજી કરે એ કેવું! પછી જાગીને જોઉ તો ઝાડ દીસે નહિ, એટલે ઊંઘના આવા અટપટા ભોગને વાગોળ્યા કરું. બાળભેરુઓને વાત કરું તો એમની આંખોમાં ચમક પ્રગટે, ચમકમાં આવા અનુભવના એમના કોડ રમતા દેખાય. વડીલોને વાત કરીએ તો તેઓ સ્વપ્ન વિશે લાંબીચોડી ડાહી-ડમરી વાતો કરે ને સૂતી વખતે રામનું નામ દઈને સૂવાની શીખ આપે; સાથે એમ પણ કહે કે આપણે ઊંઘી જઈએ એટલે પછી આપણો જીવ શરીરમાંથી બહાર નીકળે, આખી દુનિયામાં ફરે. ને જાગીએ કે તરત પાછો શરીરમાં આવી જાય. એકવાર એક ‘જીવ’ પાણી પીવા માટલામાં પેઠો ને કોઈએ માટલાનું મોં ઢાંકી દીધું ને પાણીમાં જ ગુંગળાઈને મરી ગયો. વાત સાંભળતાં કેવો રોમાંચ થતો! હવે તો એ અશક્ય, મોટા જ્ઞાની થઈ ગયા ને! આ તો સ્વપ્નતરુ છે, એને કંઈ હું ચાહું ત્યારે જોઈ શકતો નથી; એ તો એની ઇચ્છા થાય ત્યારે આવે ને ગમે તે રૂપે આવે. ઘોઘંબા જતાં હરખાભૂતની આંબલી થઈને એ મને બિવડાવે, ને પરોળી જતાં રાયણની ઓળ બનીને સલામી આપતું ઊભું રહે; મોરડિયે ડુંગરે જતાં રસ્તામાં એ માતાના પડછંદ પીપળા રૂપે વાતો કરવા ઊભું હોય તો પાધોરા જતાં એક કોતેડીને કાંઠે મહુડો થઈને ટપટપ મહુડાં ગેરવતું હોય. ક્યારેક કરડ નદીને સામે કાંઠે ગણપતભાઈના કાચલામાં એ ખાખરો થઈને દેખા દે તો ક્યારેક વળી ઘોઘંબાને પાદર એક ટેકરી ઉપર સાગ થઈને સોનેરી ફૂલ ચમકાવતું ખડું હોય. હું ભણવા માટે ગામ છોડીને કાલોલ જવા નીકળ્યો ત્યારે દસ ગાઉના એ આખે રસ્તે એ મારી સાથે ચાલ્યું છે, એણે આશ્વાસન આપ્યું છે ને મારી પાસે વતનમાં એક દિવસ પાછા ફરવાનું વચન માગ્યું છે. કોઈ વિરલ પળે તો એ અને હું એક જ છીએ એવુંય લાગ્યું છે. અરે એકવાર તો એણે મને મોંઢે ચઢીને કહેલું કે ‘તું વૃક્ષ જ છે’, ને મારાથી ‘ખરી વાત છે’ એમ પણ કહેવાઈ ગયેલું! બસ, એટલે તો ઊંડા વનમાં કુહાડીના ટચકા સાંભળું છું ને મારાં અંગેઅંગ કડડ કરતાંકને તૂટી પડે છે; ગાડામાં નાખીને લઈ જવાતું થડિયું જોઉ છું ને શબ જેવો નિશ્ચેષ્ટ થઈ જાઉ છું. હોળીમાં મને હું જ ભડભડ બળતો ભાળું છું. ઘર વચ્ચેની થાંભલીઓમાં, કોઢના ઢોર બાંધવાના ખીલાઓમાં, ભીંતમાં જડેલાં કોડિયાં મૂકવાના ચાડામાં, પરસાળમાં ઝૂલતા હીંચકામાં - બધે હું પેલું સ્વપ્નતરુ જોઉ છું, મને જોઉ છું. શમણાં સાચાં નથી હોતાં એમ ભલે કહેવાય ને મનાય, મારે તો સ્વપ્નતરુ ને હું ને તેથી ‘હું’ જેટલું જ સાચું. એ જ મારે તો કલ્પતરુ; દેવનું વરદાન. એની આગળ જે માગીએ તે મળે ને જે ઇચ્છીએ તે ફળે. એટલે તો તમને સૌને આ સ્વપ્નતરુવતી હાર્દિક ને આગ્રહભર્યું નિમંત્રણ પાઠવું છું - મહાકવિ શેક્સપિયરની વાણીમાં : Under the greenwood Tree Who loves to lie with me, And turn his Merry note Unto the sweet bird’s throat Come hither, come hither, come hither.....