મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
Line 70: Line 70:
:*[https://ekatra.org/ebooks/yogi-harnathna-sanidhyama/read#flipbook-6a60b15faa32c યોગી હરનાથના સાનિધ્યમાં]
:*[https://ekatra.org/ebooks/yogi-harnathna-sanidhyama/read#flipbook-6a60b15faa32c યોગી હરનાથના સાનિધ્યમાં]
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ
:*[https://heyzine.com/flip-book/c13fd35c8b.html સહજને કિનારે]
:*[https://ekatra.org/ebooks/sahajne-kinare/read#flipbook-6a60b22970343 સહજને કિનારે]
:*[https://heyzine.com/flip-book/5812c06315.html ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)]
:*[https://ekatra.org/ebooks/chirantana/read#flipbook-6a60b23912136 ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)]
:*[https://heyzine.com/flip-book/d4c02684b8.html ચિદાનંદા]
:*[https://ekatra.org/ebooks/chidananda/read#flipbook-6a60b2487a684 ચિદાનંદા]
:*[https://heyzine.com/flip-book/1e9917f26f.html બ્રહ્મવીણા]
:*[https://ekatra.org/ebooks/brahmaveena/read#flipbook-6a60b25c54567 બ્રહ્મવીણા]
:*[https://heyzine.com/flip-book/5e37cf4323.html તપોવનની વાટે]
:*[https://ekatra.org/ebooks/tapovanni-vaate/read#flipbook-6a60b270884e2 તપોવનની વાટે]
:*[https://heyzine.com/flip-book/e6c4fb0e5c.html વિશ્વચેતનાના વણઝારા]
:*[https://ekatra.org/ebooks/vishvachetnana-vanjhara/read#flipbook-6a60b388e4f7e વિશ્વચેતનાના વણઝારા]
:*[https://heyzine.com/flip-book/40b1418fa9.html જનમ જનમની કૂંચી]
:*[https://ekatra.org/ebooks/janam-janamni-koonchi/read#flipbook-6a60b39c8eb32 જનમ જનમની કૂંચી]
:*[https://heyzine.com/flip-book/ad3e9cdca9.html યોગપથ]
:*[https://ekatra.org/ebooks/yogapath/read#flipbook-6a60b3b3b7dea યોગપથ]
:*[https://heyzine.com/flip-book/0476a6504c.html શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)]
:*[https://ekatra.org/ebooks/shivamahimna-stotra/read#flipbook-6a60b3c65fd47 શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)]
:*[https://heyzine.com/flip-book/b8b8bc199f.html દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો]
:*[https://ekatra.org/ebooks/dampatya-yog-ane-nava-lagnageeto/read#flipbook-6a60b3d76b77b દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો]
:*[https://heyzine.com/flip-book/7139b78c6a.html શ્રી હનુમંત ચરણે]
:*[https://ekatra.org/ebooks/shri-hanumant-charane/read#flipbook-6a60b3e95fd21 શ્રી હનુમંત ચરણે]
:*[https://heyzine.com/flip-book/eca2429d0b.html ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)]
:*[https://ekatra.org/ebooks/dhummasne-pele-paar/read#flipbook-6a60b3f98bfb5 ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)]
:*[https://heyzine.com/flip-book/cd6d2879af.html વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ]
:*[https://ekatra.org/ebooks/vishnu-sahasranama-antarpravesh/read#flipbook-6a60b40a14136 વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ]
:*[https://heyzine.com/flip-book/ff2b0f74aa.html અશ્વમેધ યજ્ઞ]
:*[https://ekatra.org/ebooks/ashwamedha-yagna/read#flipbook-6a60b41d21068 અશ્વમેધ યજ્ઞ]


<div class="ekatra-book-section-title">'''મુલાકાત'''</div>
<div class="ekatra-book-section-title">'''મુલાકાત'''</div>

Revision as of 12:14, 22 July 2026

મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ


દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.

‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.

એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.

‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.

પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.


શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો

કાવ્ય, ભજન
નવલકથા
આધ્યાત્મિક, વાર્તા, ગોષ્ઠિ, ચિંતન
પત્રો
મકરન્દ દવેએ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો
આધ્યાત્મિક પુસ્તકો
મુલાકાત
અનુવાદ
અંગ્રેજીમાં પુસ્તકો
  • Bhaktamar
  • Shiva (The light of lights)
  • Mother liberty
  • Prometheous
  • Yoga Of Marriage
પુસ્તકો હિન્દીમાં
  • ગર્ભદીપ
  • તપોવન કે પથ પર
  • વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
  • સૂર્ય કા આમંત્રણ
મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન
ઉપાસના