ભાર્વોમિ/પ્રેમરસ પાને તું: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|૫. પ્રેમરસ પાને તું }} {{Poem2Open}} ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ તરીકે ઓળખાતા નરસિંહ મહેતા આમ તો એક સીધા સાદા ભક્ત હતા, પણ તેમનાં પદોનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે આ તો એક અસાધારણ પ્રતિભા..." |
+1 |
||
| Line 21: | Line 21: | ||
આપણે જેને અત્યંજ ગણી ગામ બહાર કાઢ્યાં છે તેવા ‘હરિજન’ નરસિંહને વીનવે છે કે અમારે આંગણે પધારો ને કીર્તન કરો. શું કરવા? તો કહે છે કે એથી કરીને ‘પ્રેમ પદારથ અમો પામીએ’. | આપણે જેને અત્યંજ ગણી ગામ બહાર કાઢ્યાં છે તેવા ‘હરિજન’ નરસિંહને વીનવે છે કે અમારે આંગણે પધારો ને કીર્તન કરો. શું કરવા? તો કહે છે કે એથી કરીને ‘પ્રેમ પદારથ અમો પામીએ’. | ||
મનુષ્ય જીવનમાં જો સૌથી દુર્લભ પદાર્થ કોઈ હોય તો તે છે ‘પ્રેમ’. પ્રાણીમાત્ર એના માટે તલસે છે, દરેક જીવ જ્યાં ને ત્યાં એના માટે જાવાં મારે છે. પણ એ જેને તેને પ્રેમ કરીને ઠગાય છે. પરમ પ્રેમનિધાન તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ એવા પરમાત્મા જ છે. આવો અનર્ગળ પ્રેમરાશિ એના સ્મરણ માત્રથી જ પ્લાવિત કરી દે છે. આ વાત જે જીવને સમજાઈ જાય તે ‘પ્રેમપદારથ’ પામી બધી જ પીડાઓથી મુક્ત થઈ જાય. કારણ કે જન્મ મરણ કે સાંસારિક પીડાઓ પછી એને પીડારૂપ લાગતી જ નથી. દરેક પરિસ્થિતિને પોતાના પ્યારાની પ્રસાદીરૂપ સમજી પ્રેમથી સ્વીકારી લે છે. પછી એને ભલા દુઃખ તે શું દુઃખી કરી શકવાનું? | મનુષ્ય જીવનમાં જો સૌથી દુર્લભ પદાર્થ કોઈ હોય તો તે છે ‘પ્રેમ’. પ્રાણીમાત્ર એના માટે તલસે છે, દરેક જીવ જ્યાં ને ત્યાં એના માટે જાવાં મારે છે. પણ એ જેને તેને પ્રેમ કરીને ઠગાય છે. પરમ પ્રેમનિધાન તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ એવા પરમાત્મા જ છે. આવો અનર્ગળ પ્રેમરાશિ એના સ્મરણ માત્રથી જ પ્લાવિત કરી દે છે. આ વાત જે જીવને સમજાઈ જાય તે ‘પ્રેમપદારથ’ પામી બધી જ પીડાઓથી મુક્ત થઈ જાય. કારણ કે જન્મ મરણ કે સાંસારિક પીડાઓ પછી એને પીડારૂપ લાગતી જ નથી. દરેક પરિસ્થિતિને પોતાના પ્યારાની પ્રસાદીરૂપ સમજી પ્રેમથી સ્વીકારી લે છે. પછી એને ભલા દુઃખ તે શું દુઃખી કરી શકવાનું? | ||
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વસમાન. | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વસમાન.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે સ્વ પર ભેદ ટળી જાય છે અને સમદષ્ટિ આવે છે, જેના કારણે સર્વ સમાન લાગે છે. નરસિંહ મહેતા આવી દશાને પામેલા સંત હતા. એમને મન બ્રાહ્મણ ઊંચો અને અંત્યજ નીચો એવું નહોતું. જે હરિના ગુણ ગાય તે હરિસમ લાગતો. એટલે એ હરિજનવાસમાં પણ કીર્તન કરવા હોંશે હોંશે જતા. એથી એમને ઘણાં મહેણાં ટોણાં સાંભળવાં પડતાં પણ એની એમને તમા નહોતી. એ તો મસ્તીથી ગાતા કે: | જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે સ્વ પર ભેદ ટળી જાય છે અને સમદષ્ટિ આવે છે, જેના કારણે સર્વ સમાન લાગે છે. નરસિંહ મહેતા આવી દશાને પામેલા સંત હતા. એમને મન બ્રાહ્મણ ઊંચો અને અંત્યજ નીચો એવું નહોતું. જે હરિના ગુણ ગાય તે હરિસમ લાગતો. એટલે એ હરિજનવાસમાં પણ કીર્તન કરવા હોંશે હોંશે જતા. એથી એમને ઘણાં મહેણાં ટોણાં સાંભળવાં પડતાં પણ એની એમને તમા નહોતી. એ તો મસ્તીથી ગાતા કે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 79: | Line 81: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બધી પંક્તિઓ સ્પષ્ટપણે કહી રહી છે કે નરસિંહે સખી રૂપે પોતાના પ્રિયતમને એવો તો પ્રેમ કર્યો છે કે એ મોરના પીચ્છધરે તત્વનું ટૂંપણું વેગળું મૂકી એને પ્રેમ પીયાલા ભરી ભરીને સ્વહસ્તે પાયા છે. નરસિંહને પ્રભુને પામવાની ચાવી જડી ગઈ છે. શું છે એ ચાવી? | આ બધી પંક્તિઓ સ્પષ્ટપણે કહી રહી છે કે નરસિંહે સખી રૂપે પોતાના પ્રિયતમને એવો તો પ્રેમ કર્યો છે કે એ મોરના પીચ્છધરે તત્વનું ટૂંપણું વેગળું મૂકી એને પ્રેમ પીયાલા ભરી ભરીને સ્વહસ્તે પાયા છે. નરસિંહને પ્રભુને પામવાની ચાવી જડી ગઈ છે. શું છે એ ચાવી? | ||
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
જપ, તપ, યોગ, યજ્ઞ એવા કશાં વિધિવિધાનથી જેન મળે તે પ્રેમ કરો એટલે પ્રગટ થાય જ થાય. આમ નરસિંહનાં પદો પછી તે પ્રભાતિયાં હોય, ભક્તિપદો હોય, રાસલીલા હોય કે તત્વચર્ચા હોય બધાંનો મધ્યવર્તી ભાવ તો એક જ છે કે પ્રભુને પામવાનો સર્વ સુલભ એવો સુકર માર્ગ કોઈ હોય તો છે ‘પ્રેમમાર્ગ’. | જપ, તપ, યોગ, યજ્ઞ એવા કશાં વિધિવિધાનથી જેન મળે તે પ્રેમ કરો એટલે પ્રગટ થાય જ થાય. આમ નરસિંહનાં પદો પછી તે પ્રભાતિયાં હોય, ભક્તિપદો હોય, રાસલીલા હોય કે તત્વચર્ચા હોય બધાંનો મધ્યવર્તી ભાવ તો એક જ છે કે પ્રભુને પામવાનો સર્વ સુલભ એવો સુકર માર્ગ કોઈ હોય તો છે ‘પ્રેમમાર્ગ’. | ||
નરસિંહના પુરુષદેહમાં એક ગોપી હૃદય સદાય પોતાના પ્રિયતમની સંગે પ્રણય કેલી કરતું જોવા મળે છે. મીરાંની જેમ નરસિંહ વિરહાગ્નિમાં બહુ બળ્યા હોય એમ લાગતું નથી. એ તો જાણે આઠે પહોર પોતાના પિયુજીની સંગે રાસ રમતા, નાચતા, કૂદતા પરમાનંદમાં જ મહાલતા જોવા મળે છે. | નરસિંહના પુરુષદેહમાં એક ગોપી હૃદય સદાય પોતાના પ્રિયતમની સંગે પ્રણય કેલી કરતું જોવા મળે છે. મીરાંની જેમ નરસિંહ વિરહાગ્નિમાં બહુ બળ્યા હોય એમ લાગતું નથી. એ તો જાણે આઠે પહોર પોતાના પિયુજીની સંગે રાસ રમતા, નાચતા, કૂદતા પરમાનંદમાં જ મહાલતા જોવા મળે છે. | ||