વાંકદેખાં વિવેચનો/નૂતન નરસિંહ સ્વાધ્યાય : સૂઝબૂઝ અને સાહસ: Difference between revisions
Artimundra (talk | contribs) No edit summary |
Artimundra (talk | contribs) No edit summary |
||
| Line 20: | Line 20: | ||
બ્રહ્માનંદનાં પદો નરસિંહને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એમ જરૂર બની શકે. પણ એ માટે હસ્તપ્રતો વગેરેના પૂરતા આધાર સાથે આગળ વધવું જોઈએ. માત્ર સમાન પદાવલિ કે શૈલીને આધારે નિર્ણય ન કરવો જોઈએ. બ્રહ્માનંદને નામે પદો છપાયેલાં મળતાં હોય એ હકીકત પણ સો ટકા પ્રમાણ ન ગણાય. નિર્વિવાદપણે ધીરા ભગતની એક કાફી ‘દેવાનંદ કાવ્ય'માં છપાયેલી મેં જોઈ છે. એટલે નરસિંહને નામે પ્રચલિત પદો (ભલે એ નરસિંહનાં ન હોય) બ્રહ્માનંદને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એ સાવ અશક્ય નથી. મધ્યકાળમાં બીજા કોઈની કૃતિમાં પોતાનું નામ દાખલ કરી દેવાની પ્રવૃત્તિ થઈ જ છે. | બ્રહ્માનંદનાં પદો નરસિંહને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એમ જરૂર બની શકે. પણ એ માટે હસ્તપ્રતો વગેરેના પૂરતા આધાર સાથે આગળ વધવું જોઈએ. માત્ર સમાન પદાવલિ કે શૈલીને આધારે નિર્ણય ન કરવો જોઈએ. બ્રહ્માનંદને નામે પદો છપાયેલાં મળતાં હોય એ હકીકત પણ સો ટકા પ્રમાણ ન ગણાય. નિર્વિવાદપણે ધીરા ભગતની એક કાફી ‘દેવાનંદ કાવ્ય'માં છપાયેલી મેં જોઈ છે. એટલે નરસિંહને નામે પ્રચલિત પદો (ભલે એ નરસિંહનાં ન હોય) બ્રહ્માનંદને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એ સાવ અશક્ય નથી. મધ્યકાળમાં બીજા કોઈની કૃતિમાં પોતાનું નામ દાખલ કરી દેવાની પ્રવૃત્તિ થઈ જ છે. | ||
નરસિંહ મહેતા અને નરસિંહ (પંડ્યા)ને જુદા પાડવાનો પ્રયત્ન અનેક દૃષ્ટિએ ચર્ચાસ્પદ બને તેમ છે. આ માન્યતાનું મૂળ પ્રાપ્ત વંશાવળીઓ છે – જે ઘણા મોડા સમયની ને તેથી અવિશ્વાસપાત્ર છે, ને વળી રજનીબહેને એનું સાવ પોતાની રીતે અર્થઘટન કર્યું છે. બે નરસિંહોનાં જીવનને જુદાં પાડવા માટે એમણે જૂનાં-નવાં સાધનો તેમજ ગુજરાતી તથા રાજસ્થાની પરંપરાનાં કાવ્યો એ બધાંની ભેળસેળ કરી છે અને એમનુંયે મનફાવતું અર્થઘટન કર્યું છે. આમ, કેવળ તર્કો ઉપર રચાયેલો મત ભાગ્યે જ સ્વીકાર્ય બને. નિરંકુશ તર્કવ્યાપાર તો સંશોધનમાં આપણને ક્યાં લઈ જાય? | નરસિંહ મહેતા અને નરસિંહ (પંડ્યા)ને જુદા પાડવાનો પ્રયત્ન અનેક દૃષ્ટિએ ચર્ચાસ્પદ બને તેમ છે. આ માન્યતાનું મૂળ પ્રાપ્ત વંશાવળીઓ છે – જે ઘણા મોડા સમયની ને તેથી અવિશ્વાસપાત્ર છે, ને વળી રજનીબહેને એનું સાવ પોતાની રીતે અર્થઘટન કર્યું છે. બે નરસિંહોનાં જીવનને જુદાં પાડવા માટે એમણે જૂનાં-નવાં સાધનો તેમજ ગુજરાતી તથા રાજસ્થાની પરંપરાનાં કાવ્યો એ બધાંની ભેળસેળ કરી છે અને એમનુંયે મનફાવતું અર્થઘટન કર્યું છે. આમ, કેવળ તર્કો ઉપર રચાયેલો મત ભાગ્યે જ સ્વીકાર્ય બને. નિરંકુશ તર્કવ્યાપાર તો સંશોધનમાં આપણને ક્યાં લઈ જાય? | ||
ખરી વાત એ છે કે સં. ૧૭૫૦ સુધીની કોઈ કૃતિ નરસિંહનાં માબાપનું કે ભાઈભાંડુનાં નામ સુધ્ધાં આપતી નથી.૧<ref>૧. દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં નરસિંહના જીવનને એ અંગેનાં સાધનોના કાલાનુક્રમમાં મૂકીને જોયું છે તે નરસિંહજીવન વિશેના આવા ઘણા પ્રશ્નો પરત્વે આપણને જુદું વિચારવા પ્રેરે એવું છે. મહાનિબંધના નરસિંહચરિત્રવિષયક પ્રકરણના બે અંશો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટે.ના અંકોમાં પ્રકાશિત થયા છે. (હવે પુસ્તક રૂપે —નરસિંહચરિત્રવિમર્શ ૧૯૯૧)</ref> તે પછી રચાયેલી ‘પર્વતપચીસી' પણ નરસિંહને પર્વતદાસના કોઈ સગા તરીકે ઓળખાવતી નથી માત્ર સમકાલીન ભક્ત તરીકે ઓળખાવે છે. આ હકીકતોને લક્ષમાં લીધા વગર નરસિંહને પર્વતદાસના ભત્રીજા તરીકે સ્વીકારી લેવા ને પર્વતદાસને ત્યાં ભગવાન પધાર્યા ત્યારે એ હાજર હશે એમ માની લેવું (એ હાજર હોવાનું ‘પર્વતપચીસી' પણ, સ્વાભાવિક રીતે જ, કહેતી નથી) અને એ માન્યતાનું સમર્થન કરવા શૃંગારનાં પદોને નરસિંહને ત્યાં (પર્વતદાસને ત્યાં = નરસિંહને ત્યાં!) ભગવાન પધાર્યા તેવું બતાવતાં પદો રૂપે ફેરવવાં એમાં સંશોધનની શિસ્તની સદંતર અવગણના થાય છે.ઝારીનાં પદોનો કોયડો જટિલ છે. આ વિશેનો દર્શના ધોળકિયાનો લેખ પણ ‘પરબ'(ઑગસ્ટ ૧૯૮૦)માં પ્રસિદ્ધ થયો છે. ઝારીનું એક પદ એમાં રજૂ થયેલી નક્કર હકીકતોથી જુદુ પડી આવે છે તે સાચી વાત છે. પરંતુ નક્કર હકીકતો ધરાવતાં ને ન ધરાવતાં પદો હસ્તપ્રતોમાં લગભગ સાથે મળે છે તે સૂચક છે. નક્કર હકીકત ન ધરાવતાં ત્રણ પદોમાંથી એકમાં ઝારીનો ઉલ્લેખ નથી અને બેનાં ઝારીના ઉલ્લેખ વગરનાં પાઠાંતરો મળે છે તેય સાચું, પણ ઝાઝી પ્રતો તો ઝારીના ઉલ્લેખને સમાવે જ છે ને નારીવેશે ભગવાન આવ્યા છે, તો એનું આવું કોઈક પ્રયોજન હોવું એ તર્કસંગત લાગે છે. જે પદમાં ઝારીપ્રસંગની હકીકતો છે એ તો ભારે ગરબડિયું છે ને રજનીબહેને એની ઘડ બેસાડવા ઘણો શ્રમ ઉઠાવ્યો છે, પરંતુ આ ગરબડભરેલી વાતોનો સંતોષકારક ઉકેલ આણી શકાયો નથી. ને એવો ઉકેલ શક્ય હોય એમ લાગતું નથી. કદાચ આ પદ જ પાછળનું ઉમેરણ હોય. રજનીબહેને નરસિંહ સમક્ષ આવેલા નારીવેશમાં માણેકવહુનો સંકેત જોયો છે તે ઘણું સાહસિક લાગે છે. ઝારીનો પ્રસંગ ઊભો થયો હોય ભગવાન ભક્તની કેવી સેવા બજાવે છે એમ દર્શાવવા માટે જ. માટે મધ્યકાળના કવિઓને નારીવેશમાં ભગવાન જ અભિપ્રેત હોય. આપણે આવી ચમત્કાર-ઘટનાને આજની બૌદ્ધિક દૃષ્ટિએ ઘટાવીએ તો એ જુદી જ ચીજ બને.૨<ref>૨. પ્રા. જયંત ગાડીત મારું ધ્યાન દોરે છે કે ઝારીનાં ઉપર્યુક્ત પદોમાંના બે એમને માનબાઈને નામે પણ મળ્યાં છે! (પછીથી મને ઝારીપ્રસંગના એક પદની સૌંદર્યવર્ણનની કેટલીક પંક્તિઓ સં.૧૭૦૦ લગભગની જૂની પ્રતના એક પદમાં મળી છે. ત્યાં એ ભગવાનના મોહિની સ્વરૂપનું નહીં. ગોપીનું વર્ણન હોય એમ જણાય છે.)</ref> | ખરી વાત એ છે કે સં. ૧૭૫૦ સુધીની કોઈ કૃતિ નરસિંહનાં માબાપનું કે ભાઈભાંડુનાં નામ સુધ્ધાં આપતી નથી.૧<ref>૧. દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં નરસિંહના જીવનને એ અંગેનાં સાધનોના કાલાનુક્રમમાં મૂકીને જોયું છે તે નરસિંહજીવન વિશેના આવા ઘણા પ્રશ્નો પરત્વે આપણને જુદું વિચારવા પ્રેરે એવું છે. મહાનિબંધના નરસિંહચરિત્રવિષયક પ્રકરણના બે અંશો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટે.ના અંકોમાં પ્રકાશિત થયા છે. (હવે પુસ્તક રૂપે —નરસિંહચરિત્રવિમર્શ ૧૯૯૧)</ref> તે પછી રચાયેલી ‘પર્વતપચીસી' પણ નરસિંહને પર્વતદાસના કોઈ સગા તરીકે ઓળખાવતી નથી માત્ર સમકાલીન ભક્ત તરીકે ઓળખાવે છે. આ હકીકતોને લક્ષમાં લીધા વગર નરસિંહને પર્વતદાસના ભત્રીજા તરીકે સ્વીકારી લેવા ને પર્વતદાસને ત્યાં ભગવાન પધાર્યા ત્યારે એ હાજર હશે એમ માની લેવું (એ હાજર હોવાનું ‘પર્વતપચીસી' પણ, સ્વાભાવિક રીતે જ, કહેતી નથી) અને એ માન્યતાનું સમર્થન કરવા શૃંગારનાં પદોને નરસિંહને ત્યાં (પર્વતદાસને ત્યાં = નરસિંહને ત્યાં!) ભગવાન પધાર્યા તેવું બતાવતાં પદો રૂપે ફેરવવાં એમાં સંશોધનની શિસ્તની સદંતર અવગણના થાય છે.ઝારીનાં પદોનો કોયડો જટિલ છે. આ વિશેનો દર્શના ધોળકિયાનો લેખ પણ ‘પરબ'(ઑગસ્ટ ૧૯૮૦)માં પ્રસિદ્ધ થયો છે. ઝારીનું એક પદ એમાં રજૂ થયેલી નક્કર હકીકતોથી જુદુ પડી આવે છે તે સાચી વાત છે. પરંતુ નક્કર હકીકતો ધરાવતાં ને ન ધરાવતાં પદો હસ્તપ્રતોમાં લગભગ સાથે મળે છે તે સૂચક છે. નક્કર હકીકત ન ધરાવતાં ત્રણ પદોમાંથી એકમાં ઝારીનો ઉલ્લેખ નથી અને બેનાં ઝારીના ઉલ્લેખ વગરનાં પાઠાંતરો મળે છે તેય સાચું, પણ ઝાઝી પ્રતો તો ઝારીના ઉલ્લેખને સમાવે જ છે ને નારીવેશે ભગવાન આવ્યા છે, તો એનું આવું કોઈક પ્રયોજન હોવું એ તર્કસંગત લાગે છે. જે પદમાં ઝારીપ્રસંગની હકીકતો છે એ તો ભારે ગરબડિયું છે ને રજનીબહેને એની ઘડ બેસાડવા ઘણો શ્રમ ઉઠાવ્યો છે, પરંતુ આ ગરબડભરેલી વાતોનો સંતોષકારક ઉકેલ આણી શકાયો નથી. ને એવો ઉકેલ શક્ય હોય એમ લાગતું નથી. કદાચ આ પદ જ પાછળનું ઉમેરણ હોય. રજનીબહેને નરસિંહ સમક્ષ આવેલા નારીવેશમાં માણેકવહુનો સંકેત જોયો છે તે ઘણું સાહસિક લાગે છે. ઝારીનો પ્રસંગ ઊભો થયો હોય ભગવાન ભક્તની કેવી સેવા બજાવે છે એમ દર્શાવવા માટે જ. માટે મધ્યકાળના કવિઓને નારીવેશમાં ભગવાન જ અભિપ્રેત હોય. આપણે આવી ચમત્કાર-ઘટનાને આજની બૌદ્ધિક દૃષ્ટિએ ઘટાવીએ તો એ જુદી જ ચીજ બને.૨<ref>૨. પ્રા. જયંત ગાડીત મારું ધ્યાન દોરે છે કે ઝારીનાં ઉપર્યુક્ત પદોમાંના બે એમને માનબાઈને નામે પણ મળ્યાં છે! (પછીથી મને ઝારીપ્રસંગના એક પદની સૌંદર્યવર્ણનની કેટલીક પંક્તિઓ સં.૧૭૦૦ લગભગની જૂની પ્રતના એક પદમાં મળી છે. ત્યાં એ ભગવાનના મોહિની સ્વરૂપનું નહીં. ગોપીનું વર્ણન હોય એમ જણાય છે.)</ref>નરસિંહને નામે મળતી ‘મામેરું' વગેરે કૃતિઓમાં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એ કહેવાની એક રીત થઈ. પૂર્વપરંપરાનો ઉપયોગ કરીને રચાયેલી આ કૃતિઓ છે એમ પણ કહી શકાય, અને મધ્યકાલની તો કેટલીબધી પદાવલિ રૂઢ હતી! આવી રૂઢ પદાવલિઓ આણે આમાંથી લીધું છે એનો પુરાવો ન બની શકે; ચાવીરૂપ, મહત્ત્વની, વિશિષ્ટ ઉક્તિઓ જ બની શકે. પ્રાપ્ત કૃતિમાં અસંગતતા હોય તે એમાં થયેલા પ્રક્ષેપોને કારણે હોય, ભ્રષ્ટ પાઠોને કારણે ઊભી થયેલી હોય કે કવિની લેખનની શિથિલતા પણ હોય. ‘મામેરું’ની કે. કા. શાસ્ત્રી વગેરેની તો સંકલિત વાચના છે, એમાં વિભિન્ન રચનાઓ સમાયેલી દેખાય એ સ્વાભાવિક છે, પણ ગુજરાતી પ્રેસના પંચાંગની ૨૦ પદની વાચના એક ઘણી સુસંગત વાચના છે. એ વાચના જોયા પછીયે રજનીબહેન એમાં સુસંગતતા ઊભી કરવામાં આવી છે એમ કહી પોતાના પાઠો કલ્પે છે અને ‘મામેરું'માં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એવા મતને વળગી રહે છે એ નવાઈભર્યું છે. | ||
નરસિંહને નામે મળતી ‘મામેરું' વગેરે કૃતિઓમાં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એ કહેવાની એક રીત થઈ. પૂર્વપરંપરાનો ઉપયોગ કરીને રચાયેલી આ કૃતિઓ છે એમ પણ કહી શકાય, અને મધ્યકાલની તો કેટલીબધી પદાવલિ રૂઢ હતી! આવી રૂઢ પદાવલિઓ આણે આમાંથી લીધું છે એનો પુરાવો ન બની શકે; ચાવીરૂપ, મહત્ત્વની, | |||
વિશિષ્ટ ઉક્તિઓ જ બની શકે. પ્રાપ્ત કૃતિમાં અસંગતતા હોય તે એમાં થયેલા પ્રક્ષેપોને કારણે હોય, ભ્રષ્ટ પાઠોને કારણે ઊભી થયેલી હોય કે કવિની લેખનની શિથિલતા પણ હોય. ‘મામેરું’ની કે. કા. શાસ્ત્રી વગેરેની તો સંકલિત વાચના છે, એમાં વિભિન્ન રચનાઓ સમાયેલી દેખાય એ સ્વાભાવિક છે, પણ ગુજરાતી પ્રેસના પંચાંગની ૨૦ પદની વાચના એક ઘણી સુસંગત વાચના છે. એ વાચના જોયા પછીયે રજનીબહેન એમાં સુસંગતતા ઊભી કરવામાં આવી છે એમ કહી પોતાના પાઠો કલ્પે છે અને ‘મામેરું'માં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એવા મતને વળગી રહે છે એ નવાઈભર્યું છે. | |||
‘પુત્રનો વિવાહ' હરિદાસકૃત 'શામળદાસનો વિવાહ' (જેની ઢગલાબંધ હસ્તપ્રતો નોંધાયેલી છે)ના અનુરણ રૂપે પછીના સમયમાં રચાયેલી એક-કલમી કૃતિ છે એ દર્શના ધોળકિયાના મહાનિબંધમાં વીગતવાર તુલના કરીને બતાવાયું છે. આ પછી, ‘પુત્રનો વિવાહ' તે પુત્રીના વિવાહપ્રસંગના કાવ્યનું રૂપાંતર છે તે વાત ટકી શકતી નથી. પુત્ર કરતાં પુત્રીના વિવાહપ્રસંગે માણસને વધારે ભીડ પડે એ સાચી વાત છે, પણ કુંવરબાઈના એક પ્રસંગ 'મામેરું'નું કાવ્ય રચાયા પછી આપણા કથાકાર કવિઓને પુત્રના એક પ્રસંગનું કાવ્ય કરવાનું સૂઝ્યું હોય એ અસંભવિત નથી. પુત્રીના લગ્નપ્રસંગનું કાવ્ય પહેલાં હોય અને એને ઉપયોગ કરીને જ પુત્રના લગ્નપ્રસંગનું કાવ્ય રચી શકાય એવું કંઈ નથી. | ‘પુત્રનો વિવાહ' હરિદાસકૃત 'શામળદાસનો વિવાહ' (જેની ઢગલાબંધ હસ્તપ્રતો નોંધાયેલી છે)ના અનુરણ રૂપે પછીના સમયમાં રચાયેલી એક-કલમી કૃતિ છે એ દર્શના ધોળકિયાના મહાનિબંધમાં વીગતવાર તુલના કરીને બતાવાયું છે. આ પછી, ‘પુત્રનો વિવાહ' તે પુત્રીના વિવાહપ્રસંગના કાવ્યનું રૂપાંતર છે તે વાત ટકી શકતી નથી. પુત્ર કરતાં પુત્રીના વિવાહપ્રસંગે માણસને વધારે ભીડ પડે એ સાચી વાત છે, પણ કુંવરબાઈના એક પ્રસંગ 'મામેરું'નું કાવ્ય રચાયા પછી આપણા કથાકાર કવિઓને પુત્રના એક પ્રસંગનું કાવ્ય કરવાનું સૂઝ્યું હોય એ અસંભવિત નથી. પુત્રીના લગ્નપ્રસંગનું કાવ્ય પહેલાં હોય અને એને ઉપયોગ કરીને જ પુત્રના લગ્નપ્રસંગનું કાવ્ય રચી શકાય એવું કંઈ નથી. | ||
‘મામેરું' અને 'હૂંડી' પણ પ્રેમાનંદના પ્રભાવ નીચે પાછળથી રચાયાં છે એ દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં તુલનાત્મક સમીક્ષાથી, ઘણા અન્ય આધારો સાથે, પ્રતિપાદિત કર્યું છે. ‘હારમાળા’ સમેત આત્મચરિત્રાત્મક આ બધી કૃતિઓનું કર્તૃત્વ નરસિંહનું નહીં હોવાના રજનીબહેનના મતને જુદી રીતે પણ, સમર્થન તો અવશ્ય સાંપડી રહે છે એ હકીકત ખાસ નોંધપાત્ર છે. | ‘મામેરું' અને 'હૂંડી' પણ પ્રેમાનંદના પ્રભાવ નીચે પાછળથી રચાયાં છે એ દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં તુલનાત્મક સમીક્ષાથી, ઘણા અન્ય આધારો સાથે, પ્રતિપાદિત કર્યું છે. ‘હારમાળા’ સમેત આત્મચરિત્રાત્મક આ બધી કૃતિઓનું કર્તૃત્વ નરસિંહનું નહીં હોવાના રજનીબહેનના મતને જુદી રીતે પણ, સમર્થન તો અવશ્ય સાંપડી રહે છે એ હકીકત ખાસ નોંધપાત્ર છે. | ||
| Line 33: | Line 31: | ||
રજનીબહેને, કેટલેક અંશ ભલે વિવાદાસ્પદ, પણ ઘણો મહત્ત્વનો અધ્યયનશ્રમ કર્યો છે ને કેટલાંક સ્વીકાર્ય નિરીક્ષણો પણ આપ્યાં છે. એમના આ ગ્રંથથી આપણી નરસિંહ-અધ્યયન-સામગ્રીમાં ધ્યાનપાત્ર ને અગત્યનો ઉમેરો થાય છે એમ સૌ અભ્યાસીઓ સ્વીકારશે. | રજનીબહેને, કેટલેક અંશ ભલે વિવાદાસ્પદ, પણ ઘણો મહત્ત્વનો અધ્યયનશ્રમ કર્યો છે ને કેટલાંક સ્વીકાર્ય નિરીક્ષણો પણ આપ્યાં છે. એમના આ ગ્રંથથી આપણી નરસિંહ-અધ્યયન-સામગ્રીમાં ધ્યાનપાત્ર ને અગત્યનો ઉમેરો થાય છે એમ સૌ અભ્યાસીઓ સ્વીકારશે. | ||
{ | {{right|[શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી ૧૯૯૧]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||