26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} {{Poem2Open}} આજે મને ફાગણ લાગી ગયો છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} | {{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} | ||
આજે મને ફાગણ લાગી ગયો છે. મારી ચેતનાને કેસૂડાનો રંગ બેસી ગયો છે. ફાગણ તો બધે આવે છે અને કેસૂડો પણ ખીલે છે; પરંતુ શાંતિનિકેતનમાં ફાગણ અને કેસૂડો ઘેલાં બનાવી મૂકે છે, વય:પ્રાપ્ત દુનિયાદારી શાણપણ ક્યાંક સરી જાય છે, એકદમ યુવાચિત્ત બની જાઉં છું. ભીડ મધ્યે નવપલ્લવિત મંજરિત શાલવૃક્ષ નીચે ચાર કન્યાઓને જોતો રહી જાઉં છું. એમની આંખોમાં વસંતનું ગાઢ અંજન છે, સપનાં જોતી એ આંખોની ચમક મને સ્પર્શી જાય છે. ચારે કન્યાઓએ લીલી કિનારીવાળી પીળી સાડીઓ પહેરી છે. લાલ બ્લાઉઝ છે. અંબોડે કેસૂડાંની વેણી છે, હાથે કેસૂડાંના બાજુબંધ છે, છાતી પર કેસૂડાંની માળા ખૂલે છે. આખા વાતાવરણમાં ગુંજી રહેલા ગાન સાથે એમના પગમાં નર્તનનો તાલ છે. કવિ કાલિદાસ! આ તો સંચારિણી પલ્લવિની લતાની ઉપમા પામેલી તમારી પાર્વતીઓ તો નથી ને? મહાદેવ પણ ચલિત થઈ જાય, એમના વાસંતી રૂપોન્માદથી. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવિ ઠાકુર! તમે તે આ વસંતોત્સવનો મહિમા કરી ગયા છો. તમારી જ, તમારા શાંતિનિકેતનની આ કન્યાઓ છે. આજે તમે નથી, તમારું એ શાંતિનિકેતન પણ નથી અને છતાં આજના આ ફાલ્ગુની પૂર્ણિમાના વસંતોત્સવને દિને અહીં શાંતિનિકેતનમાં હેલે ચઢેલો માનવમહેરામણ અને આ કન્યાઓને જોતાં થયું, તમે છો કવિ, તમારા મૃત્યુની અર્ધી શતાબ્દી પછી પણ તમે છો, વાસંતીરૂપ ધરી. | રવિ ઠાકુર! તમે તે આ વસંતોત્સવનો મહિમા કરી ગયા છો. તમારી જ, તમારા શાંતિનિકેતનની આ કન્યાઓ છે. આજે તમે નથી, તમારું એ શાંતિનિકેતન પણ નથી અને છતાં આજના આ ફાલ્ગુની પૂર્ણિમાના વસંતોત્સવને દિને અહીં શાંતિનિકેતનમાં હેલે ચઢેલો માનવમહેરામણ અને આ કન્યાઓને જોતાં થયું, તમે છો કવિ, તમારા મૃત્યુની અર્ધી શતાબ્દી પછી પણ તમે છો, વાસંતીરૂપ ધરી. | ||
edits