કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૩. ઊંડું જોયું…: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ઊંડું જોયું…| ચંદ્રકાન્ત શેઠ}} <poem> :::ઊંડું જોયું, અઢળક જોય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
:::ઊંડું જોયું, અઢળક જોયું; | :::ઊંડું જોયું, અઢળક જોયું; | ||
:: મનમાં જોયું, મબલખ જોયું. | ::: મનમાં જોયું, મબલખ જોયું. | ||
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, | ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, | ||
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી! | કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી! | ||
::: તળિયે જોયું, તગતગ જોયું; | |||
::: ઊંડે જોયું, અઢળક જોયું. | |||
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા; | માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા; | ||
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા! | એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા! | ||
::: જળમાં જોયું, ઝગમગ જોયું, | |||
::: ઊંડે જોયું, અઢળક જોયું. | |||
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો; | આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો; | ||
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો? | ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો? | ||
::: પલમાં જોયું, અપલક જોયું; | |||
::: હદમાં જોયું, અનહદ જોયું; | |||
::: ઊંડું જોયું, અઢળક જોયું.</poem> | |||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} |
Latest revision as of 11:54, 29 July 2021
૩૩. ઊંડું જોયું…
ચંદ્રકાન્ત શેઠ
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)