કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "xyz") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૧. જલદીપ|બાલમુકુન્દ દવે}} | |||
<poem> | |||
એક દીપ તણાયો જાય, | |||
:: જલમાં દીપ તણાયો જાય; | |||
કમળ સમો ઘૂમે વમળોમાં, | |||
:::: વાયુમાં વીંઝાય : | |||
:: જલમાં દીપ તણાયો જાય. | |||
અંધારાંના અંચલ ભેદી | |||
::: પંથ પાડતો જાય, | |||
તરંગની ચંચલ અસવારી | |||
::: કરી તેજ મલકાય : | |||
:: જલમાં દીપ તણાયો જાય. | |||
ઘડીક નમણી જ્યોતિ નાજુક | |||
::: સંપુટમાં જ સમાય, | |||
ઘડી ભવ્ય ભૂગોલખગોલે | |||
::: દીપશિખા લહરાય : | |||
:: જલમાં દીપ તણાયો જાય. | |||
વાટ વણી ના, ના પેટાવ્યો, | |||
::: પોતે પરગટ થાય; | |||
નહીં મેશ કે નહીં મોગરો | |||
::: કેવલ તેજલ કાય : | |||
:: જલમાં દીપ તણાયો જાય. | |||
૨૦-૫-’૪૭ | |||
{{Right|(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)}} | |||
</poem> |
Revision as of 11:00, 30 July 2021
૧. જલદીપ
બાલમુકુન્દ દવે
એક દીપ તણાયો જાય,
જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં,
વાયુમાં વીંઝાય :
જલમાં દીપ તણાયો જાય.
અંધારાંના અંચલ ભેદી
પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી
કરી તેજ મલકાય :
જલમાં દીપ તણાયો જાય.
ઘડીક નમણી જ્યોતિ નાજુક
સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે
દીપશિખા લહરાય :
જલમાં દીપ તણાયો જાય.
વાટ વણી ના, ના પેટાવ્યો,
પોતે પરગટ થાય;
નહીં મેશ કે નહીં મોગરો
કેવલ તેજલ કાય :
જલમાં દીપ તણાયો જાય.
૨૦-૫-’૪૭
(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)