કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૫૧. વિશ્વકોશ-ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫૧. વિશ્વકોશ-ગીત|ચંદ્રકાન્ત શેઠ}} | {{Heading|૫૧. વિશ્વકોશ-ગીત<sup>1</sup>|ચંદ્રકાન્ત શેઠ}} | ||
<poem> | <poem> | ||
અહીં જ્ઞાનસૂર્ય સંચરે, | અહીં જ્ઞાનસૂર્ય સંચરે, |
Latest revision as of 07:39, 31 July 2021
૫૧. વિશ્વકોશ-ગીત1
ચંદ્રકાન્ત શેઠ
અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે...
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે...
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે...
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે...
ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે...
અંતરે સુખ સમજણનું ઠરે...
રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે...
શીલ-સત્ત્વ સંભરે...
ગુર્જરી વિશ્વરૂપને વરે!...
(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)
_________________________________
1 ‘ગુજરાતી વિશ્વકોશ’નું કાર્ય કરતી સંસ્થા માટેનું ગીત