કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૯. ઝરૂખે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૯. ઝરૂખે| નલિન રાવળ}}
{{Heading|૨૯. ઝરૂખે| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?
કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?

Revision as of 10:02, 4 August 2021


૨૯. ઝરૂખે

પ્રિયકાન્ત મણિયાર

કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?
સાંજને સમે આંખડી એને કેમ જોવાનું ચૂકે?

આવતાં-જતાં લોકની વચે પથમાં જાઉં મૂંઝાઈ,
પલમાં એની પાંપણ અડ્યે હૃદય જાય રુઝાઈ;
મેઘધનુના રંગમાં મારા મનને રમતું મૂકે...
કોક મદીલીo

અમીર ઘરની છોરી એ તો દાદરો ઊતરી દેખી
આજ લગી ના, એમ તો એને ક્યારેય પૂરી પેખી;
વાંસળી કેટલી દૂર અને તે વાગતી કોની ફૂંકે?
કોક મદીલીo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૮)