મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૪)|રમણ સોની}} <poem> જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૩૪)|રમણ સોની}}
{{Heading|પદ (૩૪)|નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 04:58, 14 August 2021


પદ (૩૪)

નરસિંહ મહેતા

જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં. ટેક.

પાસું રે મરડો તો વાહલા, ચીર લેઉં રે તાણી;
સરખી સમાણી સૈયરો સાથે, જાવું છે પાણી.
જાગો રે
પંખીડાં બોલે રે વાહલા, રજની રહી થોડી;
સેજલડીથી ઊઠો વાહલા, આળસડાં મોડી.
જાગો રે
સાદડી પાડું તો વાહલા, લોકડીઆં જાગે;
અંગુઠો મરડું તો, પગના ઘૂઘરા ગાજે.
જાગો રે
સાસુડી જાગે રે વેરણ નણદી જાગે;
ઓ પેલી પાડોસણને ઘેર, વલોણું વાગે.
જાગો રે
જેને જેવો ભાવ હોય તેને, તેવું રે થાએ;
નરસઈયાચા સ્વામી વિના રખે, વાહણલું વાએ.
જાગો રે