મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૫૧) |રમણ સોની}}
{{Heading|પદ (૫૧) |નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 05:04, 14 August 2021


પદ (૫૧)

નરસિંહ મહેતા

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;
પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે.
પઢો
પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું;
તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું.
પઢો
પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું?
સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું.
પઢો
પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો;
નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
પઢો