મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૨): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૨) |રમણ સોની}} <poem> સંતો! અમે રે વહેવારિયા રામનામના; વેપાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૫૨) |રમણ સોની}}
{{Heading|પદ (૫૨) |નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 05:04, 14 August 2021


પદ (૫૨)

નરસિંહ મહેતા

સંતો! અમે રે વહેવારિયા રામનામના;
વેપારી અાવે છે બધા ગામગામના.
સંતો
અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,
અઢારે વરણ જેને વહોરવાને અાવે.
સંતો
અમારું વસાણું કાળદુકાળે ન ખૂટે.
જેને રાજા ન દંડે, જેને ચોર ન લૂંટે.
સંતો
લાખે કરોડે લેખાં નહિ, ને પાર વિનાની પૂંજી;
વહોરવું હોય તો વહોરી લેજો, કસ્તૂરી છે સોંઘી.
સંતો
રામનામ ધન અમારે વાજે ને ગાજે;
છપ્પન ઉપર ભેર ભેરી ભૂંગળ વાજે.
સંતો
અાવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ;
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈંયાનું કામ.
સંતો