મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ કેદારો શ્રીગુરુ, ગણપતિ, શારદા, સમર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧| | {{Heading|કડવું ૧|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ કેદારો | રાગ કેદારો |
Latest revision as of 07:49, 14 August 2021
પ્રેમાનંદ
રાગ કેદારો
શ્રીગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા કહું મામેરું મહેતા તણું રે. ૧
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ. ૨
ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ. ૩
એક દહેરું દીઠું વન વિષે: અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહાં ઉમંગ. ૪
અપવાસ સાત મહેતે કર્યા તવ રીઝ્યા શ્રીમહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ. ૫
કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહૂનવી, નીલવટ ચંદ્રપ્રકાશ. ૬
છે રુંઢમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા શિવબ્રહ્મ. ૭
તવ નરસૈયો જઈ પાયે લાગ્યો,મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર કૃપા કરું,’ કહે ઉમિયાનાથ. ૮
મહેતો કહે: ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, પામું વિષ્ણુનું દર્શન. ૯
‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં હરિ રમે છે રાસ. ૧૦