કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૯. મુંબઈનગરી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૮. કલાકોથી | ૨૮. કલાકોથી]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય | ૩૦. આધુનિક અરણ્ય]] | |||
}} |
Latest revision as of 12:12, 4 September 2021
૨૯. મુંબઈનગરી
નિરંજન ભગત
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)