કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૮. હાથ મેળવીએ | ૩૮. હાથ મેળવીએ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૦. પથ્થર થરથર ધ્રૂજે | ૪૦. પથ્થર થરથર ધ્રૂજે ]] | |||
}} |
Latest revision as of 12:24, 4 September 2021
૩૯. ઘર
નિરંજન ભગત
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
૪-૧૨-૧૯૫૬
(બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)