કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૭. સર્પ? કે રજ્જુ? કે બન્ને? | ૪૭. સર્પ? કે રજ્જુ? કે બન્ને? ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી | ૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી ]]
}}

Latest revision as of 12:40, 4 September 2021

૪૮. એક ફળ

નિરંજન ભગત

રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,
એની છાલ લીસી લીસી
એનો ગલ પોચો પોચો,
હર્યુંભર્યું
રસથી કસથી.

ન કોઈએ એને તોડ્યું,
ન કોઈએ એને ચાખ્યું,
કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,
કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.

દિવસ પછી દિવસ વહી ગયા,
એની છાલ ભૂકો ભૂકો,
એનો ગલ સૂકો, સૂકો,
હવે નથી રસ,
હવે નથી કસ,
એનું બીજ પણ ખરી ગયું
ધરતીમાં સરી ગયું.

૨૦૦૪

(બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)