કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૭. રીસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૧)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૬. વતનથી વિદાય થતાં |૧૬. વતનથી વિદાય થતાં ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૮. સમણાં |૧૮. સમણાં ]] | |||
}} |
Latest revision as of 11:48, 6 September 2021
૧૭. રીસ
જયન્ત પાઠક
તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા
અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો
કહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;
તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.
ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન’તું,
સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંકું પડતું;
હવે આ હૈયું તે નથી વશ મને — સાચું કહું છું.
છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?
તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યુંઃ
બધાંથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યું
તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી
ધીમે મારી ગાલે કહ્યું હતઃ અરે ચાલ પગલી
હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી—
સજીને બેઠી’તી, તરત પડી હું હોત નીકળી.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૧)