કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૩. ખિસકોલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. ખિસકોલી|જયન્ત પાઠક}} <poem> વૃક્ષના થડને વળગેલી એક ખિસકોલી...")
 
No edit summary
 
Line 19: Line 19:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૦)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૨. ભલું તમારું તીર ભલાજી— |૨૨. ભલું તમારું તીર ભલાજી— ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૪. ક્યાં છે? |૨૪. ક્યાં છે? ]]
}}

Latest revision as of 11:53, 6 September 2021

૨૩. ખિસકોલી

જયન્ત પાઠક

વૃક્ષના થડને વળગેલી
એક ખિસકોલીએ
રમતમાં મારી નજરને પકડી
ને ઊંચે ચગાવી.
શાખાઓના વળાંકોમાં વળાવતી વળાવતી

એને છેક ટોચ સુધી મૂકી આવી.

હવે
વૃક્ષની ટોચ
ને આગળના આકાશ વચ્ચેની
અગાધ અનન્તતામાં વિસ્તરેલા
એક વૃક્ષના
ઊર્ધ્વ મૂલને હું શોધી રહ્યો છું.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૦)