કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૯. માણસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. માણસ|જયન્ત પાઠક}} <poem> રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે; હસતા...")
 
No edit summary
 
Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં |૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ |૩૦. થોડું થોડું યાદ ]]
}}

Latest revision as of 12:08, 6 September 2021

૨૯. માણસ

જયન્ત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.

૨૨-૫-’૭૬

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)